• Gujarati News
  • National
  • Immediate 24 rain Rain In 30 Seconds On Stone Throwers, BJP MLA Says Return Gift To Rioters, Video Goes Viral

UP પોલીસનું ત્રીજુ નેત્ર:પથ્થરમારો કરનાર ઉપર 30 સેકન્ડમાં તાબડતોબ 24 દંડાનો વરસાદ; ભાજપના MLAએ કહ્યું-તોફાની તત્વોને રિટર્ન ગિફ્ટ, વીડિયો વાયરલ

13 દિવસ પહેલા

ઉત્તર પ્રદેશના સહારનપુરમાં શુક્રવારની નમાજ બાદ પથ્થરમારો કરનાર 64 લોકોની પોલીસે ધરપકડ કરી છે. ત્યારબાદ ભાજપના ધારાસભ્ય શલભ મણિ ત્રિપાઠીએ શનિવારે બપોરે 1.29 વાગે એક વીડિયો ટ્વીટ કર્યો હતો. જેમાં પોલીસ ધરપકડ કરાયેલા લોકો પર લાઠી વરસાવતી જોવા મળી રહી છે. શલભે વીડિયો ટ્વીટ કર્યો અને લખ્યું, "બળવાખોરોને રિટર્ન ગિફ્ટ!"

તમામ 64 આરોપીને જિલ્લા જેલમાં મોકલવામાં આવ્યા
સહારનપુરમાં 64 તોફાની તત્વોની ધરપકડ કરી પોલીસ સ્ટેશન કોતવાલીમાં રાખવામાં આવ્યા હતા. આ વીડિયો પોલીસ સ્ટેશનનો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે લોક-અપની અંદર પોલીસકર્મીઓ પથ્થરમારો અને તોફાનો કરનારા પર લાઠીઓ વરસાવી રહી છે. જો કે, જ્યારે સહારનપુરના SSP આકાશ તોમરને આ વીડિયો અંગે પૂછપરછ કરવામાં આવી તો તેણે કહ્યું કે 'મને આ વીડિયો વિશે ખબર નથી' એટલે કે તેને આ વીડિયો વિશે કોઈ જાણકારી નથી. હાલ, હવે આ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી જિલ્લા જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.

પૂર્વ IPSએ કહ્યું- પોલીસને માર મારવાનો અધિકાર નથી
આ મામલે પોલીસ વિભાગમાં ઉચ્ચ હોદ્દા પર કામ કરી ચૂકેલા લોકો સાથે વાત કરી. ભૂતપુર્વ UP IPS એસઆર દારાપુરીએ કહ્યું કે પોલીસને લોકઅપમાં લાકડીઓનો ઉપયોગ કરવાનો અધિકાર નથી. જ્યારે બહાર કોઈ ગેરકાયદેસર કામ થાય છે, હિંસા થાય છે ત્યારે જ પોલીસ લાઠીચાર્જ કરે છે. એકવાર કસ્ટડીમાં લીધા પછી કોઈ બળનો ઉપયોગ કરી શકાતો નથી. જે પોલીસકર્મીઓએ આ કર્યું છે તેમને સજા થવી જોઈએ.

આવો જાણીએ ધરપકડ કરાયેલ વ્યક્તિને આપવામાં આવેલા 7 કાયદાકીય અધિકારો...

  • પ્રથમ અધિકારઃ સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે પોલીસને ધરપકડમાં કોઈપણ આરોપીને મારવાનો અધિકાર નથી.
  • બીજો અધિકાર: કલમ 167 હેઠળ, પોલીસ કોઈને 24 કલાકથી વધુ સમય માટે કસ્ટડીમાં રાખી શકતી નથી.
  • ત્રીજો અધિકારઃ જો પોલીસ કોઈની ધરપકડ કરીને તેને પોલીસ સ્ટેશન લાવે તો તેને સમયસર ભોજન આપવાની જવાબદારી પોલીસની છે અને તેના માટે પોલીસને ભથ્થું પણ મળે છે.
  • ચોથો અધિકારઃ સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર પોલીસ સ્ટેશનથી કોર્ટમાં રજૂ કરતી વખતે અથવા કોર્ટમાંથી જેલમાં લઈ જતી વખતે પોલીસ હાથકડી ન લગાવી શકે. આ માટે પોલીસે કોર્ટની પરવાનગી લેવી પડશે.
  • પાંચમો અધિકાર: ધરપકડ કરાયેલ વ્યક્તિની પોલીસે 48 કલાકની અંદર તબીબી તપાસ કરાવવી જરૂરી છે.
  • છઠ્ઠો અધિકાર:ધરપકડ અંગે આરોપીના પરિવારજનોને જાણ કરવાની જવાબદારી પોલીસની છે.
  • સાતમો અધિકારઃ જો પોલીસ દ્વારા કોઈની ધરપકડ કરવામાં આવી હોય તો તે તેના સંબંધીને જાણ કરી શકે છે. આ માટે પોલીસે ટેલિફોનની વ્યવસ્થા કરવી પડે છે.