તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • In 9 Points, Nikhil Pointed Out The Mistakes Of TMC MP, Said Remained Like Wife, But Did Not Register Marriage

નુસરતના આરોપો સામે પતિનો જવાબ:9 પોઈન્ટ્સમાં નિખિલે જણાવી TMC સાંસદની ભૂલો, કહ્યું- પત્નીની જેમ રહી, પણ લગ્ન રજિસ્ટર ન કરાવ્યા

નવી દિલ્હી/કોલકાતા9 દિવસ પહેલા

બંગાળી અભિનેત્રી અને તૃણુમૂલ કોંગ્રેસના સાંસદ નુસરત જહાંના આરોપોને તેના પતિ નિખિલ જૈને જવાબ આપ્યો છે. તેઓએ આરોપોને પાયાવિહોણા ગણાવતા 9 પોઈન્ટ્સમાં પોતાની સ્પષ્ટતા રજૂ કરી છે અને નુસરતના દરેક આરોપોનો જવાબ આપ્યો છે.

નિખિલે કહ્યું કે અમે જ્યારે સાથે રહેતા હતા ત્યારે મેં ઘણી વખત નુસરતને લગ્ન રજિસ્ટર કરાવવાનું કહ્યું હતું, પરંતુ તેને સતત મારી રિક્વેસ્ટને ઈગ્નોર કરી. 5 નવેમ્બર 2020નાં રોજ નુસરત પોતાની બેગ અને સામાન લઈને પર્સનલ ફ્લેટમાં શિફ્ટ થઈ ગઈ. જે બાદથી અમે સાથે નથી રહેતા. તે તેની તમામ વસ્તુ, પેપર્સ અને ડોક્યુમેન્ટ્સ સાથે લઈ ગઈ. IT રિટર્નના કાગળ અને બાકી પર્સનલ સામાન પણ તેને થોડાં જ દિવસોમાં પહોંચાડી દેવાયો.

નુસરત જહાં અને નિખિલ જૈનના કોલકાતામાં થયેલા રિસેપ્શનમાં મમતા બેનર્જી પણ પહોંચ્યા હતા.
નુસરત જહાં અને નિખિલ જૈનના કોલકાતામાં થયેલા રિસેપ્શનમાં મમતા બેનર્જી પણ પહોંચ્યા હતા.

9 પોઈન્ટ્સમાં નિખિલની ચોખવટ
1. નુસરત માટે મેં ઘણું બધું કર્યું છે.
2. લગ્ન રજિસ્ટર કરાવવા માટે કાયમ ઈનકાર કરતી રહી.
3. 2020થી જ વ્યવહારમાં બદલાવ આવ્યો.
4. પ્રેમ ન હતો છતાં પણ પ્રપોઝ કર્યું.
5. 5 નવેમ્બર 2020નાં રોજ નુસરતે ઘર છોડી દીધું.
6. તે પોતાની સાથે તમામ ડોક્યુમેન્ટ્સ લઈ ગઈ.
7. આરોપો પછી મારે આ બધી વાત પબ્લિક કરવી પડી.
8. પૈસાની ગડબડનો આરોપ ખોટો છે.
9. બેંક સ્ટેટમેન્ટમાં બધું જ જોઈ શકાય છે.

નિખિલે કરી હતી આર્થિક મદદ
નિખિલે દાવો કર્યો કે તેને નુસરત પાસેથી ખોટી રીતે ક્યારેય પૈસા નથી લીધા. નુસરતે લગ્ન પહેલાં હોમ લોન લીધી હતી, તેના પ્રેશરને ઓછું કરવા માટે નિખિલે નુસરતની આર્થિક મદદ કરી હતી. બંને વચ્ચે સમજૂતી પમ થઈ હતી કે જેમ-જેમ નુસરતની પાસે પૈસા આવશે, તે નિખિલને પરત કરી દેશે. તે જ પૈસા નુસરતના ખાતામાંથી નિખિલના ફેમિલી એકાઉન્ટમાં ટ્રાંસફર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કોઈ અલગથી એક પણ રૂપિયો નથી લીધો. બેંક સ્ટેટમેન્ટ આ વાતનું પ્રુફ છે.

નિખિલ જૈનનું કહેવું છે કે નુસરત એકાએક ઘર છોડીને ચાલી ગઈ અને ફ્લેટમાં રહેવા લાગી.
નિખિલ જૈનનું કહેવું છે કે નુસરત એકાએક ઘર છોડીને ચાલી ગઈ અને ફ્લેટમાં રહેવા લાગી.

થોડાં દિવસમાં જ વ્યવહારમાં આવવા લાગ્યો હતો બદલાવઃ નિખિલ
નિખિલે કહ્યું કે મેં મારો સમય અને અન્ય વસ્તુઓ પતિની જેમ જ ઈન્વેસ્ટ કરી. મારો પરિવાર, મિત્રો અને લગભગ બધાં જ જાણે છે કે મેં નુસરત માટે શું નથી કર્યું. મેં હંમેશા કોઈ પણ લાલચ વગર જ તેને સપોર્ટ કર્યો છે. જો કે લગ્નના થોડાં સમય બાદ જ મારા પ્રત્યે અને લગ્નજીવન પ્રત્યેનો તેના વ્યવહારમાં બદલાવ આવવાના શરૂ થઈ ગયા.

અન્ય સમાચારો પણ છે...