તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાઈફલ વુમન:પ્રથમવાર ભારત-પાકિસ્તાન વચ્ચેની લાઈન ઓફ કન્ટ્રોલ પર 30 મહિલા સૈનિકો ફરજ બજાવશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દેશમાં પ્રથમવાર ઇન્ડિયન આર્મીની રાઈફલ વુમન્સ ભારત-પાકિસ્તાન વચ્ચેની લાઈન ઓફ કન્ટ્રોલ(LoC) પર ફરજ બજાવશે. 30 મહિલા સૈનિકોને આસામ રાઈફ્લ્સ તરફથી ડેપ્યુટેશન પર ઉત્તર કાશ્મીરના તંગધાર સેક્ટરમાં પોસ્ટિંગ કર્યું છે. આસામ રાઈફલ્સનાં મહિલા સૈનિકોને જોઈને સ્થાનિકો પણ ખુશખુશાલ થઇ ગયા હતા.

30 મહિલા સૈનિકોનાં કેપ્ટન ગુરસિમરન કૌર છે. ગુરસિમરન કૌર આર્મી સર્વિસ કોપ્સ સાથે સંકળાયેલા છે અને પોતાના પરિવારની ત્રીજી પેઢીના આર્મી ઓફિસર છે. મહિલા સૈનિકોને LoC પર સિક્યોરીટી ચેકપોઈન્ટ્સથી નિયંત્રણ અને મહિલા સુરક્ષા માટે તૈનાત કર્યા છે. રિપોર્ટ્સ પ્રમાણે, અહિ બોર્ડર પર હથિયાર અને ડ્રગ્સની દાણચોરી થાય છે.

આની પહેલાં વર્ષ 1990ની મધ્યમાં આર્મીમાં મહિલાઓ સંખ્યા ઘણી ઓછી દેખાતી હતી. તેમને આપવામાં આવતા કામની પણ લિમિટેશન હતી, પરંતુ ગયા વર્ષે આર્મીએ આશરે 50 મહિલાઓને જવાન કે સૈનિકની પોસ્ટ પર સીએમપીમાં પોસ્ટિંગ કર્યું હતું, હાલ તેમની ટ્રેનિંગ ચાલી રહી છે.

દેશની રક્ષા કરતા આ તમામ મહિલા સૈનિકોને સલામ !

અન્ય સમાચારો પણ છે...