તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • In 3 Months, 50 Modular Hospitals Will Be Set Up In The Country, Equipped With ICUs And Oxygen

ત્રીજી લહેર માટે ફાસ્ટ ટ્રેકની વ્યવસ્થા:3 મહિનામાં દેશમાં 50 મોડ્યુલર હોસ્પિટલ તૈયાર કરવામાં આવશે, તેમા ICU અને ઓક્સિજનની વ્યવસ્થા થશે

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોનાની ત્રીજી લહેરાથી લડવા માટે કેન્દ્રએ હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂતી આપવા માટે આયોજન કર્યું છે. કેન્દ્રની યોજના છે કે આગામી 3 મહિનામાં દેશભરમાં 50 મોડ્યુલર હોસ્પિટલ બનાવવામાં આવશે, જેમાં ICU બેડ્સ સાથે ઓક્સિજન પ્લાન્ટની વ્યવસ્થા હોય. બીજી લહેર દરમિયાન ઓક્સિજનના સપ્લાઈના સૌથી મોટી સમસ્યા હતી. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ પ્રમાણે તે મોડ્યુલર હોસ્પિટલ વર્તમાન હોસ્પિટલોની નજીક તૈયાર કરવામાં આવશે. આ મારફતે હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું વિસ્તરણ કરવામાં આવશે.

ખાસ વાત એ છે કે 3 કરોડના ખર્ચથી તૈયાર થનારી આ પ્રકારની હોસ્પિટલ 3 સપ્તાહથી ઓછા સમયમાં તૈયાર કરી શકાશે. તેમા ICU, ઓક્સિજન સપોર્ટ અને અન્ય લાઈફ સપોર્ટ સિસ્ટમની સુવિધા હશે. આ મોડ્યુલર હોસ્પિટલોની ઉંમર ઓછામાં ઓછા 25 વર્ષ સુધી હોય છે. આપદાના સમયમાં આ હોસ્પિલો એક સપ્તાહમાં શિફ્ટ કરી શકાય છે.

મોડ્યુલર હોસ્પિટલની આ વિશેષતા હશે

  • 100 બેડવાળી હોસ્પિટલ હશે
  • ICU માટે ડેડિકેટેડ ઝોન હશે
  • એવી જ રીતે સરકારી હોસ્પિટલ જ્યાં ઈલેક્ટ્રીસિટી, ઓક્સિજન અને પાણીની વ્યવસ્થા હશે, ત્યા તૈયાર કરવામાં આવશે.
  • એક હોસ્પિટલમાં 3 કરોડનો ખર્ચ થશે અને 3 સપ્તાહમાં તે કામ કરવા લાગશે.

નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારો પર વિશેષ ધ્યાન
અહેવાલ પ્રમાણે આ પ્રોજેક્ટ મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર કે વિજય રાઘવને શરૂ કરી છે. અત્યારે તેને સરકારી હોસ્પિટસલોમાં જ લાગૂ કરી શકાશે. આ હોસ્પિટલ ખાસ કરીને નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની અછતને પૂરી કરી શકાશે.

મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારે જણાવ્યું છે કે અમે રાજ્યો સાથે સતત સંપર્કમાં છીએ, જ્યાં આ પ્રકારની હોસ્પિટલોની જરૂર છે. ખાસ કરીને એવા રાજ્યો કે જ્યાં કોવિડના કેસ સતત ઝડપથી વધી રહ્યા છે. તેમા અમે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સબિલિટી હેઠલ અન્ય ભાગીદારોનો પણ સંપર્ક કરવામાં આવે છે, જે આ પ્રોજેક્ટમાં અમારી મદદ કરી શકે છે.

આ શહેરોમાં હોસ્પિટલો બજશે
આ યોજના હેઠળ છત્તીસગઢના બિલાસપુર, મહારાષ્ટ્રના પુણે, જાલના, પંજાબના મોહાલીમાં આ હોસ્પિટલો તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત છત્તીસગઢના રાયપુરમાં આ પ્રકારના 20 બેડવાળી હોસ્પિટલ તૈયાર થશે. કર્ણાટકના બેંગ્લુરુમાં પહેલા તબક્કામાં 20,50 અને 100 બેડવાળી હોસ્પિટલ તૈયાર કરવામાં આવશે.