તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

MPમાં ક્રૂરતાનો VIDEO:અલીરાજપુરમાં કોઈને જાણ કર્યા વિના મામાના ઘરે ગઈ હતી યુવતી, ભાગી જવાની શંકાએ તેના પિતા અને ભાઈઓએ યુવતીને વૃક્ષ પર લટકાવીને ઢોરમાર માર્યો

અલીરાજપુરએક મહિનો પહેલા
  • પરિવારના લોકોએ જ યુવતીને નિર્દયતાથી ઢોરમાર માર્યો
  • યુવતી આજીજી કરતી રહી, પણ તેના ભાઈઓ અને પિતા જાનવરોની જેમ મારતા રહ્યા

મધ્યપ્રદેશના અલીરાજપુરમાં એક શરમજનક ઘટના સામે આવી છે. અહીં એક યુવતીને તેના જ ભાઈ અને પિતાએ નિર્દયતાથી ઢોરમાર માર્યો હતો. તેનો ગુનો ફ્ક્ત એટલો જ હતો કે તે કોઈને કહ્યા વગર મામાના ઘરે ગઈ હતી. પરિવારના સભ્યોને શંકા ગઈ કે તે ભાગી ગઈ છે. આ પછી આરોપીએ લાકડી વડે યુવતીને ઝાડ પર લટકાવી અને પછી જમીન પર પટકાવીને લાકડી વડે ખરાબ રીતે ઢોરમાર માર્યો હતો.

યુવતી વિનંતી કરતી રહી, પણ તેમનું હૃદય પીગળ્યું નહીં. આજુબાજુના લોકો પણ આ બધો તમાશો દર્શકો તરીકે જોતા રહ્યા. ફરિયાદ બાદ પોલીસે આરોપીઓ પર માત્ર જામીનપાત્ર કલમો લગાવીને હાથ ખંખેર્યા હતા.

એનાથી નારાજ થઈને તે સાસુ-સસરાને જાણ કર્યા વિના આંબી ગામમાં તેના મામાના ઘરે ગઈ હતી. આ અંગે નાનસીનાં માતા-પિતાને ખબર પડી. તેને આ વિશે ખૂબ ગુસ્સો આવ્યો. તેમને લાગ્યું કે યુવતી ઘરેથી ભાગી ગઇ છે. 28 જૂનના રોજ યુવતીને પરત ફૂટતળાવ પર લઈ આવ્યા હતા. આ પછી એ જ મુદ્દાને લઇને સાંજના પાંચ વાગ્યે તેમણે યુવતીને ઢોરમાર માર્યો હતો.

યુવતીને વૃક્ષ પર લટકાવવામાં આવી, પછી જમીન પર પટકાવીને માર માર્યો
નાનસીના ભાઈઓ કરમ, દિનેશ, ઉદય અને પિતા કેલસિંહ નિનામાએ નાનસીને ઓરડામાંથી બહાર કાઢી હતી. પહેલા ઘરે માર માર્યો. મારતાં મારતાં તેને ખેતરમાં લઈ ગયા હતા. અહીં તેને વૃક્ષ પર લટકાવવામાં આવી હતી. પછી લાકડી વડે યુવતીને ઢોરમાર માર્યો હતો. તે આજીજી કરતી રહી. આનાથી પણ આરોપીનું મન ભરાયું નહીં. વૃક્ષ પરથી નીચે ઉતારીને તેને જમીન પર સુવડાવીને જાનવરોની જેમ માર મારતા તૂટી પડ્યા હતા.

મધ્યપ્રદેશના અલીરાજપુરમાં એક યુવતીને તેના જ ભાઈ અને પિતાએ ઢોરમાર માર્યો હતો.
મધ્યપ્રદેશના અલીરાજપુરમાં એક યુવતીને તેના જ ભાઈ અને પિતાએ ઢોરમાર માર્યો હતો.

ત્યાં હાજર લોકો પણ આ બધો જ તમાશો દર્શકો બનીને જોતા રહ્યા. આરોપીઓએ યુવતીને ઢોરમાર મારતાં અધમૂઇ થઈ ગઈ હતી. તો કેટલાક લોકોએ તેનો વીડિયો બનાવ્યો હતો. આ પછી સોશિયલ મીડિયા પર એને અપલોડ કર્યો હતો.

પોલીસે આરોપીઓને જેલમાં ધકેલી દીધા
આ અંગે યુવતીએ પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે આ મામલે માત્ર ખોટો દાવો કર્યો હતો. કેસમાં જામીનપાત્ર કલમો લાદતાં ત્રણ ભાઈઓ અને પિતાની ધરપકડ કરવામાં આવી હતી. એસપી પી. વિજય ભગવાની દ્વારા એવું કહેવામાં આવે છે કે આ કેસમાં આરોપી વિરુદ્ધ રિપોર્ટ નોંધવામાં આવ્યો છે. હાલ આરોપીઓને જેલમાં મોકલી દેવાયા છે.

જાહેરમાં માર મારવાનો આ છઠ્ઠો મામલો
ગયા વર્ષે પણ જિલ્લામાં આ પ્રકારની અનેક ઘટના સામે આવી ચૂકી છે. ફેબ્રુઆરીએ 2020માં સોડવા પોલીસ મંથક વિસ્તારમાં યુવક સાથે ભાગી જવાની શંકા રાખીને એક યુવતીને જાહેરમાં માર મારીને તેના વાળ કાપી નાખવામાં આવ્યા હતા. એક મામલો 16 ફેબ્રુઆરી 2020માં પણ આવ્યો હતો. ચાંદપુર પોલીસ મથકના એક વિસ્તારમાં જીજા અને સાળીને માર મારવાની ઘટનાનો વીડિયો પણ વાઇરલ થયો હતો. ફરિયાદીને છોકરી ભગાડી જવા બાદ સોદાના 25 હજાર રૂપિયા ન આપવા બાબતે માર મારવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...