તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • In Addition To Reddy's, The Serum Institute Also Received Approval To Develop A Russian Vaccine, Which The Company Will Test And Analyze.

ભારતમાં 2 કંપની બનાવશે સ્પૂતનિક V:રેડ્ડીઝ ઉપરાંત સીરમ ઈન્સ્ટીટ્યૂટને પણ રશિયન વેક્સિન બનાવવાની મંજૂરી મળી, ટેસ્ટ અને એનાલિસિસ કરશે કંપની

15 દિવસ પહેલા
  • કૉપી લિંક
મંજૂરી મળ્યા બાદ SII સ્પૂતનિક V વેક્સિનનું ટેસ્ટિંગ અને એનાલિસિસ કરી શકશે - Divya Bhaskar
મંજૂરી મળ્યા બાદ SII સ્પૂતનિક V વેક્સિનનું ટેસ્ટિંગ અને એનાલિસિસ કરી શકશે

સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII) હવે કોવિશીલ્ડની સાથે રશિયાની કોવિડ વેક્સિન સ્પૂતનિક V વેક્સિન પણ બનાવશે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ દેશની ડ્રગ રેગ્યુલેટરી ઓથોરિટીએ શુક્રવારે તેની મંજૂરી આપી દીધી છે. જે બાદ કંપની વેક્સિનનું ટેસ્ટિંગ અને એનાલિસિસ પણ કરી શકશે. અત્યાર સુધીમાં સ્પૂતનિક-V ભારતમાં ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ બનાવી રહી છે.

હાલ કોવિશીલ્ડની સપ્લાઈ વધારી રહી છે કંપની
હાલમાં જ SIIએ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને એક પત્ર લખ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે તેના કર્મચારીઓ સમક્ષ અનેક પડકારો છે તેમ છતાં તેઓ 24 કલાક કામ કરી રહ્યાં છે. જૂનમાં અમે કોવિશીલ્ડ વેક્સિનના લગભગ 10 કરોડ ડોઝ બનાવવા અને સપ્લાઈ કરવામાં સક્ષમ હોઈશું. મેમાં અમારી ઉત્પાદન ક્ષમતા 6.5 કરોડ ડોઝ હતી.

સીરમ વેક્સિન બનાવનારી દુનિયાની સૌથી મોટી કંપની
સીરમ ઈન્સ્ટીટ્યૂટ વેક્સિન બનાવનારી દુનિયાની સૌથી મોટી કંપની છે. અત્યાર સુધીમાં આ અલગ અલગ વેક્સિનના 1.5 અબજ ડોઝ વેચી ચુક્યા છે. આ એક પ્રકારનો રેકોર્ડ પણ છે. આ આંકડા મુજબ દુનિયાના 60% બાળકોને સીરમની કોઈને કોઈ વેક્સિન જરૂરથી લાગી છે.

170 દેશોમાં સીરમ વેક્સિનની સપ્લાઈ થાય છે
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશ પાસેથી મંજૂરી મેળવેલી સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)ની વેક્સિન 170 દેશોમાં સપ્લાય થાય છે. આ કંપની પોલિયો વેક્સિનની સાથે સાથે ડિપ્થેરિયા, ટિટનસ, પટર્યુસિસ, HIV, BCG, આર-હેપિટાઈટિસ બી, ઓરી, મમ્પસ અને રૂબેલાની વેક્સિન પણ બનાવે છે.

અન્ય સમાચારો પણ છે...