તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડોનેશનમાં BJP સતત 7માં વર્ષે અગ્રેસર:2019-20માં ભાજપને 750 કરોડ રૂપિયાની રકમ મળી, કોંગ્રેસથી 5 ગણી વધારે

4 દિવસ પહેલા

રાજકીય પક્ષોને કોર્પોરેટ અને ઈન્ડિવિઝ્યુઅલ રીતે ડોનેશન મળવાના મામલે ભાજપ સતત 7માં વર્ષે ટોપ પર રહ્યું છે. 2019-20માં ભાજપને ડોનેશનથી 750 કરોડ રૂપિયા મળ્યા હતા. આ રકમ કોંગ્રેસને મળેલા ડોનેશનની (139 કરોડ રૂપિયા) તુલનાએ 5 ગણાં વધુ છે. ત્રીજા નંબર પર શરદ પવારની NCP છે જેને 59 કરોડ રૂપિયા મળ્યા છે.

આ દરમિયાન CPMને ડોનેશનથી 19.6 કરોડ જ્યારે મમતા બેનર્જીના તૃણુમૂલને 8 કરોડ મળ્યા હતા. તો CPIને 1.9 કરોડનું ફંડ મળ્યું હતું. અંગ્રેજી ન્યૂઝ વેબસાઈટ ઈન્ડિયન એક્સ્પ્રેસે આ રિપોર્ટ આપ્યો છે.

ભાજપના પ્રમુખ ડોનરમાં BJP સાંસદ રાજીવ ચંદ્રશેખરની જ્યૂપિટર કેપિટલ, ITC ગ્રુપ, મેક્રોટેક ડેવલપર્સ (લોઢા ડેવલપર્સ), બીજી શિર્કે કન્સ્ટ્રક્શન ટેક્નોલોજી, ધ પ્રુડેન્ટ ઈલેક્ટોરલ ટ્રસ્ટ અને જનકલ્યાણ ઈલેક્ટોરલ ટ્રસ્ટ પ્રમુખ રહ્યાં છે.

ભાજપના પ્રમુખ ડોનર

નામડોનેશન
પ્રુડેન્ટ ઈલેક્ટોરલ ટ્રસ્ટ217.75 કરોડ
જનકલ્યાણ ઈલેક્ટોરલ ટ્રસ્ટ45.95 કરોડ
ITC76 કરોડ
બીજી શિર્કે કન્સ્ટ્રક્શન ટેક્નોલોજી35 કરોડ
લોઢા ડેવલપર્સ21 કરોડ
જ્યૂપિટર કેપિટલ15 કરોડ

(ડોનેશનની રકમ રૂપિયામાં છે અને આંકડા 2019-20ના છે. )
ઈલેક્ટોરલ ટ્રસ્ટ એક એવી કંપની હોય છે જેને રાજકીય પક્ષોમાં વેચવા માટે કોર્પોરેટ હાઉસિસમાંથી ફંડ મળે છે. તેની મદદથી રાજકીય પક્ષોને ડોનેશન આપનારા કોર્પોરેટ પોતાની ઓળખ જણાવ્યા વગર રકમ આપી શકે છે. પ્રુડેન્ટ ઈલેક્ટોરલ ટ્રસ્ટમાં ભારતી એન્ટરપ્રાઈઝિસ, GMR એરપોર્ટ ડેવલપર્સ અને DLF પ્રમુખ રીતે ડોનેશન આપે છે. જનકલ્યાણ ઈલેક્ટોરલ ટ્રસ્ટની પાસે JSW ગ્રુપની કંપની પાસેથી પૈસા આવે છે.

ભાજપને ઓક્ટોબર 2019માં ગુલમર્ગ રિએલટર્સ પાસેથી પણ 20 કરોડ રૂપિયાનું ફંડ મળ્યું હતું. ગુલમર્ગ સુધાકર શેટ્ટી બિલ્ડરની કંપની છે. જાન્યુઆરી 2020માં EDએ શેટ્ટીના ઘરે દરોડા પાડ્યા હતા.

શૈક્ષેણિક સંસ્થાનોમાં મેવાડ યુનિવર્સિટીએ સૌથી વધુ 2 કરોડ આપ્યા
ભાજપને ડોનેશન આપનારી 14 શૈક્ષેણિક સંસ્થાઓ પણ સામેલ છે. જેમાં મેવાડ યુનિવર્સિટીએ સૌથી વધુ 2 કરોડ રૂપિયા આપ્યા હતા. તો એલન કરિયાર કોટાએ 25 લાક અને કૃષ્ણા ઈન્સ્ટીટ્યૂટ ઓફ એન્જિનિયરિંગે 10 લાખની રકમ આપી હતી. આ રીતે જીડી ગોયનકા ઈન્ટરનેશનલ સ્કૂલ સુરત અને પઠાનિયા પબ્લિક સ્કૂલ રોહતકે 2.5-2.5 લાખ અને લિટલ હાર્ટ કોન્વેટ સ્કૂલ ભિવાનીથી 21,000 રૂપિયા મળ્યા હતા.

આ BJP નેતાઓએ પણ ફંડ આપ્યું

રાજીવ ચંદ્રશેખર2 કરોડ
પ્રેમા ખાંડુ1.1 કરોડ
કિરણ ખેર6.8 લાખ
મનોહર લાલ ખટ્ટર5 લાખ