બારાબંકી જિલ્લા મુખ્યાલયથી 70 કિલોમીટર દૂર તરાઈમાં વસેલું 1500થી વસ્તીવાળું ગામ છે સિસોડા. આ ગામમાં વેક્સિનને લીને લોકોમાં એટલો ડર છે કે રવિવારે જ્યારે સ્વાસ્ત્ય વિભાગની ટીમ અહીં વેક્સિનેશન માટે પહોંચી તો ગામનાં લગભગ 200 લોકોએ વેક્સિનના ડરથી ભાગીને સરયૂ નદીના કાંઠે પહોંચી ગયા હતા. સ્વાસ્થ્ય વિભાગની ટીમ જ્યારે નદી કિનારે પહોંચી તો આ લોકોએ નદીમાં છલાંગ મારી દીધી. જો કે સ્વાસ્થ્ય વિભાગની ટીમે તેઓને સમજાવીને અંતે નદીમાંથી બહાર કાઢ્યા હતા.
બારાબંકીના સિસોડા નામના ગામમાં વેક્સિનેશન માટે સ્વાસ્થ્ય વિભાગની ટીમ ગામમાં પહોંચી હતી. સ્વાસ્થ્ય વિભાગ દ્વારા ગામમાં વેક્સિનેશનની સુચનાથી જ ગ્રામીણોમાં ભય ફેલાય ગયો અને કેટલાંક લોકો ગામની બહાર વહી રહેલી સરયૂ નદીના કાંઠે આવીને બેસી ગયા.
સ્વાસ્થ્ય વિભાગની ટીમને જ્યારે આ માહિતી મળી કે કેટલાંક ગ્રામીણ ગામની બહાર વહેતી નદી પાસે છે, તો તેઓ તેને સમજાવવા ગયા. પોતાના તરફ ટીમને આવતી જોઈ ગ્રામીણો એટલાં ભયભીત થઈ ગયા કે તેઓને ભાગવાનો અન્ય કોઈ રસ્તો ન સૂઝતા, અને ટીમથી બચવા માટે સરયૂ નદીમાં જ છલાંગ લગાવી દીધી. છલાંગ મારતા સમયે ગ્રામીણોએ પોતાના જીવની પણ ચિંતા કરી ન હતી.
ઉપજિલ્લાધિકારીના સમજાવવામાં આવ્યા બાદ નદીની બહાર નીકળ્યા લોકો
ગ્રામીણોને નદીમાં છલાંગ મારતા જોઈે સ્વાસ્થ્ય વિભાગની ટીમના હાથ-પગ ફુલી ગયા અને ગ્રામીણોને બહાર આવી જવા માટે આજીજી કરવા લાગ્યા, પરંતુ ગ્રામીણો નદીમાંથી બહાર આવવા તૈયાર જ ન હતા. જે બાદ રામનગરના SDM રાજીવ શુક્લા અને નોડલ અધિકારી રાહુલ ત્રિપાઠી ઘટના સ્થળે પહોંચ્યા અને બંનેએ લોકોને ઘણાં સમજાવ્યા તે બાદ જ ગ્રામજનો નદીમાંથી બહાર નીકળ્યા હતા.
1500ની વસ્તીમાં માત્ર 14 લોકોએ જ લગડાવી વેક્સિન
વેક્સિનને લઈને ગ્રામીણો એટલી હદે ગેરસમજ ફેલાઈ છે કે 1500 લોકોની વસ્તીવાળા સિસોડા ગામમાં પ્રશાસન અને સ્વાસ્થ્ય વિભાગની ભારે માથકૂટ અને મહેનત બાદ પણ માત્ર 14 લોકોને વેક્સિન લીધી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.