તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • If You Lose Your Job, You Will Get 50% Salary For 3 Months, The Government Will Release A Fund Of Rs 44,000 Crore

ફાયદાની વાત:જો નોકરી ગુમાવશો તો 50% પગાર 3 મહિના સુધી મળતો રહેશે, સરકાર 44 હજાર કરોડ રૂપિયાનું ફંડ બહાર પાડશે

8 દિવસ પહેલા
  • કૉપી લિંક
જો તમે ઇચ્છો છો કે તમને પણ ફાયદો મળે, તો તેના માટે તમારું આધાર અને બેંક ખાતું ESIC ના ડેટા બેઝમાં જોડેલું હોવું જોઈએ. તો જ તમને કોઈપણ પ્રકારનો લાભ મળી શકશે.
  • ગેરવર્તન,કાયદાકીય કાર્યવાહી દ્વારા બેરોજગાર થશો તો ફાયદો નહીં મળે

જો તમે કોરોનાની મહામારી વચ્ચે તમારી નોકરી ગુમાવશો તો પણ તમને તમારા પગારનો 50% હિસ્સો મળતો રહેશે. એટલું જ નહીં, જો તમને ફરીથી નોકરી મળી ગઈ છે, તો પણ તમને આ સુવિધા મળતી રહેશે. જો કે, આ માટે તમારે પોતાને એમ્પ્લોઇઝ સ્ટેટ ઇન્સ્યુરન્સ કોર્પોરેશન (ESIC) સાથે જોડાવું પડશે. તમે બેરોજગારી રાહત મેળવવા હેઠળ આ દાવો કરી શકો છો. આ અંતર્ગત અચાનક નોકરી ગુમાવ્યા બાદ ત્રણ મહિના માટે નિયત આર્થિક સહાય આપવામાં આવે છે.

જલ્દી જ શરૂ થશે મોટું અભિયાન
ખરેખર, સરકાર ટૂંક સમયમાં અટલ વીમા કલ્યાણ યોજના (ABKY) માટે એક મોટું અભિયાન શરૂ કરવા જઈ રહી છે.સરકારની યોજના છે કે શક્ય તેટલા વધુમાં વધુ લોકો સુધી આ સુવિધાને પહોંચાડી શકાય જેથી ઘણા લોકોને તેનો લાભ મળી શકે. સરકાર આ માટે 44 હજાર કરોડ રૂપિયાનું ફંડ બહાર પાડશે.

ESICની અટલ વીમા યોજનામાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે
જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હોવ તો તમારે ESICની અટલ વીમા વ્યક્તિ કલ્યાણ યોજના માટે રજીસ્ટ્રેશન કરાવવું પડશે. આપ કર્મચારી રાજ્ય વીમા નિગમની વેબસાઇટ પર જઈને આ યોજનાનુ ફોર્મ ડાઉનલોડ કરીને આવેદન કરી શકો છો. જો તમે સંગઠિત ક્ષેત્રમાં કામ કરો છો અને કંપની દર મહિને તમારા પીએફ અથવા ઇએસઆઈસીને તમારા પગારમાંથી બાદ કરે છે, તો તમે તેનો લાભ લઈ શકો છો.

ડિસેમ્બર સુધી લાભ મેળવી શકો છો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તમે આ લાભ ડિસેમ્બર સુધી મેળવી શકો છો. એટલે કે, જો તમારી ડિસેમ્બર સુધીમાં તમે તમારી નોકરી ગુમાવો છો તો તમે લાભ મેળવવા પાત્ર છો. આ લાભ ત્યારે જ મળશે જ્યારે તમે ઇએસઆઈસીના સભ્ય હશો. સપ્ટેમ્બરમાં જ ઇએસઆઈસીએ અટલ વીમા કલ્યાણ યોજનાને 1જુલાઈ, 2020 થી 30 જાન્યુઆરી, 2021 સુધી વધારવાનો નિર્ણય લીધો હતો. નવા સામાજિક સુરક્ષા કોડ કાયદા હેઠળ સરકારે એ પણ નિર્ણય લીધો છે કે તે ઇએસઆઈસીની સેવાઓનો વિસ્તાર દેશના તમામ ક્ષેત્રોમાં વધારશે.

આયુષ્માન ભારત યોજના હેઠળ કરાર
રોજગાર મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યુ કે આ માટે આયુષ્યમાન ભારત યોજના હેઠળ નોંધાયેલ હોસ્પિટલો અને થર્ડ પાર્ટી સર્વિસ પ્રોવાઈડરો સાથે કરાર કરવામાં આવ્યા છે. જો કોઈ ખોટી વર્તણૂક, વ્યક્તિગત કારણ અથવા કોઈ કાનૂની પગલાને લીધે બેકારીની પરિસ્થિતિ ઉભી થાય છે, તો આ યોજનાનો લાભ મળશે નહીં. ઇએસઆઈસીના ડેટા બેઝમાં વીમા કરનાર વ્યક્તિનો આધાર અને બેંક એકાઉન્ટ જોડાયેલ હોવું જોઈએ. તો જ તેને લાભ મળશે.

નોકરી ગુમાવ્યા બાદ 30 દિવસ પછી અરજી કરી શકાય છે
તેની શરતો અનુસાર, આ યોજના હવે નોકરી ગુમાવ્યાના 30 દિવસ પછી જ આવેદન કરી શકાય છે. અગાઉ આ સમય મર્યાદા 90 દિવસની હતી. તમારે આ યોજના માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે. જો તમારી અરજી યોગ્ય જણાઈ છે અને શરતોને સંતોષે છે, તો મંજૂરીના 15 દિવસ પછી તમારા નાણાં તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.

પરપ્રાંતિય મજૂરોની સંભાળ લેવાનો સંદેશ
આ દ્વારા સરકાર તે સંદેશ આપવા માંગે છે કે તે પરપ્રાંતિય મજૂરોનું ધ્યાન રાખી રહી છે. કારણ કે એવા આક્ષેપો થઈ રહ્યા છે કે સરકાર પરપ્રાંતિય મજૂરો પર કોઈ ધ્યાન આપી રહી નથી. મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે તેના દ્વારા રોજ 400 જેટલા દાવા મેળવવામાં આવી રહ્યા છે. પહેલા આ દ્વારા 25% પગાર મળતો હતો, પછીથી તે વધારીને 50% કરવામાં આવ્યો. ઇ.એસ.આઈ.સી. લગભગ 3.4 કરોડ પરિવારોને મેડિકલ વીમા દ્વારા સેવા આપે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો