તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Impatient Ranjan May Be Removed From The Post Of Congress Leader In The Lok Sabha; After The Bengal Elections, Questions Were Raised About The Party Leadership

મોનસૂન સેશન પહેલાં કોંગ્રેસમાં સર્જરી:લોકસભામાં કોંગ્રેસના લીડર પદ પરથી હટાવવામાં આવી શકે છે અધીર રંજન; બંગાળ ચૂંટણી પછી પાર્ટી નેતૃત્વને લઈને સવાલ ઉઠ્યા હતા

20 દિવસ પહેલા
  • કૉપી લિંક
બંગાળ ચૂંટણી દરમિયાન બહરામપુરના કોંગ્રેસના સાંસદ અધીર રંજને કેમ્પેઈનિંગમાં ભાગ લીધો હતો અને તે બંગાલ કોંગ્રેસના ચીફ પણ છે. (ફાઈલ) - Divya Bhaskar
બંગાળ ચૂંટણી દરમિયાન બહરામપુરના કોંગ્રેસના સાંસદ અધીર રંજને કેમ્પેઈનિંગમાં ભાગ લીધો હતો અને તે બંગાલ કોંગ્રેસના ચીફ પણ છે. (ફાઈલ)

કોંગ્રેસની ઈન્ટરમિ અધ્યક્ષા સોનિયા ગાંધી થોડા દિવસોમાં જ ચોંકાવનારો નિર્ણય લઈ શકે છે. અધીર રંજન ચૌધરીને લોકસભામાં કોંગ્રેસના લીડર પદ પરથી હટાવવામાં આવી શકે છે. માનવામાં આવે છે કે કોંગ્રેસ મોનસૂન સેશન પહેલાં અધીર રંજનને હટાવાની તૃણુમૂલની સાથે ગૃહમાં ભાજપ સરકાર વિરૂદ્ધ મોરચાબંધી કરશે.

જો કે રિપોટ્સમાં એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધી આ પોસ્ટ માટે દાવેદાર નથી. બંગાળ ચૂંટણી દરમિયાન બહરામપુરના કોંગ્રેસના સાંસદ અધીર રંજને કેમ્પેઈનિંગમાં ભાગ લીધો હતો અને તે બંગાલ કોંગ્રેસના ચીફ પણ છે.

બંગાળ ચૂંટણી પછી કરી લીડર્સની નિંદા
કોંગ્રેસ લીડરશિપમાં ફેરફારને લઈને એક ચિઠ્ઠી લખનારા 23 નેતાઓની નિંદા કરવામાં સૌથી મોટો ચહેરો અધીર રંજન જ હતા. બંગાળ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને એક પણ સીટ મળી ન હતી. જે બાદ અધીર રંજન ચૌધરીએ કહ્યું હતું કે પાર્ટી હવે નેતાઓ દ્વારા સોશિયલ મીડિયામાં જ વ્યસ્ત હોવાની વાત સહી નહીં શકે. હવે તેઓએ રસ્તા પર પણ ઉતરવું પડશે. જેવી રીતે સોનિયાજીએ કહ્યું છે કે કોવિડ પીડિતોને આગળ આવીને મદદ કરવી પડશે.

અધીર રંજન ચૌધરીને હટાવવા અંગેના કારણો
1. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, કોંગ્રેસ હવે તૃણુમૂલની સાથે નીકટતા વધારવા માગે છે. જે અંતર્ગત અધીર રંજનને લોકસભામાં કોંગ્રેસના લીડર પદ પરથી હટાવવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. કોંગ્રેસ ઈચ્છે છે કે મોનસૂન સેશનમાં મોદી સરકાર વિરૂદ્ધ કોંગ્રેસ અને તૃણુમૂલ સાથે મળીને લડશે.

2. બંગાળ વિધાનસભા ચૂંટણી દરમિયાન પણ કોંગ્રેસે સીધા પ્રહાર મમતા બેનર્જી પર કર્યા ન હતા અને તેમની સરકાર રાજ્યમાં ફરી સત્તા પર આવી તે વાતનું સ્વાગત પણ કર્યું હતું. બીજી બાજુ અધીર રંજન ચૌધરીના સંબંધ મમતા બેનર્જી અને બંગાળ સરકાર સાથે વિવાદપૂર્ણ જ રહ્યાં છે.

3. કોંગ્રેસ ઈચ્છે છે કે મોનસૂન સેશન પછી તૃણુમૂલની સાથે ફ્લોર કો-ઓર્ડિનેશનમાં કોઈ અડચણ ન આવે, કેમકે તૃણુમૂલ બંગાળમાં ગવર્નર જગદીપ ધનખડની સાથે ચાલી રહેલા ટકરાવને જોર-શોરથી સંસદમાં ઉઠાવવા માગે છે. તૃણુમૂલ કોંગ્રેસ અને બીજી વિપક્ષી પાર્ટીઓને સાથે રાખીને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ધનખડને પાછા બોલાવે તેવી માગ પણ કરી શકે છે.

અધીર રંજનની જગ્યાએ કોણ આવશે?
સૌથી મોટો સવાલ એ છે કે જો સોનિયા ગાંધી નીચલા ગૃહમાં અધીર રંજનને પાર્ટીના લીડર પદેથી હટાવશે તો તેની જગ્યાએ કોણ આવશે? સૂત્રોનું માનવામાં આવે તો આ પોસ્ટ માટે તિરુવનંતપુરમના સાંસદ શશિ થરૂર, આનંદપુર સાહિબના સાંસદ મનિષ તિવારીના નામ રેસમાં સૌથી આગળ છે. જો કે આ બંને નેતા પણ તે 23માં સામેલ હતા જેઓએ કોંગ્રેસ લીડરશિપને પત્ર લખ્યો હતો. તે પણ સ્પષ્ટ નથી કે રાહુલ ગાંધી સંસદમાં 52 સભ્યવાળી કોંગ્રેસની ટીમને લીડ કરવા માગે છે કે નહીં. જો કે એમ કહેવાય છે કે તેઓ આ પદના દાવેદારોમાં સામેલ નથી.

અન્ય સમાચારો પણ છે...