• Gujarati News
  • National
  • Illegal Crypto Exchanges Being The Basis Of Terror Funding, PM Modi Called A Meeting And Asked How Are You Stopping This?

ક્રિપ્ટોકરન્સી પર આવશે સકંજો:ટેરર ફંડિંગનો અધાર બની રહી છે ગેરકાયદે ક્રિપ્ટો એક્સચેન્જ, PM મોદીએ બેઠક બોલાવી પૂછ્યું-કેવી રીતે રોકી રહ્યા છો આમને

નવી દિલ્હી20 દિવસ પહેલા
  • કૉપી લિંક

કેન્દ્ર સરકારે દેશમાં ગેરકાયદે રીતે ચાલતી તમામ ક્રિપ્ટો એક્સચેન્જ પર સકંજો કસવાનું શરૂ કરી દીધું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકીઓ માટે ટેરર ફંડિંગ અને કાળા નાણાં જમા કરનારા માટે મની લોન્ડરીંગનો સ્ત્રોત બનેલી આ ક્રિપ્ટો એક્સચેન્જ વિરુદ્ધ આકરી કાર્યવાહી માટે કહ્યું છે. શનિવારે વડાપ્રધાને આ મામલે નાણાં મંત્રાલય, RBI અને ગૃહ મંત્રાલય સાથે એક બેઠક યોજી. સરકારી સૂત્રો કહે છે કે બેઠકમાં પીએમ મોદીએ સ્પષ્ટ રીતે પૂછ્યું કે ક્રિપ્ટોકરન્સીને રેગ્યુલરાઈઝ કરવા માટે કેવા કદમ ઉઠાવવામાં આવ્યા છે.

યુવાઓમાં ભ્રામકતા અટાકાવાશે
સૂત્રોના અનુસાર, બેઠકમાં ક્રિપ્ટોકરન્સી અને તેની સાથે સંકળાયેલા તમામ મુદ્દાઓની વ્યાપક સમીક્ષા થઈ. સ્પષ્ટ રીતે એ નક્કી કરવામાં આવ્યું કે ક્રિપ્ટોકરન્સીના નામ યુવાઓને ગુમરાહ કરનારી અપારદર્શી એડવર્ટાઈઝીંગને અટકાવવામાં આવે. બેઠકમાં RBI, નાણાં મંત્રાલય તરફથી દેશદુનિયાના એક્સપર્ટ્સની સલાહ પછી સામે આવેલા મુદ્દાઓ પર વાતચીત કરવામાં આવી.

ક્રિપ્ટોકરન્સીના તમામ લેખા-જોખા ઓનલાઈન જ હોવાથી છેતરપિંડીના કેસો વધુ છે.
ક્રિપ્ટોકરન્સીના તમામ લેખા-જોખા ઓનલાઈન જ હોવાથી છેતરપિંડીના કેસો વધુ છે.

ટેકનીકની મદદથી શરૂ થશે દેખરેખ
સૂત્રો કહે છે કે બેઠકમાં ગેરકાયદે ક્રિપ્ટો માર્કેટ્સને લઈને સૌથી વધુ વાતચીત કરવામાં આવી. આ અંગે સહમતિ દર્શાવી કે આ માર્કેટ્સને મની લોન્ડરીંગ અને ટેરર ફંડિંગનો ગઢ નહીં બનવા દેવાય.
બેઠકમાં આના પર પણ સહમતિ રહી છે કે ક્રિપ્ટોકરન્સી સાથે સંકળાયેલી ટેકનીક દરરોજ બદલાઈ રહી છે. તેના કારણે એ નક્કી કરવામાં આવ્યું કે સરકાર ટેકનીકની મદદથી ક્રિપ્ટોકરન્સી સાથે સંકળાયેલા દરેક પાસા પર ઝીણવટભરી નજર રાખવા માટે કદમ ઉઠાવશે. આ માટે સતત એક્સપર્ટ્સ અને અન્ય હિતધારકો પાસેથી સૂચનો માગવામાં આવશે.

બીજા દેશોની સાથે રખાશે તાલમેળ
બેઠકમાં એવું પણ માનવામાં આવ્યું કે ક્રિપ્ટો કરન્સીનો મુદ્દો દેશની સીમાઓમાં બંધાયેલો નથી પરંતુ આ એક ઈન્ટરનેશનલ ઈસ્યુ છે. એવામાં ભારત સરકાર ગ્લોબલ પાર્ટનરશિપ અને સામૂહિક વ્યૂહનીતિઓ બનાવવા માટે બીજા દેશો સાથે તાલમેળ સાધશે.

RBI ટૂંક સમયમાં જ કોઈ નવું ફ્રેમવર્ક પણ લાવી રહી છે ક્રિપ્ટોકરન્સી માટે.
RBI ટૂંક સમયમાં જ કોઈ નવું ફ્રેમવર્ક પણ લાવી રહી છે ક્રિપ્ટોકરન્સી માટે.

બે દિવસ અગાઉ જ આપી હતી RBIએ ચેતવણી
બે દિવસ અગાઉ RBI ગવર્નર શક્તિકાંત દાસે ડિજિટલ કરન્સી અંગે ચેતવણી આપી હતી. તેમણે આને અત્યંત ગંભીર વિષય ગણાવ્યો હતો અને ટૂંક સમયમાં કોઈ મોટું કદમ ઉઠાવવામાં આવશે એવો સંકેત આપ્યો હતો. ક્રિપ્ટોકરન્સી પર સકંજો કસવા માટે RBI અને શેરબજાર રેગ્યુલેટર સેબી મળીને એક ફ્રેમવર્ક તૈયાર કરી રહ્યા છે.

RBI પણ લાવી રહી છે પોતાની ડિજિટલ કરન્સી
ભારતીય રિઝર્વ બેંક (RBI)ની પણ ડિજિટલ કરન્સી લાવવાની તૈયારી છે. જો કે તેના વિશે વધુ કંઈ સ્પષ્ટ નથી પરંતુ ડિસેમ્બરમાં તેના વિશે કોઈ ઘોષણા થઈ શકે છે.