તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • In A Hospital In Indore, The Relatives Of The Patient Brought Cylinders In The Bike car Due To Lack Of Oxygen, MP Found 6,489 Patients In 24 Hours.

MPમાં કોરોના LIVE:ઈન્દોરની એક હોસ્પિટલમાં ઓક્સિજન સમાપ્ત થયો તો દર્દીના સગા બાઇક-કારમાં સિલિન્ડર લઈ આવ્યા, MPમાં 24 કલાકમાં 6,489 દર્દી મળ્યા

મધ્યપ્રદેશ2 મહિનો પહેલા
ઈન્દોરના ગુર્જર હોસ્પિટલમાં ઓક્સિજન સમાપ્ત થવાની પરિસ્થિતિ સર્જાઈ હતી. મોડી રાત્રે હોસ્પિટલ તંત્રએ દર્દીઓને કહ્યું કે ઓક્સિજન સમાપ્ત થઈ રહ્યો છે, કોઈ અન્ય હોસ્પિટલમાં શિફ્ટ થઈ જાઓ. આ બાબતે દર્દીના પરિવારજન બાઇક અને કાર દ્વારા સિલિન્ડર લઈને પહોંચ્યા હતા.
  • સરકાર હવે વાતાવરણમાંથી ઓક્સિજન ખેંચનારા 2000 મશીન ખરીદશે

મધ્યપ્રદેશમાં લોકડાઉન અને નાઈટ કર્ફ્યૂ બાદ પણ સંક્રમણની ઝડપ ઘટી રહી નથી. ઈન્દોર, ભોપાલ અને જબલપુરમાં સૌથી વધુ પરિસ્થિતી ખરાબ છે. ઇંડોરના ગુર્જર હોસ્પીટલમાં રવિવારે રાત્રે ઓક્સિજન સમાપ્ત થઈ ગયો હતો. હોસ્પિટલ તંત્રએ દર્દીના પરિવારને દર્દીને અન્ય બીજી હોસ્પીટલમાં શિફ્ટ કરવા જણાવ્યુ છે. આ બાબતે હોબાળો પણ થયો હતો. થોડીવારમાં પરિવારજન પોતે જ બાઇક અને કારમાં રાખીને સિલિન્ડર લઈ આવ્યા હતા. આ દરમિયાન વેન્ટિલેટર પે રહેલ એક દર્દીનુ મોત પણ થઈ ગયું હતુ.

4 મોટાં શહેરોમાં જ 50% દર્દી
રાજયમાં છેલ્લા 24 કલાકમાં 6,489 લોકો કોરોના પોઝિટિવ સામે આવ્યા હતા, જ્યારે 37 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ચાર મોટા શહેરો- ઈન્દોર, ભોપાલ, જબલપુર અને ગ્વાલિયરમાં જ 50% થી વધુ દર્દીઓ મળી રહ્યા છે. આ શેરોમાં છેલ્લા 24 કલાકમાં 16 લોકોના મોત થયા છે, અને 2700થી વધુ કેસ આવ્યા હતા. આરોગ્ય શિક્ષણ મંત્રી વિશ્વાસ સારંગનો ભાણો અને ભાણીને પણ સંક્રમણ લાગ્યું છે.

સરકાર વાતાવરણથી ઓક્સિજન ખેંચનારા 2,000 મશીન ખરીદશે
ઓક્સિજનની વધતી માંગને જોતાં રાજ્ય સરકાર હવે 2,000 ઓક્સિજન કંસંટ્રેટર ખરીદવાની તૈયારીમાં છે. તે એક સપ્તાહમાં આવી જશે. તેને દરક જિલ્લા અને હોસ્પીટલમાં મોકલવામાં આવશે. આ મશીન વાતાવરણમાંથી દર મિનિટે 1 થી 6 લોટર ઓક્સિજન ખેંચે છે. કોરોનાની પ્રથમ લહેરના સમયે કેન્દ્ર સરકારે 2,000 ઓક્સિજન કંસંટ્રેટર મોકલ્યા હતા. હવે રાજ્ય સરકાર પોતાના ખર્ચે તેને ખરીદશે.

ઓફિસમાં કર્મચારીઓની સંખ્યા ઘટાડવામાં આવી
મધ્યપ્રદેશમાં કોરોનાથી પરિસ્થિતી ખરાબ થવાની અસર સરકારી તંત્ર પર પડી છે. રાજ્ય સરકારનો ઓફિસોમાં કર્મચારીઓની હાજરી સીમિત કરી દીધી છે. મંત્રાલય અને અન્ય સરકારી કચેરીઓમાં વર્ગ ત્રણ અને વર્ગ ચારના કર્મચારીઓની હાજરી 25% રોટેશનમાં થશે. ક્લાસ 1 અને ક્લાસ 2 ના અધિકારીઓની હાજરી 100% રહેશે. જીલ્લામાં આ બાબતે કલેકટર નિર્ણય લેશે.

ભોપાલ: વેન્ટિલેટર પર 700 દર્દી
અહીં છેલ્લા 24 કલાકમાં 824 નવા દર્દી મળી આવ્યા છે. 3 લોકોના મોત થયા છે. હોસ્પીટલમાં પરિસ્થિતી ખૂબ જ ખરાબ થઈ ચૂકી છે. રાજધાનીના 51 સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં 900 વેન્ટિલેટર છે. 700 દર્દી વેન્ટિલેટર પર છે. સરકાર અને આરોગ્ય વિભાગે એપ્રિલના 10 દિવસમાં 40 વેન્ટિલેટર વધાર્યા છે, પરંતુ આ અપૂરતા છે.

ઈન્દોર ; સતત બીજા દિવસે 900થી વધુ કેસ આવ્યા
કોરોનાના કેસ મુદ્દે ઈન્દોર સૌથી વધુ સંવેદનશીલ શહેર બની ગયું છે. અહીંયા સતત દર્દીની સંખ્યા વધી રહી છે. રવિવારે 923 લોકો પોઝિટિવ નોંધાયા હતા, 6 લોકો મૃત્યુ પામ્યા હતા. એક દિવસ પહેલા અહીં 912 કેસ આવ્યા હતા અને 5 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

ગ્વાલિયર ; 515 કેસ નોંધાયા, માતા-પુત્રી સહિત ત્રણના મોત
રાજયમાં ગ્વાલિયર ત્રીજો સૌથી વધુ સંક્રમિત જિલ્લો બની ગયો છે. રવિવારે 1,908 સેમ્પલમાંથી 497 લોકોનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. માતા-પુત્રી સહિત ત્રણ લોકોના મોત થયા છે. અહીંયા સંક્રમણનો દર 26% એ પહોંચી ગયો છે. જિલ્લા તંત્રએ શહેરના 3 વોર્ડના 15થી વધુ વિસ્તારને કાન્ટેનમેન્ટ ઝોન જાહેર કર્યા છે. 19 એપ્રિલ સુધી અહીં લોકડાઉન રહેશે.

જબલપુર ; 496 કેસ સામે આવ્યા, 18,000માં વેચાઈ રહ્યું રેમડેસિવિર ઇન્જેકશન
અહીં છેલ્લા 24 કલાકમાં 469 નવા કેસ નોંધાયા છે. એપ્રિલમાં નવા કેસનો રેકોર્ડ દરરોજ તૂટી રહ્યો છે. અહીં હાલમાં 2,656 એક્ટિવ કેસ છે. સૌથી મોટી ચિંતાની વાત ટે છે કે હવે દર્દીઓને સારવાર પણ નથી મળી રહી. રવિવારે તેની એક પેટર્ન જોવા મળી. શહેરના મઢાતાલમાં મનીષ મેડિકલ સ્ટોર પર રેમડેસિવિરનું એક ઇન્જેકશન કાળાબજારમાં 18 હજાર રૂપિયામાં વેચાઈ રહ્યું છે. એમડીએમને આ જાણકારી મળતા આ મેડિકલ સ્ટોરને સીલ કરી દેવામાં આવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...