બમ્બઈથી બનારસ: 78 કલાકથી LIVE રિપોર્ટ / કાશીના એક ગામમાં બે લોકો નાવ પર ક્વોરન્ટીન છે, તડકામાં પીપા પુલ નીચે જતા રહે છે, તેની ઉપર જ ચુલો રાખી ભોજન બનાવે છે

In a village in Kashi, two people are quarantined on a boat.
X
In a village in Kashi, two people are quarantined on a boat.

  • ગામમાં આશરે 150 લોકો મુંબઈ અને અન્ય રાજ્યોથી આવ્યા છે, લોકોએ પોતાની જાતને કોઈ નદી કિનારે, કોઈએ ખેતરમાં તો કોઈએ સ્મશાનોમાં ક્વોરન્ટીન કરી છે
  • અગાઉ આશરે છ-સાત ક્વિન્ટલ માછલી પકડી વેચતા હતા, આ ગામમાં આશરે 80 નિષાદ પરિવાર પાસે કુલ 100 નાવ ગંગામાં છે

દિવ્ય ભાસ્કર

May 20, 2020, 10:11 PM IST

વિનોદ યાદવ અને મનીષા ભલ્લા. ભાસ્કરના જર્નલિસ્ટ બમ્બઈથી બનારસની સફર પર નિકળ્યા છે. તેમણે માર્ગો પર જ્યાથી લાખો લોકો તેમના ગામ તરફ ચાલીને જઈ રહ્યા છે. કોઈ ખુલ્લા પગે, ચાલીને, સાઈકલ, ટ્રકો અને ગાડીઓમાં ભરીને કોઈ પણ સંજોગોમાં ઘરે જવા માંગ છે. છેવટે મુશ્કેલ સમયમાં આપણે ઘરે જ તો જઈ છીએ. અમે પણ આ માર્ગોની જીવિત કહાની તમારા સુધી લઈ આવ્યા છીએ.15મો અહેવાલઃ મલ્લાહ વસ્તી ધરાવતા ગામ કૈથીથીઃ
કુલદીપ નિષાદ ઉર્ફે કલ્લૂ અને પપ્પૂ નિષાદ ઉર્ફે ભેડા ગંગા કિનારાના વિવિધ નાવ પર ક્વોરન્ટીન કર્યા છે. બન્ને ગુજરાતના મહેસાણાથી પરત આવ્યા છે. ગામ પ્રધાન અજય યાદવના મતે બન્ને શેરડીના જ્યુસની દુકાન પર કામ કરતા હતા. લોકડાઉનને લીધે તેમની નોકરી જતી રહી.તેઓ અમદાવાદથી ગાજીપુર અને બાદમાં ત્યાથી વારાણસી આવ્યા.

ગુજરાતથી તેમના ગામ આવેલ કલ્લૂ ઉર્ફે કુલદીપ નિષાદ કહે છે કે તેમને 22 દિવસનો 6 હજાર પગાર જ્યુસ સેન્ટરના માલીકે આપ્યો નથી અને હવે તે શહેરથી પરત આવ્યા બાદ તેમની આ નાવ પર રહે છે.

કલ્લૂ 9-10 દિવસથી ગંગા કિનારા તેના પરિવારની નાવ પર ક્વોરન્ટીન છે. દિવસમાં જ્યારે તડકો સહન ન થાય તો નવ પાસેના મોટા પીપા નીચે  જતો રહે છે

ગંગા નદી પર બનેલા પીપના પુલ પર કેટલાક વાસણ જોવા મળે છે. તેમને પૂછતા કહે છે કે મારા વાસણ છે. હું પીપા પર જ ચૂલો લગાવી ભોજન બનાવી લઉ છું. રાત્રે અમારી નાવમાં આવી જઈ છીએ અને ક્યારેક ગંગા નદીમાં દૂર લઈ જઈ ત્યાં રહી છીએ.

આમ તો કલ્લૂનું પહેલા મહેણાસા અને બાદમાં વારાણસીમાં થર્મલ સ્ક્રીનિંગ થયું હતું. તેમના મેડિકલ રિપોર્ટ નોર્મલ આવ્યા છે. કલ્લુની માફક પપ્પૂ નિષાદ પણ નાવમાં ક્વોરન્ટીન છે. કહે છે કે મહેસાણામાં દાળ-રોટી માટે મરી રહ્યો હતો. અહીં ગામમાં પરિવાર અને ગામના  લોકો મદદ કરે છે. સરકાર પણ કંઈકને કંઈક અમે મલ્લાહોને આપશે જ ને?

પપ્પૂ નિષાદ પણ નાવ પર જ ક્વોરન્ટીન છે. તે કહે છે કે મારી પાસે નાની નાવ છે

બે કલાક અગાઉ મુંબઈથી આવેક એક 30 વર્ષિય વ્યક્તિને પ્રશાસનવાળા લોકો લઈને ગયા છે. એવું કહેવામાં આવે છે કે તે કોવિડ-19નો દર્દી છે. સ્થાનિક પોલીસે તેમના સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો છે. આ મહોલ્લામાં આશરે 100 ઘર છે. મહોલ્લાના નાકે ઉભેલી એક વ્યક્તિ કહે છે કે આશરે 150 લોકો મુંબઈ અને અન્ય રાજ્યોમાંથી આવ્યા છે. લોકોએ પોતાને ક્વોરન્ટીન કર્યા છે.

છત પર રહેલ ભોલા યાદવ પણ ક્વોરન્ટીન છે

ગામના ઝામ્મન યાદવ કહે છે કે સરકારે ક્વોરન્ટીનની યોગ્ય વ્યવસ્થા કરી નથી. સરકારની વ્યવસ્થા પર લોકોને વિશ્વાસ નથી. પણ તે વિચારે છે કે સરકારે તૈયાર કરેલા ક્વોરન્ટીન સેન્ટરમાં તેમને વિપરીત કોરોના થઈ જશે. માટે જ્યાં પણ સમજમાં આવે છે ત્યાં તે રહે છે. પરિવાર બહારથી આવનારને રાખવામાં આવતા નથી અને આ લોકો પણ પરિવારથી દૂર રહે છે.

ઈમ્મન કહે છે કે ટીવીએ મુંબઈથી ગામ આવનાર વિરુદ્ધ એવો તે માહોલ બનાવી દીધો છે કે ગામના લોકો પણ નથી ઈચ્છતા કે તે લોકો ગામમાં રહે. માટે ખેતર અને અંતરિયાળ જગ્યા પર તેઓ રહે છે.

ગામડે આવેલા લોકો કોઈ ગામની બહાર રહે છે તો કોઈ ખેતરમાં રહે છે

કૈથી ગામ ગંગા-ગોમતીના સંગમ પર વસેલ છે. જ્યાં મોટાભાગની વસ્તી મલ્લાહ એટલે કે માચ્છીમારોની છે. આમ તો આ ગામ માર્કણ્ડેય મહાદેવ મંદિરને લીધે જાણીતુ છે. અમારા ડ્રાઈવર રાજૂ જ્યારે બનારસની ઘુમાવદાર ગલીઓથી આ ગામોમાં લઈ જાય છે ત્યારે ગાડી પર મહારાષ્ટ્રનો નંબર જોઈ લોકો અમારા તરફ વધારે ધ્યાન આપે છે.ગામમાં મુંબઈના માનખુઈથી આવેલ 40 વર્ષિય ઓમપ્રકાશ રાજભર કોરોના પોઝિટિવ આવ્યો છે.

ગામ કૈથીમાં આશરે 1500 માચ્છીમાર પરિવાર રહે છે. તેઓ કોરોનાની સ્થિતિમાં ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે

ગામના મહોલ્લામાં 45 વર્ષિય ગોધન નિષાદ ખુબ જ સન્માનિત વ્યક્તિ માનવામાં આવે છે. અમારા ગામમાં કોરોના મહામારી અગાઉ આશરે છ-સાત ક્વિન્ટલ માછલી રોજ પકડી વેચવામાં આવતી હતી. આ ગામના આશરે 80 નિષાદ પરિવાર પાસે કુલ 100 નાવ ગંગામાં છે. હવે ગામમાં મોટી સંખ્યામાં લોકો પલાયન કરી આવી રહ્યા છે. જો સરકાર માચ્છીમારોને મદદ માટે આ લોકડાઉનના સંકટમાં આગળ આવે છે તો તે નવી પેઢીના લોકો પણ વધારે આકર્ષિત થશે અને ગામના મલ્લાહોનું પલાયન અટકશે.

આ ગામોમાંથી થોડા બહાર કૈથી ઘાટ બનાવવા માટે કામ ચાલી રહ્યું છે. આગ્રાના રહેવાસી સંજીત સિંહ નજીકના ચાર લોકો સાથે ફૂસની ઝુપડીમાં રહી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે હું આગ્રાનો રહેવાસી છું. આગ્રામાં કોરોનાને લઈ સ્થિતિ ખરાબ છે. અહીં નદી કિનારે કામ ચાલી રહ્યું છે. પણ ગામ કેથી અને બનારસમાં રેડ ઝોનમાં છે. માટે અમે ચાર લોકો નદી કિનારે આ સુનસાનમાં રહી છીએ.

માતાને કહેવાથી સંજીત ગામની બહાર એકલો રહે છે

સંજીતે કહ્યું કે તેમની માતાનું કહેવું છે કે આ લોકો નદી કિનારે કોઈ એકાંત જગ્યા પર જાય. માટે કોરોનાથી બચવા માટે તે જ્યાં પણ ઠીક લાગ્યું ત્યાં રહે છે. સંજીત કહે છે કે અમે લોકો અહીં ગામવાળાને આવવા દેતા નથી.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી