તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • In 1 Month Of Lockdown, The Number Of Investigations Increased 24 Times And The Number Of Infections Increased 16 Times

કોરોના વાઇરસ:લૉકડાઉનના 1 મહિનામાં તપાસ 24 ગણી, ચેપીનો આંકડો 16 ગણો વધ્યો

નવી દિલ્હી6 મહિનો પહેલા
  • સરકારનો દાવો: લૉકડાઉનમાં સંક્રમણની ચેન તૂટી

કેન્દ્ર સરકારે ગુરુવારે દાવો કર્યો કે તે લૉકડાઉનમાં કોરાના વાઇરસના સંક્રમણની ચેન તોડવા અને સંક્રમણનો ફેલાવો ઓછો કરવામાં સફળતા મળી છે. સાથે જ દેશમાં કોરોનાના દર્દી ડબલ થવાનો સમય પણ વધ્યો છે. સરકારે દાવો કર્યો છે કે દેશમાં દર્દીઓની સંખ્યા લગભગ સ્થિર થઇ રહી છે અને તે બહુ ઝડપથી વધી રહી નથી. લૉકડાઉન બાદ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 16 ગણી, જ્યારે તપાસ 24 ગણી વધી છે. કોરોના વાઇરસ અંગે એમ્પાવર્ડ ગ્રૂપ ટુના ચેરમેન સી.કે. મિશ્રાએ કહ્યું કે તપાસમાં 24 ગણો વધારો છતાં પોઝિટિવ દર્દીઓની ટકાવારી વધી રહી નથી. છતાં તેમણે કહ્યું કે આ પૂરતું નથી. અમારે દેશમાં સતત તપાસની સંખ્યા વધારવી પડશે.

આર્થિક પ્રવૃત્તિ વધારવા માટે ઉદ્યોગ સંગઠનો સાથે સરકાર વાત કરી રહી છે
દેશમાં આર્થિક પ્રવૃત્તિઓમાં ઝડપ વધારવાના ઉપાયોની ગુરુવારે કેન્દ્રીય ગૃહસચિવ અને ડિપાર્ટમેન્ટ ફોર ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડના સચિવ તેમજ અન્ય અધિકારીઓએ સમીક્ષા કરી. સાથે ઔદ્યોગિક સંગઠનોના પ્રતિનિધિઓનાં સૂચનો પણ લીધાં. ઉપરાંત ટેલિકોમ કંપનીઓ રિચાર્જની દુકાનો ખોલવા રાજ્યો અને સ્થાનિક અધિકારીઓ સાથે ચર્ચા કરી રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો