• Gujarati News
  • National
  • IIT Jodhpur Professor Builds Biofuel From Organic Waste Amid Rising Petrol diesel Prices

રાજસ્થાન:પેટ્રોલ-ડીઝલના વધતા જતા ભાવ વચ્ચે IIT જોધપુરના પ્રોફેસરે ઓર્ગેનિક વેસ્ટમાંથી બાયોફ્યુલ બનાવ્યું

જોધપુર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દેશમાં પેટ્રોલ-ડીઝલના વધતા જતા ભાવ વચ્ચે IIT જોધપુરના પ્રોફેસરે અન્ય પ્રોસેસથી ઓછા ખર્ચામાં ઓર્ગેનિક વેસ્ટમાંથી બાયોફ્યુલ બનાવ્યું છે. કેમિસ્ટ્રી પ્રોફેસર ડૉ. રાકેશ શર્માનું આ રિસર્ચ રોયલ સોસાયટી ઓફ કેમિસ્ટ્રી જર્નલના કવર પેજ પર પબ્લિશ થયું છે. 

સામાન્ય રીતે લોકો શાકભાજીની છાલ, વેસ્ટ ઓઈલ, રોટલી, ખરાબ લોટ ઉપરાંત અન્ય ખોરાકને કચરામાં ફેંકી દે છે. તો બીજી તરફ ખેડૂતો પણ ખરાબ ઘાસચારો તથા નિંદણને કચરામાં ફેંકી દે છે. પ્રોફેસર રાકેશ શર્માએ આ બધી વસ્તુઓનો ઉપયોગ કર્યો અને તેમાંથી ઉપયોગી વસ્તુ બનાવી. તેમણે લેબમાં આ બધી વસ્તુઓનો ઉપયોગ કરીને ઉત્પ્રેરક વિધિની મદદથી ડીઝલ ગ્રેડનું બાયોફ્યુલ બનાવ્યું , તેમણે આ રિસર્ચની પેટન્ટ પણ નોંધાવી લીધી છે. 

IIT જોધપુરના ડિરેક્ટર પ્રોફેસર શાંતનુ ચૌધરીએ પણ ડૉ. રાકેશનાં વખાણ કર્યા છે. તેમણે આ રિસર્ચ ભારત સરકારનાં ડીપાર્ટમેન્ટ ઓફ બાયોટેક્નોલોજીના ઉપયોગથી નેશનલ બાયો-એનર્જી મિશનને પૂરું કર્યું છે. આ રિસર્ચમાં ડૉ. કૃષ્ણાપ્રિયાએ પણ તેમનો સાથ આપ્યો હતો.

વેસ્ટેજ અને રાજસ્થાની માટીમાંથી બાયોફ્યુલ બનાવ્યું
રિફાઇન્ડ રાજસ્થાની માટી અને ઓર્ગેનિક વેસ્ટનું મિશ્રણ કર્યું
ત્યારબાદ મિશ્રણને હાઈડ્રોજનની હાજરીમાં 250 ડિગ્રી સેલ્સિયસ પર ગરમ કર્યું 
આ રાસાયણિક પ્રક્રિયાથી ઓક્સિજન પાણીના રૂપે બહાર નીકળી ગયો અને વધ્યું તે બાયોફ્યુલ છે.

આ પ્રકિયાથી બાયોફ્યુલ બનાવવું સસ્તું છે. અન્ય રિસર્ચમાં હાઈટેમ્પરેચરની જરૂર પડે છે, જે 500 ડિગ્રી સેલ્સિયસ સુધીનું હોય છે, જેને લીધે ખર્ચો વધી જાય છે. જ્યારે આ પ્રોસેસ 250 ડિગ્રી સેલ્સિયસમાં થાય છે.

અન્ય સમાચારો પણ છે...