તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • IIM Graduate's 'family' Is Teaching Food, Education And Life Skills To 25,000 Children Suffering From Illiteracy And Malnutrition

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મન્ડે પોઝિટિવ:નિરક્ષરતા, કુપોષણથી પીડિત 25 હજાર બાળકોને IIM ગ્રેજ્યુએટનો ‘પરિવાર’ ભોજન, ભણતર અને જીવન જીવવાનું કૌશલ્ય શીખવી રહ્યો છે

ઇન્દોર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
સરકારી સ્કૂલોમાં 200-300 બાળક દીઠ એક શિક્ષક હોય છે. સાધનો પણ હોતા નથી. આ ખોટ સેવા કુટિર પૂરી કરે છે. - Divya Bhaskar
સરકારી સ્કૂલોમાં 200-300 બાળક દીઠ એક શિક્ષક હોય છે. સાધનો પણ હોતા નથી. આ ખોટ સેવા કુટિર પૂરી કરે છે.
 • વીજળી, પાણી જેવી સુવિધાઓ નથી એવા ગામમાં સેવા કુટિર બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ આપી રહી છે

શહેરથી દૂર જંગલમાં 24 કિમી અંદર રાતડી નામનું ગામ છે. અહીં બનેલાં10 કાચા ઘરમાંથી એકમાં સામૂહિક પ્રાર્થનાનો અવાજ ગૂંજી રહ્યો છે. આ ઘરના આંગણામાં બેઠેલા 60 બાળકો આ પ્રાર્થના કરી રહ્યા છે. આ વિદ્યાલય તેમને ખરા અર્થમાં અંધકારમાંથી ઉજાસ તરફ લઈ જઈ રહી છે. શ્રીરામકૃષ્ણ વિવેકાનંદ સેવા કુટિર નામની આ સ્કૂલ ‘પરિવાર’ કહેવાય છે. અને આ પરિવાર મધ્ય પ્રદેશમાં આવી 254 સ્કૂલો ચલાવે છે.

વીજળી-પાણી જેવી મૂળભૂત સુવિધાઓથી વંચિત 25 હજાર આદિવાસી, નિરાધાર બાળકો અહીં અભ્યાસ કરે છે. અહીં આ બાળકોને વિનામૂલ્યે ભણાવવામાં આવે છે. સાથે જ બે ટંક પૌષ્ટીક ભોજન પણ આપવામાં આવે છે તથા સ્વચ્છ કપડા આપવામાં આવે છે. બાળકોને સ્વચ્છતાના પાઠ ભણાવવામાં આવે છે. હાલ નર્સરીથી 8મા ધોરણ સુધી બાળકોને ભણાવાય છે. થોડા વખતમાં 12 સુધીનો અને એ પછીના અભ્યાસની સુવિધા શરૂ કરવાની પણ યોજના છે. આઇઆઇટી ખડગપુર અને આઇઆઇએમ અમદાવાદમાં ભણેલા વિનાયકે 2003માં કોલકાતામાં 3 બાળકોની સાથે સેવા કુટિરની શરૂઆત કરી હતી. તેઓ જણાવે છે કે, આ લડાઈ માત્ર નિરક્ષરતા, કુપોષણ અને અસમાનતા વિરુદ્ધ છે. મારો શરૂઆતનો અભ્યાસ મધ્ય પ્રદેશમાં થયો હતો. પિતા અહીં આઇએએસ હતા. તેમની સાથે રહીને અહીંની જમીની વાસ્તવિકતાનો પરિચય થયો હતો.

2016માં એમપીમાં સેવા કુટિરનો વિસ્તાર કર્યો. હાલ દેવાસ, શ્યોપુર, મંડલા, સિહોર, છિંદવાડા અને ખંડવામાં સેવા કુટિર ચાલી રહી છે. રેસિડેન્શીયલ એજ્યુકેશન સેન્ટર પણ બની રહ્યું છે. જ્યાં બાળકો રહી પણ શકશે. 2023 સુધીમાં 500 સેન્ટર શરૂ કરવાનું લક્ષ્ય છે. જ્યાં 50 હજાર બાળકો ભણી શકશે. સેવા કુટિરના એક સેન્ટરનો ખર્ચ 12.5 લાખ રૂપિયા છે. રાજ્યમાં આ‌વા 254 સેન્ટર છે.

મૉડેલ: ગામનું એક ઘર પસંદ કરી ત્યાં જ બાળકોને ભણાવાય છે
5 ગામોમાં કુટિરની સારસંભાળ રાખી રહેલા સિદ્ધાર્થ પરમાર જણાવે છે કે આ તમામ બાળકો સરકારી સ્કૂલોમાં પણ જાય છે. સરકારી સ્કૂલોમાં 200-300 બાળક દીઠ એક શિક્ષક હોય છે. સાધનો પણ હોતા નથી. આ ખોટ સેવા કુટિર પૂરી કરે છે. સ્કૂલ પહેલાના ત્રણ કલાક અને સ્કૂલ છૂટ્યા પછીના 3 કલાક બાળકો કુટિરમાં ગાળે છે. આ માટે કોઈ અલગ મકાન નથી પણ જ્યાં બાળકો બેસી શકે એવું કોઈ એક ઘર પસંદ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો