ઈન્ડોનેશિયાની મસ્જિદમાં ભયંકર આગ, VIDEO:5 સેકન્ડમાં તો આખો ડોમ ધ્વસ્ત, જકાર્તા ઈસ્લામિક સેન્ટરની ઘટના

એક મહિનો પહેલા

ઈન્ડોનેશિયામાં જકાર્તા ઈસ્લામિક સેન્ટર ગ્રાન્ડ મસ્જિદના વિશાળ ગુંબજમાં ભીષણ આગ લાગી હતી અને પછી ગુંબજ તૂટી પડ્યો. અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. ગલ્ફ ટુડેના અહેવાલ મુજબ, આ અકસ્માત 19 ઓક્ટોબરના રોજ સ્થાનિક સમય અનુસાર બપોરે 3 વાગ્યાની આસપાસ થયો હતો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. વીડિયો ફૂટેજમાં, મસ્જિદ તૂટી પડતાં પહેલાં ગુંબજમાંથી જ્વાળાઓ અને ધુમાડો નીકળતો જોઈ શકાય છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. વીડિયો ફૂટેજમાં, મસ્જિદ તૂટી પડતાં પહેલાં ગુંબજમાંથી જ્વાળાઓ અને ધુમાડો નીકળતો જોઈ શકાય છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે કહ્યું- અમે આગના કારણની તપાસ કરી રહ્યા છીએ. મસ્જિદનું સમારકામ કરતી કોન્ટ્રાક્ટર કંપનીના ચાર મજૂરોની પૂછપરછ કરવામાં આવશે.

મસ્જિદમાં સમારકામનું કામ ચાલી રહ્યું હતું, ત્યારે લાગી આગ
એક અધિકારીના જણાવ્યા અનુસાર ગુંબજમાં નવીનીકરણનું કામ ચાલી રહ્યું હતું. તે સમયે અચાનક આગ ફાટી નીકળી હતી. આ અંગે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. આગને કાબૂમાં લેવા માટે ઓછામાં ઓછા દસ ફાયર ટેન્ડરો મોકલવામાં આવ્યા હતા.

2002માં પણ મસ્જિદમાં આગ લાગી હતી, ઘટના ઓક્ટોબરમાં જ બની હતી
ન્યૂઝ એજન્સી ANIના રિપોર્ટ અનુસાર, 20 વર્ષ પહેલાં એટલે કે 2002માં ઓક્ટોબર મહિનામાં જ આ મસ્જિદમાં આગ લાગી હતી. ત્યારે રિપેરિંગની કામગીરી ચાલી રહી હતી. ત્યારબાદ આગને કાબૂમાં આવતા પાંચ કલાક લાગ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...