સતર્ક રહો:6 મહિનામાં ઇમ્યુનિટી ઘટે છે, 5% ને જ બુસ્ટર

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવા વેરિયન્ટ અંગે આજે બેઠક
  • હજુ 4.80 કરોડ લોકોએ જ બુસ્ટર ડોઝ લીધો છે જ્યારે 63 કરોડ તે માટે યોગ્ય છે

દેશમાં ઓમિક્રોનના નવા સબ-વેરિયન્ટ (બીએ.2.75)ના આગમનથી કેન્દ્ર સરકાર સતર્ક થઇ છે. આ મામલે આજે નિષ્ણાતો સાથે અગત્યની બેઠક થવાની છે. ચિંતા એટલા માટે પણ છે કે દેશમાં હજુ સુધી માત્ર 4.80 કરોડ (5.11%) લોકોએ જ કોરોના વેક્સિનનો બુસ્ટર ડોઝ લીધો છે જ્યારે 63.19 કરોડ લોકોને વેક્સિનનો બીજો ડોઝ લીધાને 6 મહિના વીતી ચૂક્યા છે.

નિષ્ણાતોનું કહેવું છે કે ઘણા લોકોમાં વેક્સિન લીધાના 6 મહિના બાદ ઇમ્યુનિટી ઘટવા માંડે છે. કોવિડ-19 વર્કિંગ ગ્રૂપ પર બનેલા નેશનલ ટેક્નિકલ એડવાઇઝરી ગ્રૂપ ઓન ઇમ્યુનાઇઝેશનના ચેરમેન ડૉ. નરેન્દ્ર અરોડાએ જણાવ્યું કે આ કારણથી જ બુસ્ટર/પ્રિકોશન ડોઝનો ગાળો 9 મહિનાથી ઘટાડીને 6 મહિના કરી દેવાયો છે.

બુસ્ટર ડોઝ લેનારા 4.8 કરોડ લોકોમાંથી 4.17 કરોડ 60 વર્ષથી વધુ વયના તથા હેલ્થકેર/ફ્રન્ટલાઇન વર્કર્સ છે. 18થી 59 વર્ષના માત્ર 62.64 લાખ લોકોએ જ બુસ્ટર ડોઝ લીધો છે. આજની બેઠક અંગે અરોડાએ કહ્યું કે સબ-વેરિયન્ટ બીએ.2.75 કેટલો ચેપી છે, હવે કેવી રીતે સર્વેલન્સ અને જીનોમ સર્વેલન્સ કરવું તે અંગે બેઠકમાં ચર્ચા થશે. જોકે, હજુ સુધી કોઇ એક જગ્યાએથી વધુ કેસ સામે આવ્યા હોય તેવું નથી બન્યું તેથી હાલના તબક્કે ચિંતાની કોઇ વાત નથી.

એક્સપર્ટે કહ્યું- દાખલ થવું નથી પડતું એ રાહત
જ્યાં નેચરલ ઇન્ફેક્શન વધુ થયું છે ત્યાં બુસ્ટર ડોઝની કોઇ જરૂર નથી. દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર ન પડે ત્યાં સુધી સંક્રમણ મોટી વાત નથી. > પ્રો. સંજય રોય, દિલ્હી એઇમ્સના કોમ્યુનિટી વિભાગના ડૉક્ટર

નવા વેરિયન્ટ આમ જ આવતા રહેશે
આ ફ્લૂની જેમ ફેલાયેલો છે. બીએ.2.75 સબ-વેરિયન્ટ હોય કે બીજો કોઇ વેરિયન્ટ, આ બધું આવતું રહેશે. બુસ્ટર ડોઝ તથા તકેદારી હજુ પણ જરૂરી છે. > નીરજ નિશ્ચલ, પ્રોફેસર, એઇમ્સ દિલ્હી

અન્ય સમાચારો પણ છે...