દેશમાં 24 કલાકમાં નવા કેસ 23% વધ્યા:મુંબઈની શાળામાં 22 બાળકોને કોરોના, 4ની ઉંમર 12થી ઓછી

મુંબઈ/નવી દિલ્હી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેન્દ્ર સરકારે કહ્યું- તહેવારોના 2 મહિનામાં સતર્ક રહેવાની જરૂર

મુંબઈ સેન્ટ્રલ આગ્રીપાડા ખાતેના અનાથઆશ્રમમાં બાળકો સહિત 22 જણામાં કોવિડનું નિદાન થયું છે. તેમાં 12 વર્ષથી ઓછી ઉંમરનાં 4 બાળકોનો સમાવેશ થાય છે. તેમને નાયર હોસ્પિટલમાં દાખલ કરાયાં છે, જ્યારે બાકી બાળકો સહિતના 18 જણને ભાયખલા ખાતે રિચર્ડસન એન્ડ ક્રુડાસ જમ્બો કોવિડ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યાં છે.

આમાં 11 જણ 12થી 18 વર્ષના છે, જ્યારે 7 પુખ્ત છે, એવી માહિતી મહાપાલિકાના નાયબ જનસંપર્ક અધિકારી તાનાજી કાંબળેએ ગુરુવારે આપી હતી. આ પછી મહાપાલિકા દ્વારા અનાથ આશ્રમને સીલ કરી દેવામાં આવ્યો છે. આગ્રીપાડા ખાતે સેન્ટ જોસેફ બોર્ડિંગ સ્કૂલ અને અનાથ આશ્રમનાં બે બાળકોને કોવિડનું નિદાન થયું હતું.

દરમિયાનમાં કેન્દ્ર સરકારે કહ્યું છે કે આગામી બે મહિના દરમિયાન તહેવારોની ઉજવણીમાં સાવચેતી રાખવી જરૂરી છે. હજુ બીજી લહેર ગઈ નથી. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું ફરજિયાત છે. દેશમાં કોરોનાના કેસમાં છેલ્લા 24 કલાક દરમિયાન 23%નો ઉછાળો નોંધાયો છે.

દેશની 2.6% વસતીવાળા કેરળમાં 68% નવા કેસ, 52% વસતીનાં 13 રાજ્યમાં 1%
દેશમાં કોરોનાના નવા દર્દીઓનો આંકડો ફરી 46 હજારને પાર જઇ ચૂક્યો છે. તેમાંથી 31 હજાર એટલે કે 68% કેસ દેશની માત્ર 2.6% વસતીવાળા કેરળમાં છે. બીજી તરફ યુપી, બિહાર, મધ્યપ્રદેશ સહિત 13 રાજ્યમાં દૈનિક નવા કેસની હિસ્સેદારી કુલ મળીને 1% પણ નથી. આ રાજ્યોમાં 100થી ઓછા દર્દી મળી રહ્યા છે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે કેરળમાં સ્થિતિ બેકાબૂ થઇ રહી છે, કેમ કે ત્યાં હોમ ક્વોરેન્ટાઇન સંપૂર્ણપણે ફેલ સાબિત થયું છે.

અન્ય સમાચારો પણ છે...