તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • In 24 Hours 37 Thousand New Cases Came, 61 Thousand Were Cured; The State May Extend The Lockdown Until May 30

મહારાષ્ટ્રમાં કોરોનાથી થોડી રાહત:24 કલાકમાં 37 હજાર નવા કેસ આવ્યા, 61 હજાર સાજા થયાં; રાજ્યમાં 30 મે સુધી લંબાવાઈ શકે છે લોકડાઉન

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુંબઈમાં સંક્રમિત દર્દી કરતાં બમણા દર્દીઓ સાજા થયા

મહારાષ્ટ્રમાં કોરોના ચેપના કેસમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 37,236 નવા કેસ નોંધાયા હતા, જ્યારે 61,607 દર્દીઓ સાજા થયા હતા. આ આંકડો 31 માર્ચ સુધીમાં 39,544ની આસ-પાસ હતો. રાજ્યમાં દર્દીઓનો સાજા થવાનો દર 86.97% પર પહોંચી ગયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 44 લાખ 59 હજાર 425 દર્દીઓ કોરોના બાદ સાજા થયા છે. જો કે, આ દરમિયાન 594 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા, જેમાં 74 મુંબઇમાં હતા.

રાજ્યમાં હાલમાં. 36.70 લાખ લોકો હોમ ક્વોરન્ટાઈન અને 26,664 દર્દીઓ સંસ્થાકીય ક્વોરન્ટાઈન છે. રાજ્યમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા 7 લાખ પર પહોંચી ગઈ છે જે હવે ઘટીને 6 લાખથી ઓછી થઈ ગઈ છે.

આંકડામાં રાહત હોવા છતાં, રાજ્યમાં ફરી 15 દિવસ એટલે કે 30 મે સુધી લોકડાઉન લંબાવી શકાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બુધવારે યોજાનારી મંત્રીમંડળની બેઠકમાં આ અંગે અંતિમ નિર્ણયની શક્યતા છે. આ દરમિયાન રાજ્યના 11 શહેરોમાં સખત લોકડાઉન ચાલુ જ છે. અહીં દૂધ, કરિયાણા અને શાકભાજીની દુકાન સિવાય બધું જ બંધ છે. જો કે, આ શહેરોમાં ઓનલાઇન ખાદ્ય પદાર્થો અને અન્ય આવશ્યક ચીજોની ડિલિવરી ચાલુ છે.

મુંબઈમાં સંક્રમિત દર્દી કરતાં બમણા દર્દીઓ સાજા થયા
મુંબઈમાં પણ કોરોનાની અસર સતત ઓછી થઈ રહી છે. સોમવારે, ત્યાં 1,794 નવા કેસ આવ્યા હતા, પરંતુ તે કરતાં બમણા એટલે કે 3,580 દર્દીઓ સાજા થયા. અહીં રવિવારે 2,403 કેસ નોંધાયા હતા, જ્યારે 3,375 દર્દીઓ સાજા થયા હતા.

મુંબઈના CSTM સ્ટેશનની અંદર પણ વેક્સિનેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. અહીંયા લોકોની લાંબી કતારો પણ જોવા મળે છે.
મુંબઈના CSTM સ્ટેશનની અંદર પણ વેક્સિનેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. અહીંયા લોકોની લાંબી કતારો પણ જોવા મળે છે.

રાજ્યમાં નિ:શુલ્ક કરાશે મ્યુકોરમાઇકોસિસની સારવાર
પુણે, મુંબઇના શહેરી વિસ્તારોમાં દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. પરંતુ, ગ્રામીણ વિસ્તારમાં કોરોનામાં સંક્રમણ વધી રહ્યું છે. મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે જણાવ્યું હતું કે મ્યુકોરમાઇકોસિસના દર્દીની​​​​​​​ સારવાર રાજ્ય સરકારની મુખ્ય મેડિકલ વીમા યોજના અંતર્ગત રાજ્યની 1 હજાર હોસ્પિટલોમાં નિ:શુલ્ક કરવામાં આવશે. મ્યુકોરમાઇકોસિસ એ અજીબ ફંગલ સંક્રમણ છે કે હવે કોરોનાવાયરસથી સંક્રમિત વ્યક્તિઓમાં સામે આવી રહ્યું છે.

મુંબઈમાં વિદેશથી આવશે કોરોનાની વેક્સિન
વેક્સિનની તંગીનો સામનો કરી રહેલા BMCએ વેક્સિન ખરીદવા ગ્લોબલ ટેન્ડર ભરવાનો નિર્ણય કર્યો છે. મેયર કિશોરી પેડનેકરે જણાવ્યું હતું કે BMC કમિશનર આઈ.એસ. ચહલે BMCમાં જૂથ નેતાઓની બેઠકમાં આ માહિતી આપી હતી. ચહલે કહ્યું છે કે આગામી બે દિવસમાં ટેન્ડર બહાર પાડીને મુંબઈની જનતાને વહેલી તકે વેક્સિન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે.

નવી મુંબઈના વાશીમાં 45 વર્ષથી વધુ ઉંમરના લોકો વેક્સિન લેવા માટે કતારમાં છે.
નવી મુંબઈના વાશીમાં 45 વર્ષથી વધુ ઉંમરના લોકો વેક્સિન લેવા માટે કતારમાં છે.

અન્ય રાજ્યોમાંથી વેક્સિનેશન માટે મહારાષ્ટ્ર આવી રહ્યા લોકો: થોરાટ

રાજ્યના મહેસૂલ પ્રધાન બાલાસાહેબ થોરાટે કોરોના વેક્સિનેશન સંબંધિત નીતિને લઈને કેન્દ્ર સરકાર પર આકરા હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે અન્ય રાજ્યોના લોકો પણ રાજ્યના વેક્સિનેશન કેન્દ્રો પર વેક્સિન લેવા માટે આવી રહ્યા છે, જેના કારણે મુશ્કેલીઓ વધી રહી છે. કોરોના રોકવા માટે વેક્સિન સિવાય બીજો કોઈ વિકલ્પ નથી, પરંતુ વેક્સિનેશન અંગેની કેન્દ્રની ખોટી વ્યૂહરચનાને લીધે વેક્સિનેશન અભિયાનમાં ઘણી મુશ્કેલીઓ આવી રહી છે.

થોરાટે કહ્યું કે કોવિન એપથી લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. અન્ય રાજ્યોના લોકો પણ આ એપનો ઉપયોગ કરીને વેક્સિન લેવા માટે મહારાષ્ટ્ર આવી રહ્યા છે. આવી સ્થિતિમાં વેક્સિનની અછત, વેક્સિનેશન અભિયાનની નક્કર વ્યૂહરચના ન હોવાના કારણે રાજ્યો સાથે અસહકારની ભૂમિકાને કારણે દેશભરમાં ચાલી રહેલું વેક્સિનેશન અભિયાન નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે.