તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • In A Society In Ghatkopar, A Parking Slab Broke And A Car Parked On It Sank Into A Well In 10 Seconds, Watch The Shocking Video

મુંબઈ:ઘાટકોપરની એક સોસાયટીમાં પાર્કિંગનો સ્લેબ તૂટતાં તેનાં ઉપર ઊભેલી કાર 10 સેકન્ડમાં કૂવામાં ગરકાવ થઈ ગઈ, જુઓ શૉકિંગ વીડિયો

4 મહિનો પહેલા

મુંબઈમાં છેલ્લાં કેટલાક દિવસથી સતત વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગે 13 જૂન સુધી મુંબઈ, ઠાણે અને રાયગઢ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ થવાની આગાહી કરી છે. જોકે, આ દરમિયાન ઘાટકોપર વિસ્તારમાં આવેલી એક સોસાયટીના પાર્કિગમાં કાર કૂવામાં ગરકાવ થઈ ગઈ હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો પણ થયો છે. મહત્ત્વનું છે કે, સોસાયટીમાં પહેલાં એક કૂવો હતો જેને પુરાણ કરી RCCનો સ્લેબ ભરી પુરી દીધો હતો. આ પછી છેલ્લાં કેટલાક દિવસથી ભારે વરસાદ થવાને લીધે RCCનો સ્લેબ તૂટી ગયો હતો અને તેના પર પાર્ક કરાયેલી કાર કૂવામાં આખેઆખી ગરકાવ થઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. આ ઘટના અંગે BMCએ એક નિવેદન જાહેર કરી કહ્યું છે કે, 'આ ઘટના અંગે કોર્પોરેશનને કંઈ લેવા દેવા નથી.'

અન્ય સમાચારો પણ છે...