• Gujarati News
  • National
  • If You Have Been Or Will Be Vaccinated Against Coronavirus, These 22 Questions And Answers Will Allay Your Suspicions.

વેક્સિનની સંપૂર્ણ માર્ગદર્શિકા:જો તમે કોરોનાની વેક્સિન લગાવી છે અથવા લગાવશો, તો આ 22 સવાલ-જવાબથી તમારી શંકાનું નિવારણ આવશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

1. હું ક્યારેય સંક્રમિત નથી થયો પણ એલર્જી છે. શું હું પણ વેક્સિન લગાવી શકું છું?
જવાબ- હાં, સાધારણ એલર્જી હોય તો તમે વેક્સિન લગાવી શકો છો, પરંતુ પહેલા કોઈ બિમારી કે ગંભીર આડઅસર જણાઈ હોય તો એક વખત સ્થાનિક ડોકરટરની સલાહ લેજો.

2. હાર્ટ અને ડાયાબિટિસના દર્દીઓએ વેક્સિન લીધા પછી શું-શું સતર્કતાઓ રાખવાની જરૂર છે?
જવાબ- વેક્સિન લગાવવા માટે કોઈપણ પ્રકારની સાવધાની દાખવવાની જરૂર નથી. તેમછતાં એક વાર ડૉકટરને પૂછીને લગાવવી જોઈએ.

3. કોવિડના નવા સ્ટ્રેન ઊપર બન્ને વેક્સિન કેટલી પ્રભાવશાળી છે?
જવાબ- વેક્સિન એકદમ અસરકારક છે, અમે જોઈ રહ્યા છીએ કે વેક્સિન લેનારમાં વાયરસની ગંભીરતા નહિવત જણાય રહી છે.

4. વેક્સિનના પ્રથમ ડોઝ પછી શું એન્ટીબોડી બને છે? અને હાં તો કેટલા અસકારક હોય છે?
જવાબ- વેક્સિનના પહેલા ડોઝથી એન્ટીબોડી બનવા લાગે છે. જ્યારે બીજા ડોઝ બાદ ધીમે ધીમે એની માત્રમાં વધારો થાય છે, જે રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે.

5. વેક્સિનનો બીજો ડોઝ લીધા પછી ક્યારે રોગપ્રતિકારક શક્તિમાં વૃદ્ધિ થાય છે?
જવાબ- બીજા ડોઝ પછી 2-3 સપ્તાહ પછી એન્ટીબોડી બનવાની શરૂઆત થઈ જાય છે. વેક્સિનના 15 દિવસ પછી અગર કોઈ પોઝિટિવ થાય છે, તો એની રોગપ્રતિકારક શક્તિ વધુ હોવાથી જલ્દી સાજો પણ થઈ જાય છે.

6. હું પોઝિટિવ થઈ ચૂક્યો છું, શું વેક્સિન લગાવી શકું?
જવાબ- તમે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા હોય એના 3-4 સપ્તાહ પછી વેક્સિન લઈ શકો છો.

7. ગુજરાતમાં એક સપ્તાહમાં કેટલા દિવસ સુધી વેક્સિનેશન ચાલી રહ્યું છે?
જવાબ- એક એપ્રિલથી લઈ 30 એપ્રિલ સુધી તમામ દિવસે વેક્સિનેશન, જાહેર રજા, રવિવારે પણ વેક્સિન આપવામાં આવશે

8. શું વેક્સિન લીધા પછી કોઈ ગંભીર સમસ્યા કે આડઅસર જોવા મળે છે?
જવાબ- વેક્સિન લીધા પછી સામાન્ય તાવ આવી શકે છે. જેમાં કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. અત્યારસુધી તો ગંભીર સમસ્યાનો કેસ સામે આવ્યો નથી. કેટલાકને ઊલ્ટી પણ થાય છે. આ તમામ ઉંમર પ્રમાણે લક્ષણો દર્શાવે છે.

9. વેક્સિન લીધા પછી મને તાવ પણ નહોતો આવ્યો અને હાથ-પગમાં કળતર પણ નહોતી થઈ, તો શું વેક્સિન અસર કરી રહી છે?
જવાબ- એવું જરૂરી નથી કે વેક્સિન લીધા પછી તાવ આવવો જ જોઈએ અથવા કોઈ લક્ષણ દેખાવા જોઈએ. એન્ટિબોડી દરેકમાં બનશે.

10. રાજ્યમાં કોરોનાની કેટલી રસીએ ઉપલબ્ધ છે? શું અમે અમારા પસંદની વેક્સિન લગાવી શકીએ ?
જવાબ- અત્યારે ભારત પાસે કોવિશિલ્ડ અને કોવેક્સિન ઉપલબ્ધ છે. તમારે વેક્સિન સેન્ટર પાસે જે વેક્સિન હશે, એજ લગાવવી પડશે. આમાં કોઈપણ પ્રકારની પસંદગી કરવાની પરવાનગી નથી આપવામાં આવતી.

11. શું વેક્સિન લગાવવું જરૂરી છે? લગાવવા માટે શું શું કરવું પડશે?
જવાબ- વેક્સિનેશન સ્વૈચ્છિક છે. જેની નોંધણીના 3 વિવિધ વિકલ્પો છે. કોવિન અથવા આરોગ્ય સેતુ એપ પર રજીસ્ટ્રેશન કરીને સેન્ટરમાં વેક્સિન લેવા પહોંચી જાઓ. અથવા બીજું સ્થળ પર જઈને ઓનસાઈટ રજીસ્ટ્રેશન કરાવીને લઈ શકો છો. જ્યારે પણ સ્લોટ ખાલી હશે ત્યારે તરત જ વેક્સિન લગાવવામાં આવશે. ત્રીજું કર્મચારીઓની સહાયતાથી ગ્રુપમાં વેક્સિન લઈ લો.

12. વેક્સિનના બન્ને ડોઝ વચ્ચે કેટલા દિવસોનું અંતર હોવું જોઈએ?
જવાબ- કોવિશિલ્ડ માટે DCGI દ્વારા જણાયા અનુસાર પ્રથમ ડોઝ લીધા પછી બીજો 6-8 સપ્તાહ પછી લેવાનો રહે છે. જ્યારે કોવેક્સિનના પહેલા ડોઝ બાદ બીજો 28 દિવસ પછી લેવો જોઇએ. વેક્સિનના બન્ને ડોઝ લેવા અત્યંત જરૂરી છે.

13. અગર બીજો ડોઝ નિર્ધારિત સમય પર ન લઈ શકાયો અથવા ભૂલી ગયા તો શું થશે?
જવાબ- અગર ભૂલી ગયા અથવા સમય વધુ પસાર થયો તો વધારે વાર ન કરતા જલ્દીથી બીજો ડોઝ લઈ લેજો. કારણ કે એનાથી શરીરમાં વાયરસ રોગ પ્રતિકારક શક્તિ બનતી અટકી જશે. જો તમે બીજો ડોઝ જ ન લીધો તો વેક્સિન લેવાનો કશો અર્થ જ નથી.

14. બન્નેમાંથી સારી કઈ રસી છે?
જવાબ- બન્ને વેક્સિન સારી છે. લગભગ એક સરખી રીતે અસરકારક નીવડી શકે તેમ છે. દેશમાં જેના જેટલા ડોઝ ઉપલબ્ધ હોય એના આધારે વેક્સિનેશન કરાઈ રહ્યું છે. વૃદ્ધ લોકો જે અન્ય બિમારીથી પણ પિડાઈ રહ્યા હોય તમના માટે પણ અસરકારક અને ફાયદાકારક છે.

15. શું બન્ને ડોઝ એક જ કંપનીની વેક્સિનના હોવા જોઈએ, કે અલગ અલગના ચાલે?
જવાબ- એક વ્યક્તિને એક જ કંપનીના ડોઝ લગાવવા જરૂરી છે, ત્યારે જ ફાયદો થશે.

16. બાળકોને અત્યારે વેક્સિન નથી લગાવાઈ રહી. શું કેટલાક સમયમાં એમને પણ વેક્સિન અપાશે?
જવાબ- જ્યારે બાળકોનો વારો આવશે ત્યારે વેક્સિન લગાવી શકાશે. અત્યારે તો નથી લગાવાઈ રહી. અત્યારે તો આ તમામ વેક્સિન 18 કે તેથી વધું ઉંમરના લોકો માટે જ ઉપલબ્ધ છે. બાળકો પર પ્રયોગો શરૂ જ છે, સમય આવશે ત્યારે એમને પણ અપાશે. બાળકોને એમના માળખા પ્રમાણે અન્ય રોગો માટે વેક્સિન આપવાની જરૂર છે. એમાંથી કેટલીક વેક્સિન MMR અને ફ્લૂ જેવી કોરોના સામે પણ કેટલાક અંશે સુરક્ષા પ્રદાન કરવા સક્ષમ છે.

17. શું ગર્ભવતી મહિલાઓને વેક્સિન આપી શકાશે?
જવાબ- અત્યારે ગર્ભવતી મહિલાઓ અંગે કોઈ સુરક્ષા યાદી બહાર નથી આવી, જેના પ્રયોગો કર્યા પછી જ સાબિત થઈ શકે છે. જેથી અત્યારે આવી મહિલાઓએ ન લેવી જોઈએ.

18. વેક્સિન લગાવ્યા પછી કેટલા સમયસુધી અન્ટીબોડી બન્યા રહેશે?
જવાબ- હજું સુધી આની કોઈ માહિતી નથી. આ વિષય પર અત્યારે રિસર્ચ ચાલી રહ્યું છે કે વેક્સિન શરીરમાં ક્યાં સુધી પ્રભાવી રહેશે.

19. વેક્સિનના બન્ને ડોઝ લીધા પછી પણ કેમ કોવિડ સંક્રમણના કિસ્સાઓ સામે આવી રહ્યા છે?
જવાબ- સંક્રમણ મોઢા અને નાક મારફતે ફેલાય છે. એવામાં ભલે તમે કોવિડ પોઝિટિવ થઈ જાઓ પરંતુ બિમારીની ગંભીર અસરો નહીં જોવા મળે.

20. શું આ 2 કંપની સિવાય બીજા કંપનીની વેક્સિન માર્કેટમાં આવી રહી છે? તે આના કરતા કેટલી અસરકારક હશે?
જવાબ- માર્કેટમાં બીજી ત્રણ વેક્સિન આવી રહી છે. આ વેક્સિન હજું ટ્રાયલના તબક્કામાં છે. જો તેણે આ તબક્કો પાસ કર્યો અને વેક્સિનને ભારત સરકારે પરવાનગી આપી તો અવશ્ય તે ભારતમાં પણ ઉપલબ્ધ થશે. આ વેક્સિન કેટલી અસરકારક છે એ તો એની ટ્રાયલ કર્યાપછી જ સામે આવી શકે એમ છે.

21. શું જે સેન્ટરમાંથી પહેલો ડોઝ લીધો ત્યાંથી જ બીજો ડોઝ લેવો જરૂરી છે?
જવાબ- ના આ જરૂરી નથી કે જે સેન્ટર પર પ્રથમ ડોઝ લીધો હોય ત્યાંથી જ બીજો લેવો. કોઈપણ સ્વાસ્થ્ય કેન્દ્ર પર જઈને ઓળખપત્ર બતાવી પહેલા ડોઝમાં જે વેક્સિન લીધી હતી એનો બીજો ડોઝ લેવો જોઈએ.

22. મને ક્યારે વેક્સિન મળશે, જો મારી ઉંમર 43 વર્ષની છે તો?
જવાબ- દેશમાં અત્યારે ફ્રન્ટ લાઈન વર્કર્સ અને આરોગ્ય કર્મીઓની સાથે 1 જાન્યુઆરી 1977થી વધુની ઉંમર ધરાવતા લોકોને વેક્સિન અપાઈ રહી છે. 45 વર્ષથી નીચેના લોકોને જૂન કે જુલાઈમાં ચોથા ચરણમાં વેક્સિન અપાશે.

અન્ય સમાચારો પણ છે...