ગુજરાત સહિત 5 રાજ્યોમાં શીતલહેરની શક્યતા:પહાડી વિસ્તારોમાં હિમવર્ષાને કારણે આગામી 48 કલાકમાં હાડ ધ્રુજાવતી ઠંડી પડવાની સંભાવના

એક મહિનો પહેલા
  • સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિશય ઠંડી પડી શકે છે
  • જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા થઈ શકે છે

આગામી 5 દિવસમાં દેશના અનેક ભાગોમાં શીતલહેર આવી શકે છે. હવામાન વિભાગે ગુરુવારે ઉત્તર ભારત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં કડકડતી ઠંડી પડવાની આગાહી કરી છે. વિભાગે તેના ડેઈલી બુલેટિનમાં જણાવ્યું છે કે દેશના કેટલાક ભાગોમાં તાપમાનમાં ઘટાડો થવાનો છે. પંજાબ, હરિયાણા, ચંદીગઢ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં 17 થી 21 ડિસેમ્બર દરમિયાન કોલ્ડ વેવની સંભાવના છે. ઉત્તર રાજસ્થાનમાં 18 થી 21 ડિસેમ્બર સુધી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 19 થી 21 ડિસેમ્બર સુધી સ્થિતિ એવી જ રહેશે.

આગામી 4 થી 5 દિવસ દરમિયાન ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારત સિવાય ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં 2-4 ડિગ્રી સેન્ટીગ્રેડનો ઘટાડો થઈ શકે છે. આ ઘટાડો પૂર્વ ભારત અને મહારાષ્ટ્રમાં 2 થી 3 ડિગ્રી સેન્ટીગ્રેડ રહેશે. પંજાબ અને હરિયાણામાં આગામી બે દિવસ ગાઢ ધુમ્મસની આગાહી કરવામાં આવી છે. 17 ડિસેમ્બરે ઉત્તર પશ્ચિમ રાજસ્થાન, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ ગાઢ ધુમ્મસની સ્થિતિ જોવા મળશે.

પંજાબમાં ઘણા શહેરોમાં ગાઢ ધુમ્મસ છવાયેલ છે, આ તસવીર સુવર્ણ મંદિરની છે જેમાં મંદિર ધુમ્મસથી છુપાયેલુ જોવા મળી રહ્યું છે
પંજાબમાં ઘણા શહેરોમાં ગાઢ ધુમ્મસ છવાયેલ છે, આ તસવીર સુવર્ણ મંદિરની છે જેમાં મંદિર ધુમ્મસથી છુપાયેલુ જોવા મળી રહ્યું છે

દિલ્હીમાં પારો નીચો આવશે
ગુરુવારે સવારે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 8.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગે પણ હળવા વાદળો છવાય અને વરસાદની આગાહી કરી છે. જેના કારણે આગામી બે-ત્રણ દિવસમાં તાપમાનનો પારો થોડા ડીગ્રી નીચે આવશે. ગુરુવારે દિવસનું મહત્તમ તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસની આસપાસ હતું. સવારે 8 વાગ્યે એર ક્વોલિટી ઈન્ડેક્સ 350 હતો એટલે કે ખૂબ જ નબળો હતો.

ગુલમર્ગમાં સીઝનનો સૌથી ઠંડો દિવસ
ઉત્તર કાશ્મીરમાં શીતલહેર ઝડપી બની છે. ટૂરિસ્ટ પ્લેસ ગુલમર્ગમાં આ સિઝનનું સૌથી ઓછું તાપમાન નોંધાયું છે. સ્કીઈંગ રિસોર્ટમાં તાપમાનનો પારો માઈનસ 10 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો હતો. જોકે ખીણના દક્ષિણ અને મધ્ય વિસ્તારોમાં થોડી રાહત છે.

બુધવાર અને ગુરુવારની રાતે શ્રીનગરમાં માઈનસ 2.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. આ અગાઉની રાત્રિના માઇનસ 3.9 ડિગ્રી સેલ્સિયસ કરતાં 1.8 ડિગ્રીનો ઘટાડો હતો, જે આ શિયાળામાં નોંધાયેલું સૌથી ઠંડું તાપમાન હતું. અમરનાથ યાત્રાના બેઝ કેમ્પ પહેલગામમાં લઘુત્તમ તાપમાન માઈનસ 6.9 ડિગ્રી સેલ્સિયસ રહ્યું.

પહાડી રાજ્યોમાં બરફવર્ષાની સંભાવના
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં આગામી ત્રણ દિવસમાં હળવો વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. ઉત્તરાખંડમાં ગુરુવાર અથવા શુક્રવારે પણ હિમવર્ષા થવાની સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...