ડરાવનારો રિપોર્ટ:કોરોના અંગે IIT વૈજ્ઞાનિકોનો રિપોર્ટમાં ભારત માટે માઠા સમાચાર, મે મધ્યમાં કલ્પના બહારની પીક આવશે

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વૈજ્ઞાનિકોની આ નવી સ્ટડી હજુ સુધી પ્રકાશિત થઈ નથી.. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ નવા સૂત્ર મોડલમાં અનેક વિશેષતાઓ છે

કોરોનાના વધતા જતા કેસ ડરાવનારા છે. એક્સપર્ટની માન્યતા મુજબ આગામી થોડા દિવસોમાં કોરોનાના કેસ પીક પર આવી ગયા બાદ, કેસની સંખ્યામાં ઘટાડો જોવા મળી શકે છે. આ વચ્ચે IITના વૈજ્ઞાનિકોની એક ટીમનો આગામી દિવસોમાં ભારતમાં કોરોનાને જે સંભવિત કેસ ગણાવવામાં આવ્યા છે તે ચિંતાજનક છે. IITના વૈજ્ઞાનિકોએ પોતાના ગણિતીય મોડલના આધારે જણાવ્યું કે ભારતમાં 14-18 મે વચ્ચે કોરોનાના દર્દીઓની સંખ્યા 38થી 48 લાખ સુધી પહોંચી શકે છે. તો 4-8 મે વચ્ચે દરરોજ સંક્રમણના કેસ 4.4 લાખ સુધી પહોંચી શકે છે. હાલ કોરોનાના 3.52 લાખથી વધુ કેસ નોંધાય રહ્યાં છે.

મેના મધ્ય સુધીમાં સંક્રમિતોની સંખ્યા 10 લાખ ઉપર
કાનપુર અને હૈદરાબાદમાં ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT)ના વૈજ્ઞાનિકોનું અનુમાન લગાવવા માટે SUTRA (Susceptible, Undetected, Tested (Positive), Removed Approach) નામના મોડલનો ઉપયોગ કર્યો. વૈજ્ઞાનિકોએ આશંકા વ્યક્ત કરી છે મે અડધો પૂરો થશે ત્યાં સુધીમાં દેશમાં કોરોનાના કેસ 10 લાખથી ઉપર સુધી જઈ શકે છે.

એપ્રિલ અંગેનું અનુમાન ખોટું પડ્યું
નવા પ્રોજેક્ટમાં મામલાની સમયસીમ અને સંખ્યામાં સુધારો કરવામાં આવ્યો છે. ગત સપ્તાહે શોધકર્તાઓએ અનુમાન લગાવ્યું હતું કે 11થી 15 મે વચ્ચે મહામાીરી પોતાના પીક પર આવી જશે અને કુલ એક્ટિવ કેસ 33થી 35 લાખ સુધી થઈ જશે. જે બાદ મેના અંત સુધીમાં કેસમાં ઝડપથી ઘટાડો આવી શકે છે. જો કે આ મહિનાની શરૂઆતમાં મોડલના આધારે વૈજ્ઞાનિકોએ રજૂ કરેલા સંભવિત આંકડા ખોટા સાબિત થયા હતા. વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે 15 એપ્રિલ સુધીમાં દેશમાં કોરોનાના એક્ટિવ કેસ પીક પર આવી શકે છે, જે સાચા ન પડ્યા.

યોગ્ય અનુમાન લગાડવું મુશ્કેલ
IIT કાનપુરમાં કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ વિભાગના પ્રોફેર્સ મનિંદર અગ્રવારે એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, 'આ વખતે મેં પૂર્વાનુમાન આંકડા કાઢવા માટે ન્યૂનતમ અને અધિકતમ ગણતરી પણ કરી છે. મને પૂરો વિશ્વાસ છે કે વાસ્તવિક આંકડા આ ન્યૂનત અને અધિકતમ ગણતરી કરાઈ તેની વચ્ચે જ રહેશે.'

આગામી દિવોસમાં કોરોનનાના સંભવિત કેસને લઈને પ્રોફેસર અગ્રવાલે અનેક ટ્વિટ પણ કર્યા હતા. તેઓએ લખ્યું હતું કે, 'પીક સમયઃ એક્ટિવ કેસ માટે 14-18 મે અને નવા સંક્રમમ માટે 4-8 મે. પીક મામલાઃ 38-38 લાખ એક્ટિવ કેસ અને નવા સંક્રમણ મટે 3.4થી 4.4 લાખ મામલા.' તેઓએ એમ પણ કહ્યું કે તે સ્પષ્ટ ન કહી શકાય કે અંતિમ આંકડા શું હશે.

સમયની સાથે મોડલના બદલાતા અનુમાન અંગે જણાવતા પ્રોફેસર અગ્રવાલે કહ્યું કે, 'તેનું મુખ્ય કારણ એ છે કે ભારતા હાલના પેરામીટરમાં સતત ધીમી ગતિએ બદલાવ થઈ રહ્યો છે જેના કારણે યોગ્ય અનુમાન લગાડવું મુશ્કેલ પડે છે.'

ત્રણ પેરામીટરથી રિપોર્ટ તૈયાર કરાયો
વૈજ્ઞાનિકોની આ નવી સ્ટડી હજુ સુધી પ્રકાશિત થઈ નથી.. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ નવા સૂત્ર મોડલમાં અનેક વિશેષતાઓ છે. જ્યાં છેલ્લાં કેટલાંક અભ્યાસમાં દર્દીઓની સંખ્યાને એસિમ્ટોમેટિક અને લક્ષણવાળા દર્દીઓમાં વેચવામાં આવ્યા હતા, જ્યારે આ મોડલમાં એ વાતનો પણ ઉલ્લેખ કરાયો છે કે કેટલાંક એસિમ્ટોમેટિક દર્દીના કોન્ટેક્ટ ટ્રેસિંગ અને અન્ય પ્રોટોકોલથી ભાળ મેળવી શકાય છે.

IIT કાનપુરના વૈજ્ઞાનિકો સૂત્ર મોલ માટે ત્રણ માપદંડનો ઉપયોગ કર્યો છે. પહેલાં પેરામીટરમાં તે જાણવા મળ્યું કે કોઈ સંક્રમિત વ્યક્તિ એક દિવસમાં કેટલા લોકોને સંક્રમિત કરે છે. બીજામાં તે જઆમવામાં આવ્યું કે આ મહામારીની ઝપેટમાં વસ્તીના કેટલા લોકો આવી ગયા છે. અને ત્રીજા પેરામેટીરમાં જેની જાણ થઈ છે તેઅને ગુપ્તા મામલાની સરેરશ કાઢવામાં આવી છે.