હાથીના હુમલાનો VIDEO:આસામમાં જંગલી હાથીએ એક વ્યક્તિને પગથી કચડી નાખી, આસપાસના લોકો વીડિયો બનાવતા રહ્યા હતા

ગુવાહાટીએક મહિનો પહેલા
  • હાથીના હુમલામાં ઇજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે

આસામના ધુબરી જિલ્લામાંથી એક વ્યક્તિ પર હાથીનો હુમલો કરતો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. આમાં એક હાથી એક વ્યક્તિની પાછળ દોડતો નજરે પડી રહ્યો છે. આજુબાજુ કેટલાક અન્ય લોકો પણ હાજર છે, જેઓ હાથીને ભગાડવા માટે મોટા અવાજો કરી રહ્યા છે તેમજ કેટલાક લોકો વીડિયો બનાવવામાં વ્યસ્ત છે.

હાથીના હુમલાથી બચવા માટે તે વ્યક્તિ દોડતાં-દોડતાં પડી જાય છે. તે ફરી ઊભી થાય છે અને ભાગે છે, પરંતુ તે ફરીથી પડી જાય છે. ફરી એક વખત ઊભા થવાનો પ્રયાસ કરે છે, પરંતુ ત્યાં સુધીમાં તો હાથી તેની પાસે પહોંચી જાય છે. રોષે ભરાયેલો હાથી તેની પર અનેક વખત હુમલો કરે છે.

ધુબરી જિલ્લાના એક ગામની ઘટના
આ ઘટના ધુબરીના તામાંરહાટ વિસ્તારના એક ગામની છે. હાથીએ જે વ્યક્તિ પર હુમલો કર્યો હતો, તે વ્યક્તિની ઉંમર 30 વર્ષ હોવાનું જણાવાયું છે. ઘાયલ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં તેની સારવાર કરવામાં આવી રહી છે.

હાથીને જંગલની તરફ ભગાડી દેવામાં આવ્યો
18 ડિસેમ્બરની આ ઘટના અંગે વન અધિકારીઓનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું હતું કે હાથીને જંગલ તરફ ભગાડી દેવામાં આવ્યો છે. ગામના લોકોએ હવે ડરવાની જરૂર નથી, જોકે સાવધાની રાખવી જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...