‘અન’સોશિયલ મીડિયા પર લગામ?:નહીં માને તો ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ ભારતમાં 2 દિવસમાં બંધ થઈ જશે

નવી દિલ્હીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

હાલમાં ભારતમાં ટૂલકિટ મામલો જોરશોરથી ચાલી રહ્યો છે તો બીજી તરફ, ભારત સરકારનો સોશિયલ મીડિયા એથિક્સનો નવો કાયદો બે દિવસમાં અમલી થઈ જશે. કાયદો અમલી થતાં જ નવા આઈટી કાયદાની અવગણના સોશિયલ મીડિયા કંપનીઓને ભારે પડી શકે છે. જોકે ત્રણ મહિનાની મુદત પછી પણ ફેસબુક-ટ્વિટર કે ઈન્સ્ટાગ્રામ જેવી સોશિયલ મીડિયા કંપનીઓએ નિયમોના પાલનમાં કોઈ રુચિ દર્શાવી નથી. એવામાં સવાલ એ છે કે શું ભારત સરકાર આ કંપનીઓને વધુ મુદત આપશે કે બે દિવસમાં ફેસબુક-ટ્વિટર-ઈન્સ્ટાગ્રામે ભારતમાં પોતાની કામગીરી બંધ કરી દેવી પડશે?

નવો સોશિયલ મીડિયા કાયદો શું છે?
વાસ્તવમાં 25 ફેબ્રુઆરી, 2021ના રોજ ભારત સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે સોશિયલ મીડિયા કે ડિજિટલ મીડિયા એથિક્સ કોડને લાગુ કરવાનું એલાન કર્યું હતું. આ નવા કાયદામાં સોશિયલ મીડિયા, ડિજિટલ પ્લેટફોર્મ કે ઓટીટીને આવરી લેવાયાં, જેથી કોઈપણ પ્રકારની વાંધાજનક કે ભ્રામક સામગ્રીના પ્રસાર પર પ્રતિબંધ મૂકી શકાય. સરકારે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ તેમજ કંપનીઓને એ લાગુ કરવા માટે ત્રણ મહિનાનો સમય પણ આપ્યો હતો.

25 મે સુધીની છે ડેડલાઈન, 26મીથી કાયદો થશે અમલી
ડિજિટલ મીડિયા કે સોશિયલ પ્લેટફોર્મ્સને નિયંત્રિત કરવા માટે લાવવામાં આવેલા આ કાયદાને 26 મેથી લાગુ કરાશે. એના માટે તમામ ડિજિટલ કે સોશિયલ મીડિયાને ત્રણ મહિનાનો સમય અપાયો હતો, જે 25 મેના રોજ સમાપ્ત થશે.

નવા નિયમમાં આ છે બધા માટે અનિવાર્ય
1 - ભારતમાં અધિકારી અને કોન્ટેક્ટ એડ્રેસઃ સૌથી મહત્ત્વપૂર્ણ સોશિયલ મીડિયા ઈન્ટરમિડિયરીઝ માટે એ) એક ચીફ ઓપરેટિંગ ઓફિસર (બી) એક નોડલ કોન્ટેક્ટ પર્સન (સી) એક સ્થાનિક ફરિયાદ અધિકારી. આ તમામ ભારતમાં રહેતા કર્મચારી હોવા જોઈએ.
2 - સોશિયલ મીડિયા ઈન્ટરમિડિયરીઝ માટે ભારતમાં ઓફિસ હોવી અનિવાર્ય છે, જે વેબસાઈટ કે મોબાઈલ એપ્લિકેશન કે બંને પબ્લિશ રહેવી જોઈએ.
3- ફરિયાદ નિવારણઃ નિયમો અંતર્ગત, ઈન્ટરમિડિયરીઝને વેબસાઈટ, મોબાઈલ એપ્લિકેશન કે બંને પર પ્રાયોરિટી સાથે પ્રકાશિત કરવી જોઈએ - (એ) ફરિયાદ અધિકારીનું નામ અને કોન્ટેક્ટ ડિટેલ (બી) ફરિયાદ કરવાની પ્રક્રિયા. ફરિયાદ અધિકારીએ 24 કલાકમાં ફરિયાદ મળ્યાની જાણકારી આપવાની રહેશે. 15 દિવસમાં એનો નિકાલ લાવવાનો રહેશે.
4- હાર્મફુલ કન્ટેન્ટનું મોનિટરિંગઃ સોશિયલ મીડિયા કંપનીઓ પોતાની ટેક્નોલોજીથી એ સુનિશ્ચિત કરશે કે રેપ, બાળ હિંસા વગેરે હટાવવા માટે ટૂલ તેમની વેબસાઈટ પર રાખે.

નવા કાયદામાં સોશિયલ મીડિયા, ડિજિટલ પ્લેટફોર્મ કે ઓટીટીને આવરી લેવાયાં, જેથી કોઈપણ પ્રકારની વાંધાજનક કે ભ્રામક સામગ્રીના પ્રસાર પર પ્રતિબંધ મૂકી શકાય.
નવા કાયદામાં સોશિયલ મીડિયા, ડિજિટલ પ્લેટફોર્મ કે ઓટીટીને આવરી લેવાયાં, જેથી કોઈપણ પ્રકારની વાંધાજનક કે ભ્રામક સામગ્રીના પ્રસાર પર પ્રતિબંધ મૂકી શકાય.

માત્ર સોશિયલ મીડિયા કંપની ‘કૂ’એ નિયમો લાગુ કર્યા
ભારતીય સોશિયલ મીડિયા કંપની ‘કૂ’એ નવા ડિજિટલ કાયદાઓનું પાલન કરીને તમામ દિશાનિર્દેશો લાગુ કર્યા છે.

કેટલીક કંપનીઓએ છ મહિનાનો માગ્યો સમય
અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે છ મહિનાનો વધુ સમય માગ્યો છે. જ્યારે મંત્રાલયે કહ્યું છે કે ત્રણ મહિનામાં આ લાગુ કરવું આસાન હતું. ફેસબુક, ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામે પોતાના હેડ ક્વાર્ટર્સ વિદેશોમાં હોવાને કારણે કંપનીએ એના નિર્દેશોની રાહ જોતી હોવાનું કહ્યું.

મનમાની કરે છે સોશિયલ પ્લેટફોર્મ્સ
તમામ સોશિયલ પ્લેટફોર્મ્સને આઈટી એક્ટની કલમ-79 અંતર્ગત છૂટ છે, કેમ કે તે થર્ડ પાર્ટી ડેટા પ્રદર્શિત કરે છે પણ તેઓ તેના સંરક્ષણનો દાવો કરીને ભારતીય કાયદાઓની અવગણના કરીને ખુદના માપદંડો બનાવે છે. આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર મહિલાઓની ગરિમાને ઠેસ પહોંચાડતી કે આતંકવાદને પ્રોત્સાહન આપતી પોસ્ટ કે નકલી પોસ્ટને આગળ વધારવામાં આવે છે. જ્યારે અન્ય અનેક પોસ્ટ હટાવી દેવાય છે કે સંશોધિત કરાય છે અને એના માટે કોઈ માપદંડ નથી. 26 મે પછી આ મનમાની પર લગામ આવી શકે છે.