તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Russians Shivering In 22 Inches Of Snow: This Is Called A Click, See The World Through The Eyes Of A Camera; Beas River ‘B Class’ Title

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશ્વભરના સમાચારો તસવીરોમાં:રશિયનો 22 ઈંચ બરફવર્ષામાં ઠૂંઠવાયાઃ આને કહેવાય ક્લિક, જુઓ દુનિયા કેમેરાની આંખે; પિટ્સબર્ગમાં વિમાન લપસી પડ્યું

18 દિવસ પહેલા
  • કૉપી લિંક

રશિયનો 22 ઈંચ બરફવર્ષામાં ઠૂંઠવાયા

ભારે હિમવર્ષાને પગલે રશિયાની રાજધાની મૉસ્કોમાં તાપમાન પણ માઈનસ 15 ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડી ગયું હતું.
ભારે હિમવર્ષાને પગલે રશિયાની રાજધાની મૉસ્કોમાં તાપમાન પણ માઈનસ 15 ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડી ગયું હતું.

રશિયાની રાજધાનીમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. જેના પગલે અનેક જગ્યાએ બે ફૂટ જેટલી બરફની ચાદર છવાઈ ગઈ હતી. ઠેર ઠેર અનેક માર્ગો બંધ કરવાની ફરજ પડી હતી અને તેના પગલે ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા ઠપ થઈ ગઈ હતી. અનેક ફ્લાઈટો તેના કારણે મોડી પડી હતી. ભારે હિમવર્ષાને પગલે રશિયાની રાજધાની મૉસ્કોમાં તાપમાન પણ માઈનસ 15 ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડી ગયું હતું. શહેરમાં હાલમાં ભારે પવન ફૂંકાવાને પગલે રશિયાની ઈમરજન્સી સેવાએ લોકોને વૃક્ષોથી દૂર રહેવા અને ઘરમાં રહેવાની સલાહ આપી હતી. શનિવારે રશિયામાં 22 ઈંચ હિમવર્ષા થઈ હતી. મૉસ્કોના મેયરે જણાવ્યું કે હાલમાં 60,000 લોકો રસ્તા પરથી બરફ હટાવવાની કામગીરી કરી રહ્યા છે.

પિટ્સબર્ગમાં વિમાન લપસી પડ્યું

પિટ્સબર્ગમાં એટલાન્ટા જવા ઉડ્ડયન શરૂ કરવા જઈ રહેલું વિમાન રનવે પર લપસી ગયું.
પિટ્સબર્ગમાં એટલાન્ટા જવા ઉડ્ડયન શરૂ કરવા જઈ રહેલું વિમાન રનવે પર લપસી ગયું.

પિટ્સબર્ગ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ડેલ્ટા એરલાઈન્સનું એક વિમાન રનવે પરથી ઉડ્ડયન શરૂ કરવા દોડતું થયું ત્યારે ઉડ્ડયનની થોડી ક્ષણો પહેલા જ રનવે પરથી લપસી ગયું હતું. જો કે વિમાનમાં સવાર 77 લોકોને કોઈ મુશ્કેલી પડી નથી. વિમાનને સામાન્ય નુકસાન થયું છે.

આને કહેવાય ક્લિક, ટોક્યો ફોટો અવૉર્ડ

અહીં દર્શાવેલા ફોટોગ્રાફ્સ ટોક્યો ફોટો એવોર્ડ 2020 વિનર રહેલી કેટલીક પસંદગીની તસવીરો છે.
અહીં દર્શાવેલા ફોટોગ્રાફ્સ ટોક્યો ફોટો એવોર્ડ 2020 વિનર રહેલી કેટલીક પસંદગીની તસવીરો છે.

ટોક્યો ફોટો એવોર્ડ 2020માં કોઇ પણ પ્રોફેશનલ કે એમેચ્યોર નેચર ફોટોગ્રાફર આ સ્પર્ધામાં ભાગ લઇ શકે છે. આ વર્ષે એવોર્ડ માટે શોર્ટલિસ્ટ થયેલી કે વિનર રહેલી મોટાભાગની તસવીરોમાં પ્રકૃતિની સુંદરતાની સાથોસાથ તેની તાકાત પણ જોઇ શકાય છે. ટોક્યો ફોટો એવોર્ડમાં ફોટોગ્રાફર ઑફ ધ યરને 3,000 ડોલર (અંદાજે 2.17 લાખ રૂપિયા)નું કૅશ પ્રાઇઝ અપાય છે.

બિયાસ નદીને દેશની પ્રથમ ‘બી ક્લાસ’ નદીનો ખિતાબ

હવે બિયાસ નદીનું પાણી પીવાલાયક થઇ ચૂક્યું છે.
હવે બિયાસ નદીનું પાણી પીવાલાયક થઇ ચૂક્યું છે.

પંજાબ અને હિમાચલ પ્રદેશમાંથી વહેતી બિયાસ નદીને દેશની પ્રથમ ‘બી ક્લાસ’ નદીનો ખિતાબ મળ્યો છે. તેનો અર્થ એ છે કે હવે બિયાસનું પાણી પીવાલાયક થઇ ચૂક્યું છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે 2019માં બિયાસના શુદ્ધિકરણની પ્રક્રિયા શરૂ કરી હતી. તે માટે એક સમિતિ રચાઇ હતી. નદી સ્વચ્છ કરવા પંજાબ સરકારની પણ જવાબદારી નક્કી કરાઇ હતી. નદીઓને ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવી છે. ‘સી ક્લાસ’ નદીનું પાણી પીવા કે નહાવા લાયક પણ નથી હોતું. ‘બી ક્લાસ’ નદીના પાણીમાં નહાઇ શકાય છે અને આ નદીનું પાણી ગાળીને પી પણ શકાય છે જ્યારે ‘એ ક્લાસ’ નદીનું પાણી ગાળ્યા વિના પણ પી શકાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

વધુ વાંચો