• Gujarati News
  • National
  • In Andhra Pradesh, Youth First Drank Acid, Then Stabbed; The Condition Of The Girl Is Critical

બળાત્કાર ન કરી શક્યો તો યુવતીનું ગળું કાપ્યું:આંધ્રપ્રદેશમાં યુવકે પહેલા એસિડ પીવડાવ્યો, પછી ચાકુ માર્યું; યુવતીની હાલત ગંભીર

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

આંધ્રપ્રદેશમાં એક યુવકે સગીરા પર બળાત્કારનો પ્રયાસ કર્યો હતો. જ્યારે યુવતીએ વિરોધ કર્યો તો તેણે પહેલા તેને એસિડ પીવડાવ્યો, પછી તેનું ગળું કાપી નાખ્યું. ઘટના SPS નેલ્લોર જિલ્લાના એક ગામની છે. આરોપીની ધરપકડ કરવામાં આવી છે. યુવતીની હાલત નાજુક છે. મળતી માહિતી મુજબ, આ ઘટના સોમવારે રાત્રે બની હતી, જ્યારે ધોરણ 9માં અભ્યાસ કરતી 14 વર્ષની વિદ્યાર્થિની તેના ઘરમાં એકલી હતી. તેનાં માતા-પિતા કામ માટે બહાર ગયાં હતાં. આ દરમિયાન આરોપી તેના ઘરમાં ઘૂસી ગયો અને તેના પર બળાત્કારનો પ્રયાસ કર્યો હતો. બચવા માટે યુવતી બાથરૂમમાં પુરાઈ ગઈ. યુવકે દરવાજો તોડીને તેની સાથે બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન યુવતીએ તેનો વિરોધ કરવાનું શરૂ કર્યું, તો યુવકે યુવતીના મોઢામાં અને તેના ચહેરા પર ટોઇલેટ સાફ કરવામાં વપરાતો એસિડ નાખ્યો. આ પછી યુવતીએ જોર જોરથી બૂમો પાડવાનું શરૂ કર્યું, ઉશ્કેરાયેલો હુમલાખોર છરીથી તેનું ગળું કાપીને ભાગી ગયો. આ દરમિયાન પાડોશીઓએ યુવતીનો અવાજ સાંભળ્યો અને ઘરે પહોંચ્યા. લોહીથી લથપથ બાળકીને જોઈને તેનાં માતા-પિતાને જાણ કરવામાં આવી હતી. પીડિતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેની હાલત નાજુક હોવાનું કહેવાય છે.

આરોપી પીડિતાનો સંબંધી નીકળ્યો

પોલીસે આરોપી નાગરાજુની ધરપકડ કરી લીધી છે. તે પીડિતાનો સંબંધી હોવાનું કહેવાય છે. પોલીસને શંકા છે કે અન્ય કેટલાક લોકોએ આરોપીઓને મદદ કરી હશે. આ ઘટનાથી લોકોમાં રોષ છે. તેઓ દોષિતોને કડક સજાની માગ કરી રહ્યા છે.

કૃષિમંત્રી રેડ્ડીએ પીડિતાના પરિવાર સાથે મુલાકાત કરી

રાજ્યના કૃષિમંત્રી કાકાની ગોવર્ધન રેડ્ડીએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તે પીડિતાનાં પરિવારજનોને મળ્યો અને ડોક્ટરો પાસેથી તેની સ્થિતિ વિશે પૂછપરછ કરી. મંત્રીએ કહ્યું હતું કે પોલીસે આરોપી વિરુદ્ધ બળાત્કાર અને હત્યાના પ્રયાસનો કેસ નોંધ્યો છે. તેમણે કહ્યું હતું કે બિનજામીનપાત્ર કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેમણે પીડિત પરિવારને આશ્વાસન આપ્યું કે આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવશે. આ દરમિયાન નેલ્લોરના એસપી વિજયા રાવે પણ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું હતું કે પોલીસ તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં તમામ માહિતી બહાર આવશે.

અન્ય સમાચારો પણ છે...