• Gujarati News
  • National
  • Country's 30 Carat Diamond Found The World's Largest Lab Grow Diamond Certificate Will Be On Display In The US

ભારતનું ગૌરવ:દેશના 30 કેરેટના હીરાને મળ્યું વિશ્વના સૌથી મોટા લેબ ગ્રોન ડાયમંડનું સર્ટિફિકેટ, USમાં પ્રદર્શનમાં મુકાશે

મુંબઈ15 દિવસ પહેલા

ઈન્ટરનેશનલ જિમોલોજિકલ ઈન્સ્ટિટ્યૂટ-IGIએ ભારતની લેબોરેટરીમાં ડેવલપ કરવામાં આવેલા 30.18 કેરેટના ડાયમંડને વિશ્વના અત્યારસુધીના સૌથી મોટા લેબોરેટરી ગ્રોન ડાયમંડનું સર્ટિફિકેટ આપ્યું છે. એથેરિયલ ગ્રીન ડાયમંડ એલપીપીના એમરેલ્ડ કટ લેબ ગ્રોન ડાયમંડને આજથી દિવસ માટે એટલે કે 10 જૂનથી 13 જૂન સુધી અમેરિકાના લાસ વેગાસમાં યોજાનારા વેટિકન જેસીકે લાસ વેગાસ શોમાં પ્રદર્શનમાં મૂકવામાં આવશે. ઉલ્લેખનીય છે કે હીરાની ગુણવત્તા અને ખાતરી માટે ઈન્ટરનેશનલ જિમોલોજિકલ ઈન્સ્ટિટ્યૂટ-IGI સમગ્ર વિશ્વમાં જાણીતું છે.

એથેરિયલ ગ્રીન ડાયમંડ એલએલપી વિશ્વમાં અગ્રેસર
એથેરિયલ ગ્રીન ડાયમંડ એલએલપી સમગ્ર વિશ્વમાં સારી ગુણવત્તા ધરાવતા લેબ ગ્રોન ડાયમંડ તૈયાર કરવામાં સતત પ્રયત્નીલ અને અગ્રેસર છે. આ અંગે એથેરિયલ ગ્રીન ડાયમંડ એલએલપીના મેનેજિંગ ડાયરેક્ટર હીરવ અનિલ વીરાણીએ જણાવ્યું હતું કે એથેનિકલી રીતે બનેલી સારી આઈટમ્સને પસંદ કરવી એ આ પૃથ્વી અને તેના લોકો માટે લેવામાં આવતાં સારાં પગલાં પૈકીનું એક પગલું છે.

કેમિકલ વેપોર ડિપોઝિશનથી તૈયાર કરવામાં આવ્યો હીરો
આ હીરાને કેમિકલ વેપોર ડિપોઝિશન(CVD) પ્રોસેસથી તૈયાર કરવામાં આવ્યો છે. એ H કલર, VS2 ક્લેરિટી ધરાવે છે. IIa રફ ક્રિશટલમાંથી તૈયાર કરવામાં આવેલા આ ડાયમંડને તૈયાર થતાં 4 અઠવાડિયાંનો સમય લાગ્યો હતો. વીરાણીએ વધુમાં જણાવ્યું હતું કે IGIએ વિશ્વમાં વિવિધ જગ્યાએ લેબરેટરીઝ ધરાવે છે અને આ લેબ અદ્યતન ટેક્નોલોજીથી સજજ હોય છે. વિવિધ સુવિધા ઉપરાંત એ ગ્રાહકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પણ સેવા આપે છે, તેથી અમે અમારા ડાયમંડ અંગે IGIનું સર્ટિફિકેટ લેવાનું પસંદ કરીએ છીએ. એનાથી એક વિશ્વાસ સંપાદન થાય છે.

14.6 કેરેટનો ડાયમંડ.
14.6 કેરેટનો ડાયમંડ.

વર્ષ 2021માં 14.6 કેરેટનો ડાયમંડ બનાવ્યો હતો
IGI ઈન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર થેમ્સ પ્રિન્ટરે ડાયમંડના એનાલિસિસ, ટ્રાન્સપરન્સી અને ડિસક્લોઝર અંગે જણાવ્યું હતું કે અમે ગ્રાહકના રસને અનુલક્ષીને સતત વિવિધ પ્રકારનું રિસર્ચ કરતા રહીએ છીએ. આ માટે અમે વિવિધ પદ્ધતિ અને ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરીએ છીએ. વર્ષ 2021માં એથેરિયલ ગ્રીન ડાયમંડ એલએલપી દ્વારા 14.6 કેરેટનો લેબ ગ્રોન ડાયમંડ તૈયાર કરવામાં આવ્યો હતો. એ સમયનો એ સૌથી મોટો લેબ-ગ્રોન ડાયમંડ હોવાનું સર્ટિફિકેટ પણ IGIએ આપ્યું હતું.

ગ્લોબલ લેબ ગ્રોન ડાયમંડની માર્કેટ સાઈઝ વર્ષ 2020માં 19.3 બિલિયન ડોલર હતી. એ આગામી 10 વર્ષમાં 49.9 બિલિયન ડોલર સુધી પહોંચી શકે છે. આ ગણતરી કંપાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ (CAGR) 9.4 ટકાના આધારે કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...