તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • In Agra, A Dog Was Killed By Riding A Bike In The Middle Of The Night, Police Registered A Case Of Animal Slaughter.

ઉત્તર પ્રદેશ:આગરામાં અડધી રાતે કૂતરા પર બાઇક ચઢાવી હત્યા કરી, પોલીસે પશુવઘનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

3 મહિનો પહેલા

ઉત્તર પ્રદેશના આગરામાં એક દયાહીન બાઇકચાલકે જાણીજોઈને કૂતરાની હત્યા કરી હતી. આ સમગ્ર ઘટના રોડ પર લાગેલાં CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, અડધી રાતે કેટલાક કૂતરા રોડ પર બેઠા છે. આ દરમિયાન બાઇકચાલક આવે છે અને એક કૂતરા પર બાઇક ચઢાવીને જતો રહે છે. આ પછી તે બાઇકચાલક ફરી પાછો આવે છે અને કૂતરા પર બાઇક ચઢાવીને ભાગી જાય છે. આ દરમિયાન ગંભીર રીતે ઘાયલ કૂતરાનું ઘટના સ્થળે મોત થાય છે. મહત્ત્વનું છે કે, આ હત્યા પછી લોકોએ ફરિયાદ કરતાં પોલીસે પશુવધનો ગુનો નોંધી આરોપીની તપાસ હાથ ઘરી છે.

અન્ય સમાચારો પણ છે...