CAT 2021 પરિણામ:IIM અમદાવાદે જાહેર કર્યું કેટ 2021નું પરિણામ જાહેર, આ રીતે ડાઉનલોડ કરો સ્કોરકાર્ડ

23 દિવસ પહેલા
  • કૉપી લિંક
CAT 2021ની પરીક્ષા 28 નવેમ્બર, 2021નાં રોજ ભારતના 156 શહેરોમાં 438 પરીક્ષા કેન્દ્ર પર ત્રણ બેચમાં સફળતાપૂર્વક આયોજિત કરાઈ હતી. - Divya Bhaskar
CAT 2021ની પરીક્ષા 28 નવેમ્બર, 2021નાં રોજ ભારતના 156 શહેરોમાં 438 પરીક્ષા કેન્દ્ર પર ત્રણ બેચમાં સફળતાપૂર્વક આયોજિત કરાઈ હતી.

IIM અમદાવાદ દ્વારા લેવામાં આવેલી કોમન એડમિશન ટેસ્ટ (CAT 2021)નું પરિણામ સોમવારે જાહેર કરવામાં આવ્યું છે. ઉમેદવાર પોતાનું પરિણામ જોઈ શકે છે અને સત્તાવાર વેબસાઈટ iimcat.ac.in પર સ્કોરકાર્ડ ડાઉનલોડ કરી શકે છે.

અહીં જોઈ શકાય છે IIM CAT 2021નું પરિણામ
આ વર્ષે પરીક્ષામાં કુલ 2.30 લાખ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા જેમાંથી 85 ટકા લોકોએ પરીક્ષા આપી હતી. CAT પરિણામ 2021 જાહેર થયા બાદ, IIM કેટ કટઓફના આધારે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરશે.

IIM CAT 2021 મેરિટ લિસ્ટના આધારે મળશે એડમિશન
CAT પરિણામ 2021માં ઉમેદવારના નામ, રોલ નંબર, શ્રેણી સહિત સમગ્ર સ્કોર અને પર્સેન્ટાઈલની માહિતી સામેલ છે. CAT પરિણામ 2021ની જાહેરાત કરવામાં આવી છે. જે બાદ હવે IIM CAT કટઓફના આધારે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આ વર્ષે 88 બિન IIM સંસ્થાઓ પણ પોતાના પ્રવેશ માટે CAT 2021ના અંકોનો ઉપયોગ કરશે. કોમન એડમિશન ટેસ્ટનું પરિણામ ઓફિશિયલ વેબસાઈટ- iimcat.ac.in પર જોઈ શકાય છે. સ્કોરકાર્ડ એક્સેસ કરવા માટે સીધી લિંક સત્તાવાર વેબસાઈટ પર લાઈવ છે. આ માટે ઉમેદવારે લોગિન સેક્શનમાં જવું પડશે.

કઈ રીતે ડાઉનલોડ કરશો IIM CAT 2021નું પરિણામ?

  • IIM CAT 2021નું રિઝલ્ટ ઓનલાઈન ચેક કરવા માટે ઉમેદવારે નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરી શકે છે.
  • IIM CAT હોમ પેજના ટોપ પર 'સ્કોર 2021' પર ક્લિક કરો.
  • CAT 2021ના પરિણામની એક નવી વિન્ડો ખુલશે.
  • CAT પરિણામ ડાઉનલોડ કરવા માટે CAT લોગિન ક્રેડેન્શિયલ-યૂઝર ID અને પાસવર્ડ નાખો
  • પોતાનું કેટ લોગિન ક્રેડેન્શિયલ દાખલ કરો અને લોગિન બટન પર ક્લિક કરો.
  • જે બાદ ઉમેદવાર મેનૂબારમાંથી CAT 2021 પરિણામ/સ્કોરકાર્ડની લિંક પર ક્લિક કરે.
  • CAT 2021નું પરિણામ સ્ક્રિન પર આવી જશે.
  • સ્કોરકાર્ડ ડાઉનલોડ કરો અને પ્રિન્ટ આઉટ પણ લઈ લો.

CAT 2021ના પરિણામ આ પ્રકારે છે
100 પર્સેન્ટાઈલ

  • એન્જિનિયરિંગ 07
  • બિન એન્જિનિયરિંગ 02
  • (તમામ પુરુષ ઉમેદવાર છે. જેમાંથી એક હરિયાણા અને એક ઉત્તરપ્રદેશથી છે.)

99.99 પર્સેન્ટાઈલ

  • એન્જિનિયરિંગ 16
  • બિન એન્જિનિયરિંગ 03
  • (તમામ પુરુષ ઉમેદવાર છે.)

99.98 પર્સેન્ટાઈલ

  • એન્જિનિયરિંગ 15
  • બિન એન્જિનિયરિંગ 04
  • (1- મહિલા એન્જિનિયર)

28 નવેમ્બરે યોજાઈ હતી પરીક્ષા
CAT 2021ની પરીક્ષા 28 નવેમ્બર, 2021નાં રોજ ભારતના 156 શહેરોમાં 438 પરીક્ષા કેન્દ્ર પર ત્રણ બેચમાં સફળતાપૂર્વક આયોજિત કરાઈ હતી. આ પરીક્ષા માટે 2.30 લાખ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા જેમાંથી લગભગ 1.92 લાખ લોકોએ પરીક્ષા આપી હતી. પરીક્ષા આપનારા 1.92 લાખ ઉમેદવારોમાંથી 35% મહિલાઓ, 65% પુરુષો અને 2 ઉમેદવાર ટ્રાંસજેન્ડર હતા.

અન્ય સમાચારો પણ છે...