• Gujarati News
  • National
  • Strict Restrictions Imposed In Karnataka For Two Weeks, Record 9,000 Cases In West Bengal, More Than 20,000 Cases In Mumbai, Complete Lockdown Possible

કોરોના દેશમાં LIVE:કર્ણાટકમાં બે સપ્તાહ કડક નિયંત્રણો લાગૂ, પ બંગાળમાં રેકોર્ડ 9 હજાર કેસ, મુંબઈમાં 20 હજારથી વધુ કેસ આવશે તો સંપૂર્ણ લોકડાઉનની શક્યતા

18 દિવસ પહેલા
  • કૉપી લિંક
દેશમાં કોરોનાના કેસમાં ખૂબ ઝડપભેર વધારો થઈ રહ્યો છે - Divya Bhaskar
દેશમાં કોરોનાના કેસમાં ખૂબ ઝડપભેર વધારો થઈ રહ્યો છે
  • UPમાં ધોરણ-10 સુધીની તમામ શાળાઓ ઉત્તરાયણ એટલે કે 14 જાન્યુઆરી સુધી બંધ

મહારાષ્ટ્ર અને દિલ્હીમાં હવે કોરોના વાયરસની ત્રીજી લહેર સંપૂર્ણપણે જોવા મળવા લાગી છે ત્યારે દેશના અન્ય રાજ્યોમાં પણ કોરોનાના કેસમાં તીવ્ર ઉછાળો આવ્યો છે. પશ્ચિમ બંગાળમાં મંગળવારે વિક્રમજનક 9,000થી વધારે કેસ સામે આવ્યા છે ત્યારે મુંબઈમાં પણ કેસની સંખ્યા 10 હજારથી ઉપર પહોંચી જતા ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રમાં પણ 18,466 કેસ આવ્યા છે. બીજી બાજુ મુંબઈના મેયર કિશોરી પેડનેકરે સ્પષ્પપણે કહ્યું છે કે કોરોનાના કેસ જો 20 હજારથી વધારે આવશે તો મુંબઈમાં લોકડાઉન લાદવામાં આવશે.

કર્ણાટક સરકારે શનિવાર અને રવિવાર સમગ્ર રાજ્યમાં સંપૂર્ણપણે કર્ફ્યૂ લાદવાની જાહેરાત કરી છે. રાજ્યમાં શુક્રવારે રાત્રે 10 વાગ્યાથી સોમવારે સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે. રાજ્યમાં ઓમિક્રોનના 149 નવા કેસ આવતા રાજ્યમાં ઓમિક્રોનના કેસની કુલ સંખ્યા 226 થઈ ગઈ છે. કર્ણાટકના નાણાં મંત્રી આર અશોકે જણાવ્યું હતું કે રાજ્યમાં 2 સપ્તાહ માટે શુક્રવારથી સોમવાર વહેલી સવાર સુધી નાઈટ કર્ફ્યુ રહેશે.
ઉત્તર પ્રદેશમાં ઉત્તરાયણ સુધી શાળાઓ બંધ

ઉત્તર પ્રદેશમાં નાઈટ કર્ફ્યુ અને શાળા બંધ કરવા અંગે નિર્ણય લેવાયો
ઉત્તર પ્રદેશમાં નાઈટ કર્ફ્યુ અને શાળા બંધ કરવા અંગે નિર્ણય લેવાયો

ઉત્તર પ્રદેશમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. રાજ્યમાં ધોરણ-10 સુધીની તમામ શાળાઓ ઉત્તરાયણ એટલે કે 14 જાન્યુઆરી સુધી બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે રાજ્યમાં નાઈટ કર્ફ્યુ હવે રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રહેશે. અગાઉ આ સમય રાત્રીના 11 વાગ્યાથી હતો. લગ્ન-સમારંભમાં મહેમાનોની સંખ્યાને મર્યાદિત કરવામાં આવી છે. બંધ જગ્યા એટલે કે હોલમાં ફક્ત 100 લોકોને જ મંજૂરી મળી શકશે.

સોનુ નિગમ અને તેનો આખો પરિવાર સંક્રમિત

ફિલ્મી દુનિયા સાથે જોડાયેલાં લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ રહ્યાં છે ત્યારે હવે આ યાદીમાં સિંગર સોનુ નિગમનું નામ પણ જોડાયું છે. સોનુ નિગમની સાથે તેમનો પુત્ર નીવાન અને પત્ની મધુરિમા પણ કોરોના વાયરસથી સંક્રમિત થઈ છે. જો કે સોનુ નિગમ હાલ દુબઈમાં છે અને તે ત્યાં જ કોરોન્ટિન છે. સિંગરે સોશિયલ મીડિયામાં પોતાનો એક વીડિયો શેર કર્યો છે જેમાં પોતે કોરોના પોઝિટિવ હોવાની જાણકારી આપી છે સાથે જ લોકોને ધ્યાન રાખવાની વાત કરી છે.

કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલા કોરોનાથી સંક્રમિત

કોંગ્રેસ મહાસચિવ અને મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલા કોરોના સંક્રમિથ થયા છે. તેઓ પોતે ઘરમાં જ આઈસોલેટ થઈ ગયા છે. તેઓએ ટ્વીટ કરી કહ્યું, ગઈકાલે સામાન્ય તાવ અને શરદી જેવાં લક્ષણોનો અનુભવ થયો જે મેં મારો રિપોર્ટ કરાવ્યો અને હું કોરોના પોઝિટિવ થયો છું. છેલ્લાં 24 કલાકમાં જેઓ મારા સંપર્કમાં આવ્યા હોય તે તમામ લોકો યોગ્ય સાવધાની રાખે અને પોતાનું પરીક્ષણ કરાવી લે તેવી અપીલ કરું છું.