• Gujarati News
  • Sports
  • If You Support Your Daughters, They Too Can Fulfill Every Dream: Olympic Champion Avni

ભાસ્કર ઈન્ટરવ્યૂ:તમે પોતાની દીકરીઓને સપોર્ટ કરશો તો તે પણ દરેક સ્વપ્ન પૂરું કરી શકે છે : ઓલિમ્પિક ચેમ્પિયન અવની

નવી દિલ્હી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજસ્થાનની અવનીએ પેરાલિમ્પિકમાં બે મેડલ જીત્યા હતા

જો તમે સાચી લગન સાથે મહેનત કરો છો તો તે ક્યારેક બેકાર જતી નથી. રાજસ્થાનની શૂટર અવની લેખરા તેનું જીવતું-જાગતું ઉદાહરણ છે. તેણે ટોક્યો પેરાલિમ્પિકમાં ગોલ્ડ સહિત બે મેડલ જીત્યા હતા. અવની માર્ગ અકસ્માત થયો, તેમ છતાં તેણે સ્પોર્ટ્સ પસંદ કર્યું અને દેશને મેડલ અપાવ્યો. તેણે કહ્યું કે, જો તમે દિકરીઓને સપોર્ટ કરશો તો તે પણ તમારું દરેક સ્વપ્ન પૂરું કરી શકે છે.

  • 2012માં તમારો અકસ્માત થયો. ત્યાર પછી અનેક લોકોએ કહ્યું કે તમે ઘરે બેસી જશો, પરંતુ તમે સ્પોર્ટ્સ પસંદ કર્યું. આવું કેમ?

2012ની વાત છે. હું પરિવાર સાથે જયપુરથી ધોલપુર જઈ રહી હતી, ત્યારે માર્ગમાં અકસ્માત થયો. હું ડિપ્રેશનમાં જતી રહી. મારા પિતા ઈચ્છતા હતા કે હું રમવાનું શરૂ કરું. ત્યાર પછી 2015માં મેં માત્ર શોખ તરીકે શૂટિંગ શરૂ કર્યું. શરૂઆતમાં મુશ્કેલી પડી, પરંતુ મેં મહેનત ચાલુ રાખી અને આજે મને પેરાલિમ્પિકમાં રમવાની તક મળી છે.

  • માતા-પિતા દીકરીઓને રમવા જતાં રોકે છે. કેટલું સાચું છે?

તમે તમારી દીકરીઓને સપોર્ટ કરશો તો તે કંઈ પણ પ્રાપ્ત કરી શકે છે.એટલે તેમને સપોર્ટ કરવો જોઈએ. તમે તાજેતરમાં જ જોયું છે કે, મહિલા ખેલાડી ઓલિમ્પિક અને પેરાલિમ્પિકમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહી છે. શૂટિંગની છોકરા-છોકરીઓની એક પેરાલિમ્પિકમાં છોકરીઓએ ગોલ્ડ જીત્યો છે.

  • તમને પણ રમતા અટકાવાઈ છે?

મારી સાથે આવું થયું નથી, પરંતુ પરિવારે મને પૂરતો સપોર્ટ આપ્યો છે. મારા પપ્પા મને શૂટિંગ રેન્જમાં લઈ ગયા અને મેં ત્યાંથી શરૂઆત કરી છે. જે છોકરીઓ સાથે આવું થયું છે, તેમના પરિવારને એટલું જ કહીશ કે તેઓ સપોર્ટ કરે.

  • ટોક્યો પેરાલિમ્પિકમાં મેડલ જીત્યો ત્યારે તમારા મનમાં શું ચાલતું હતું?

હું મેચ રમતી હતી ત્યારે માત્ર મેડલ જીતવો જ લક્ષ્ય હતું. મેડલ જીત્યા પછી જ્યારે રાષ્ટ્રધ્વજ ઊપર જતો હતો અને રાષ્ટ્રગીત વાગતું હતું એ ક્ષણને હું ક્યારેય ભૂલી નહીં શકું.

  • તમે શૂટિંગ શરૂ કર્યું ત્યારે રાઈફલ પણ ઊંચકી શકતી ન હતી. શું આ સાચું છે?

હા, શરૂઆતના દિવસોમાં હું રાઈફલ પણ ઊંચકી શકતી ન હતી. ઘણું વજન હતું. હું શૂટિંગ વિશે કંઈ જાણતી પણ ન હતી. જયપુરમાં કોચિંગ સુવિધાઓ પણ ન હતી. બધા ઊભા થઈને રમે છે, જ્યારે મારે બેસીને રમવાનું હતું. પ્રથમ મેચમાં મારી પાસે પોતાની રાઈફલ પણ ન હતી, પરંતુ મેં ગોલ્ડ જીત્યો હતો. ત્યાર પછી સફર શરૂ થઈ અને 2016માં ત્રણ ગોલ્ડ જીત્યા.

અન્ય સમાચારો પણ છે...