રિપોર્ટ:દિલ્હીમાં 15 દિવસમાં કોરોનાના કેસમાં 500 ટકાનો વધારો થયો

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ફરી કોરોનાએ ઉથલો માર્યો છે. શનિવારે દિલ્હીમાં 461 કેસ નોંધાયા હતા. રાજધાનીમાં હવે પોઝિટિવ રેટ વધીને 5.33 ટકા થઈ ગયો છે. કોરોનાના વધતા કેસ વચ્ચે થયેલા એક સરવેમાં દાવો કરાયો છે કે, રાજ્યમાં કોરોનાના કેસમાં 500 ટકાનો વધારો થયો છે.

દિલ્હી-એનસીઆરના લગભગ 15 ટકા લોકોએ એક સરવેમાં જણાવ્યું કે, તેમના ઓળખીતામાંથી એક કે વધુ લોકોને છેલ્લા 15 દિવસમાં કોરોના થયો છે. કોરોના પર સરવે કરનારી ફર્મ લોકલસર્કલે કહ્યું કે, છેલ્લા 15 દિવસના આંકડા જોઈએ તો કોરોનાના કેસમાં 500 ટકાનો વધારો નોંધાય છે. આ સરવેમાં દિલ્હી અને એનસીઆરના તમામ જિલ્લાના 11,743 લોકો પાસેથી માહિતી પ્રાપ્ત કરાઈ હતી.

આ દરમિયાન આરોગ્ય વિભાગના રિપોર્ટ અનુસાર દિલ્હીમાં શનિવારે 461 કેસ નવા કેસ નોંધાયા હતા, જ્યારે 2 લોકોનાં મોત થયા છે. આ અગાઉ દિલ્હીમાં 27 ફેબ્રુઆરીના રોજ 484 કેસ નોંધાયા હતા. ઉલ્લેખનીય છે કે, 15 માર્ચ, 2022 પછી દિલ્હીમાં પ્રથમ વખત કોવિડના કારણે એકથી વધુ લોકોનાં મોત થયા છે.

ગુજરાતમાં 15 નવા કેસ, 21 દર્દી સાજા થયા
ગુજરાતમાં રવિવારે કોરોનાના નવા 15 કેસ નોંધાયા હતા. શનિવારે રાજ્યમાં માત્ર 4 કેસ નોંધાયા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી નોંધાયેલા કેસનો સત્તાવાર આંકડો 12,24,157 થયો છે. રવિવારે વધુ 21 દર્દી સાજા થયા હતા. જે સાથે સાજા થયેલા કુલ દર્દીની સંખ્યા 12,13,095 થઇ છે. રાજ્યમાં હાલ 120 એક્ટિવ કેસ છે. અમદાવાદમાં 8, વડોદરામાં 4, ગાંધીનગરમાં 2 અને ભાવનગરમાં 1 કેસ નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...