• Gujarati News
  • National
  • If Travelers From 99 Countries, Including The US, Britain And Germany, Come To India, They Do Not Have To Stay In Quarantine

વિદેશી યાત્રિકોને રાહત:અમેરિકા, બ્રિટન અને જર્મની સહિત 99 દેશોના યાત્રિકો ભારત આવશે તો નહીં રહેવું પડે કોરોન્ટિન

21 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારતે સોમવારે અમેરિકા, બ્રિટન, UAE, કતાર, ફ્રાંસ અને જર્મની સહિત 99 દેશોના લોકોને દેશમાં એન્ટ્રીની છૂટ આપી દીધી છે. તે અંતર્ગત આ 99 દેશોના યાત્રિકોને કોરોના વેક્સિનેશન પૂરું થઈ ગયું છે તો તેઓએ હવે અહીં કોરોન્ટિન રહેવાની કોઈ જ જરૂરિયાત નથી. ભારતે ગત વર્ષે માર્ચમાં ટૂરિસ્ટ વીઝા સસ્પેન્ડ કરી દીધા હતા. જે બાદ 15 ઓક્ટોબરથી ચાર્ટર્ડ પ્લેનની મંજૂરી આપીને તેને ફરીથી શરૂ કરાઈ હતી.

72 કલાક પહેલાંનો રિપોર્ટ આપવો જરૂરી
નવા નિયમ મુજબ આ 99 દેશો (જેને કેટેગરી A કહેવાય છે)ના યાત્રિકોને ભારત આવતા પહેલાં 72 કલાકની અંદર કોરોનાનો નેગેટિવ રિપોર્ટ એર સુવિધા પોર્ટલ પર અપલોડ કરવાનો રહેશે.

આ દેશના લોકોને છૂટ

આ દેશ પણ ભારતને આપી રહ્યું છે છૂટ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ આ 99 દેશોમાં એવા દેશ છે જેઓ ભારતની સાથે કોરોનાને લઈને લગાડેલા પ્રતિબંધો પર છૂટને લઈને સમજૂતી છે. આ ઉપરાંત આ યાદીમાં એવા દેશ પણ છે જેમને ભારતીયોને રાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત કે WHOથી માન્યતા પ્રાપ્ત વેક્સિન લીધી હોય તો તેના સર્ટિફિકેટની માન્યતા આપવાની સમજૂતી છે. મંત્રાલય મુજબ આ 99 દેશોને A કેટેગરીમાં રાખવામાં આવ્યા છે.

અનેક દેશોને 'એટ રિસ્ક' કેટેગરીમાં રાખ્યા
કેટલાંક દેશોને ભારતે 'એટ રિસ્ક' (કોવિડની દ્રષ્ટીએ) કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. જેમાં UK, દક્ષિણ આફ્રિકા, બ્રાઝીલ, બાંગ્લાદેશ, બોત્સવાના. ચીન, ન્યૂઝીલેન્ડ, ઝિમ્બાબ્વે અને સિંગાપુર સહિત યુરોપના દેશ સામેલ છે.

જોખમવાળા દેશોને છોડીને બાકીના દેશોને યાત્રિકોને એરપોર્ટની બહાર જવાની મંજૂરી હશે અને ભારત આવ્યા બાદ 14 દિવસ માટે પોતાની તબિયત પર નજર જાતે જ રાખવી પડશે. જ્યારે 'એટ રિસ્ક'વાળા દેશના લોકો જે વેક્સિન લગડાવી ચુક્યા છે તેઓને એરપોર્ટમાંથી બહાર જવાની મંજૂરી હશે અને તેઓએ પણ 14 દિવસ માટે પોતાના હેલ્થ પર કોઈ ફેરફાર થાય છે કે નહીં તે અંગે ધ્યાન રાખવું જરૂરી હશે.

અન્ય સમાચારો પણ છે...