તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • IIT Medical Students Study Online As Well As Graze Cattle, Help With Other Household Chores

વિદ્યાર્થીઓનો અનોખો અંદાજ:આઇઆઇટીયન-મેડિકલ સ્ટુડન્ટ્સ ઓનલાઇન સ્ટડીની સાથે સાથે ઢોર ચરાવે છે, ઘરના અન્ય કામોમાં મદદ કરે છે

બાંસવાડા7 દિવસ પહેલાલેખક: સુરેશ લૌહાર, આશીષ દોસી
  • કૉપી લિંક
ચિરાગ ડામોર: સિવિલ સર્વિસીસની તૈયારી કરી રહ્યો છે અને રોજ ઢોર ચરાવવા જાય છે - Divya Bhaskar
ચિરાગ ડામોર: સિવિલ સર્વિસીસની તૈયારી કરી રહ્યો છે અને રોજ ઢોર ચરાવવા જાય છે
  • રાજસ્થાનના બાંસવાડામાં લૉકડાઉનની અલગ તસવીરો સામે આવી

રાજસ્થાનના બાંસવાડાના ગામોમાં આજકાલ અલગ જ નજારો છે. આઇઆઇટી, એમબીબીએસ તથા મેનેજમેન્ટ કોર્સ કરી રહેલા સ્ટુડન્ટ્સ ક્યાંક ખેતરમાં હળ ચલાવી રહ્યા છે તો ક્યાંક ઢોર ચરાવી રહ્યા છે. સાથે જ ઢોરઢાંખર માટે ચારો વાઢવાની પણ તેમની જવાબદારી છે. આવું એટલા માટે કે આ સ્ટુડન્ટ્સ ભણવા માટે શહેરોની ઇન્સ્ટિટ્યૂટમાં ગયા હતા પણ કોરોના લૉકડાઉનના કારણે તેમણે ઘરે પાછા ફરવું પડ્યું. તેથી હવે આ સ્ટુડન્ટ્સ ઓનલાઇન સ્ટડી પણ કરી રહ્યા છે અને ઘરકામમાં મદદ પણ કરી રહ્યા છે. હાલ પાકની લણણી, કચરો વાળવો, રસોઇ બનાવવી, પાણી ભરવું, ગાય-ભેંસ દોહવા જેવા કામ તેમની દિનચર્યામાં સામેલ છે. ઘરના કામોમાં મદદ કરવાની સાથોસાથ તેઓ ગામમાં કોરોના સંબંધી અફવાઓ દૂર કરીને લોકોને જાગૃત પણ કરી રહ્યા છે.

આંચલ પારગી: પરિવારે ઢોર સંભાળવાની પૂરી જવાબદારી તેને સોંપી દીધી છે
આનંદપુરી પંચાયતના ફલવા ગામની આંચલ પારગી રાજકીય મેડિકલ કોલેજ, કોટાની સેકન્ડ યરની સ્ટુડન્ટ છે. મુખ્ય પરીક્ષા માટે રોજ 5 કલાક તૈયારી કરે છે અને ઘરના દરેક કામમાં મદદ પણ કરે છે. સવાર-સાંજ ગાય-ભેંસને ચારો નાખવાની અને પાણી પીવડાવવાની જવાબદારી સંભાળી રહી છે.

ચિરાગ ડામોર: સિવિલ સર્વિસીસની તૈયારી કરી રહ્યો છે અને રોજ ઢોર ચરાવવા જાય છે
ગાંગડતલાઇ પંચાયતના રોહનવાડી ગામના ચિરાગે આઇઆઇટી, કાનપુરમાંથી કેમિકલ એન્જિનિયરિંગ કર્યું છે. આઇએએસ બનવા ઇચ્છતો હોવાથી સિવિલ સર્વિસીસની તૈયારી કરી રહ્યો છે. લૉકડાઉનમાં ઘરે પરત ફર્યા બાદ અભ્યાસ ઉપરાંત રોજ ખેતરે ઢોર ચરાવવા જાય છે.

અન્ય સમાચારો પણ છે...