• Gujarati News
  • National
  • If This Aam Aadmi Party Government Is Formed, 300 Units Of Free Electricity Will Be Available In UP

યુપીમાં ચૂંટણી મુદ્દે મોટી જાહેરાત:જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો યુપીમાં 300 યુનિટ ફ્રી વીજળી મળશે

લખનઉએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મનીષ સિસોદિયાએ કહ્યું કે આમ આદમી પાર્ટીની સરકાર બન્યાના 24 કલાકની અંદર દરેક વ્યક્તિને ઘરેલુ ઉપયોગ માટે 300 યુનિટ સુધીની મફત વીજળી મળશે. - Divya Bhaskar
મનીષ સિસોદિયાએ કહ્યું કે આમ આદમી પાર્ટીની સરકાર બન્યાના 24 કલાકની અંદર દરેક વ્યક્તિને ઘરેલુ ઉપયોગ માટે 300 યુનિટ સુધીની મફત વીજળી મળશે.
  • દિલ્હી સરકારના વિકાસના મોડલ લઈને યુપીમાં જનતાની સમક્ષ જશે AAP
  • સિસોદિયાએ કહ્યું- જનતાના મતની શક્તિથી વીજળીના બિલ ઘટાડી શકાય છે

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022ને લઈને આમ આદમી પાર્ટી (AAP) એ મોટી જાહેરાત કરી છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ લખનઉમાં કહ્યું કે આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો 300 યુનિટ સુધી વીજળી મફત કરવામાં આવશે. ખેડૂતોને ખેતી માટે વીજળી સંપૂર્ણપણે મફત આપવામાં આવશે. સિસોદિયાએ જણાવ્યું હતું કે આ નિર્ણય સરકાર બન્યાના 24 કલાકની અંદર જ લેવામાં આવશે.

300 યુનિટ સુધી વીજળી ફ્રી મળશે
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ લખનઉમાં પ્રેસ કોન્ફરન્સ કરતાં મોટી જાહેરાત કરી હતી. સિસોદિયાએ કહ્યું હતું કે યુપીમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો રાજ્યની જનતાને 300 યુનિટ ફ્રી વીજળી આપવામાં આવશે. આ મુદ્દા પર મનીષ સિસોદિયાએ ટ્વીટ કર્યું હતું કે ઉત્તરપ્રદેશમાં મોંઘી વીજળીના બિલોથી મુક્તિ અપાવવાના સંબંધમાં એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. જો યુપીમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યાના 24 કલાકની અંદર જ દરેક વ્યક્તિને રેસિડેન્સ ઉપયોગ માટે 300 યુનિટ સુધી વીજળી ફ્રી મળશે.

આ બાબતે યુપીના પ્રભારી સંજય સિંહે કહ્યું હતું કે આમ આદમી પાર્ટીને જે રીતે સમગ્ર પ્રદેશમાં લોકોનું સમર્થન મળી રહયું છે તે ખૂબ જ ઉત્સાહભર્યું છે. અમે દિલ્હી સરકારના વિકાસના મોડલ લઈને રાજ્યની જનતાની સમક્ષ જઈશું અને અમને વિશ્વાસ છે કે જનતા અમને સાથ આપશે.

તેમણે વધુમાં કહ્યું હતું કે બજેટ લગભગ 5 લાખ કરોડ છે. અમે મૂલ્યાંકન કર્યું છે કે આ સુવિધા ઉપલબ્ધ કરાવી શકાય છે.

ખેડૂતોના બાકી વીજળીના બિલ પણ માફ કરવામાં આવશે
મનીષ સિસોદિયાએ મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે જનતાના મતની શક્તિથી વીજળીના બિલ ઘટાડી શકાય છે. તેમણે કહ્યું કે યુપીમાં અમારી સરકાર બન્યાના 24 કલાકની અંદર 300 યુનિટ સુધીના વીજળીના બિલ શૂન્ય થઈ હશે. તેમણે કહ્યું કે રાજ્યના ખેડૂતોના બાકી વીજળીના બિલ પણ માફ કરવામાં આવશે.

જણાવીએ કે રાજયમાં યોજનારી વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના 100 સંભવિત ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. આપના રાજ્યસભા સાંસદ સંજય સિંહે બુધવારે પ્રભારીઓની યાદી જાહેર કરી હતી. સંજય સિંહે કહ્યું હતું કે ચૂંટણીના સમયે આ પ્રભારી પણ ઉમેદવાર હોય શકે છે. આમ આદમી પાર્ટીએ યુપીમાં કોઇની સાથે ગઠબંધન કર્યા વગર ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે.

અન્ય સમાચારો પણ છે...