તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક જ પરિવારના 6 બાળકો સળગીને મૃત્યુ પામ્યા:બિહારમાં મકાઈના ડોડા શેકતી વખતે ઘાસચારામાં આગ લાગી, બાળકોની ઉંમર અઢીથી 5 વર્ષ

અરરિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગામમાં એક જ પરિવારના 6 માસૂમોનું મોત થયું, દિવસભર ગામમાં લોકો શોકમગ્ન જોવા મળતા હતા - Divya Bhaskar
ગામમાં એક જ પરિવારના 6 માસૂમોનું મોત થયું, દિવસભર ગામમાં લોકો શોકમગ્ન જોવા મળતા હતા

અરરિયામાં પલાસીના કવૈયા ગામમાં એક જ પરિવારના છ બાળકો આગમાં સળગી જવાને લીધે મૃત્યુ પામ્યા છે. આ બાળકોની ઉંમર અઢી વર્ષથી 5 વર્ષની છે. આ તમામ એક રૂમમાં મકાઈના ડોડા શેકી રહ્યા હતા. નજીકમાં પશુઓ માટેનો સૂકો ઘાસચારો હતો. જેમાં આગ લાગી ગઈ હતી. અન્ય બાળકોના અવાજ સાંભળીને પરિવારના સભ્યો સ્થળ પર પહોંચી ગયા હતા. પણ ત્યાં સુધીમાં ઘણો વિલંબ થઈ ગયો હતો.

તમામ બાળકોના પરિવાર મજૂરી કરે છે. આગમાં માર્યા ગયેલા એક બાળક અલી હસનના ચાચા અય્યરે કહ્યું કે અચાનક આગ લાગી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ હતી કે લોકો ખબર જ ન પડી કે અંદર કેટલા બાળકો છે. જ્યારે આગ ઓલવવામાં આવી ત્યારે જ ઘરમાં 6 બાળકો હોવાની જાણ થઈ હતી.

ઘટના સમયે ઘરમાં એક સાથે બેઠા હતા બાળકો
પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. જીવ ગુમાવનાર બાળકોની ઓળખ મો.અશરફ (5), ગુલનાજ (2.5), દિલવર (4), બરકસ (3), અલી હસન (3) અને હસ્ન આરા (2.5) તરીકે થઈ છે. આ તમામ બાળકો એક સાથે ત્યાં બેઠા હતા.

આ ઘટના બાદ સમગ્ર ગામમાં ઉદાસિનતા પ્રસરેલી છે.
આ ઘટના બાદ સમગ્ર ગામમાં ઉદાસિનતા પ્રસરેલી છે.

ગામના લોકોના પ્રયત્નોને લીધે આગ પર કાબૂ મેળવી શકાયો
ઘટનાના પ્રત્યક્ષ સાક્ષીઓનું કહેવું છે કે ઘરમાં જ્યારે બાળકો હતા ત્યારે પાસે પુઆલ (સુકુ ઘાસ) રાખવામાં આવ્યું હતું. તેને લીધે આગ લાગી હતી. આગ લાગ્યા બાદ ગામના લોકોએ પોતાની પાસે રહેલા સંશાધનોથી આગ પર કાબૂ મેળવ્યો. જોકે ફાયર બ્રિગેડ પણ અડધા કલાકમાં જ ઘટના સ્થળ પર પહોંચી ગયું હતું. આ સંજોગોમાં આગ પર અંકૂશ મેળવી શકાયો અને નજીકના ઘરોમાં તે ફેલાઈ નહીં.

પોલીસના જણાવ્યા પ્રમાણે ઘર મંજૂર અલીનું હતું, આ ઘટનામાં તેના બાળકનું પણ મોત નિપજ્યુ છે
પોલીસના જણાવ્યા પ્રમાણે ઘર મંજૂર અલીનું હતું, આ ઘટનામાં તેના બાળકનું પણ મોત નિપજ્યુ છે

મૃત બાળકોના પરિવારને 4-4 લાખનું વળતર
પોલીસે જણાવ્યું હતું કે જે ઘરમાં આગ લાગી તે મંજૂર અલીનું ઘર હતું અને તેના બાળકોનું પણ આ ઘટનામાં મૃત્યુ થયું હતું. મૃત બાળકોને 4-4 લાખનું વળતર આપવામાં આવશે. ઘટનાની જાણકારી મળતા પોલીસ અને પ્રશાસનના અધિકારી ત્યાં પહોંચ્યા હતા.

બાળકોના મૃતદેહ ઢાકતા પરિવારજનો
બાળકોના મૃતદેહ ઢાકતા પરિવારજનો

15 દિવસ અગાઉ કિશનગંજમાં આ પ્રકારની ઘટના બની હતી
15 માર્ચના રોજ બિહારના કિશનગંજમાં પણ એક ઘરમાં આગ લાગવાથી પરિવારના વડા અને તેમના ચાર બાળકોના મોત નિપજ્યા હતા. આગથી ગેસ સિલેન્ડર ફાટ્યું હતું.આ ઘટનામાં તેમની પત્ની પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો