• Gujarati News
  • National
  • In Assam, Nooks And Crannies Were Protesting Against Inflation; Several Organizations Filed FIRs, Eventually Leading To Arrests

શિવ-પાર્વતીની બાઈક ચલાવતી તસવીર અંગે વિવાદ:આસામમાં મોંઘવારીના વિરોધમાં નુક્કડ નાટક કરતા હતા; અનેક સંગઠનોએ FIR દાખલ કરાવી, છેવટે ધરપકડ થઈ

3 મહિનો પહેલા

આસામમાં રવિવારે ભગવાન શિવ અને દેવી પાર્વતીના વેશભૂષામાં બે કલાકારોએ મોંઘવારીના વિરોધમાં નુક્કડ નાટક કર્યું હતું. બન્ને કલાકારોએ આ સ્વરૂપમાં બાઈક પણ ચલાવ્યું. વિશ્વ હિંદુ પરિષદ તથા બજરંગ દળ સહિત તમામ હિન્દુ સંગઠનોએ તેને દેવી-દેવતાઓનું અપમાન ગણાવી કેસ દાખલ કરાવ્યો છે, આ અંગે પોલીસે કલાકારોની ધરપકડ કરી લીધી હતી. જોકે બાદમાં તેમને જામીન ઉપર છોડવામાં આવ્યા હતા. કલાકારોનું કહેવું છે કે લોકોને જાગૃત કરવા માટે આ ક્રિએટીવિટીનો સહારો લીધો હતો.

શું છે સમગ્ર ઘટના
આસામના નાગાંવમાં શનિવારે ભગવાન શિવ અને દેવી પાર્વતીના સ્વરૂપમાં બે કલાકાર બુલેટ પર નિકળ્યા હતા. તેમના બાઈકમાં ઓચિંત જ માર્ગ ઉપર પેટ્રોલ ખતમ થઈ ગયું. આ અંગે પાર્વતી બનેલી એક્ટ્રેસ શિવ બનેલા યુવક ઉપર નારાજ થઈ એક્ટિંગ કરવા લાગે છે. બન્ને પોતાના એક્ટમાં માર્ગમાં દલીલ શરૂ કરવા લાગે છે અને પેટ્રોલ અંગે શરૂ થયેલી દલીલ જોત જોતામાં વધતી મોંઘવારી અને સામાન્ય નાગરિકોની પરેશાનીઓ સુધી પહોંચી જાય છે.

કલાકારોનો દાવો- રચનાત્મક વિરોધને અપમાન ન સમજો
શિવ બનેલા એક્ટરનું નામ બ્રિનિચા બોરા અને પાર્વતી બનેલી એક્ટ્રેસનું નામ પરિસ્મિતા દાસ છે. તેમણે પોલીસને જણાવ્યું કે લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે તેમણે 'રચનાત્મક વિરોધ'નું નાટક કર્યું હતું. શિવ બનેલા બ્રિનિચા બોરાએ કહ્યું કે અનેક લોકો પોતાની સમસ્યાઓને દૂર કરવા માટે ભગવાન શિવને પ્રાર્થના કરે છે. માટે અમે બન્નેએ ભગવાન શિવ અને દેવી પાર્વતીના સ્વરૂપમાં લોકોને જાગૃત કરવા પ્રયત્ન કર્યો છે.

CMએ કહ્યું- ફક્ત વેશભૂષા બનાવવી કોઈ ગુનો નથી
આસામના CM હેમંત બિસ્વા સરમાએ કહ્યું- ફક્ત વેશભૂષા બનાવવી કોઈ ગુનો નથી. જો કોઈ વાંધાજનક નિવેદન આવે છે તો તે અયોગ્ય છે. ભગવાન શિવના સ્વરૂપમાં પ્રદર્શન કરી રહેલા કલાકારને જામીન મળ્યા છે.