તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • If There Is Less Space For The Funeral Pyre In The Cremation Ground, The Dead Bodies Are Being Burnt In The Open, The Last Actions Being Done By Placing The Corpse On The Road

મૃતદેહોની કતાર:સ્મશાનમાં જગ્યા ઓછી પડી, મૃતદેહોને ખુલ્લામાં દાહ આપવામાં આવી રહ્યો છે; રસ્તાઓ પર પણ થઈ રહ્યા છે અંતિમસંસ્કાર

રાંચી (ઝારખંડ)2 મહિનો પહેલા
  • કૉપી લિંક
આ તસવીર રાંચીના હરમુ મુક્તિધામની છે, રવિવારે અહીં મોટી સંખ્યામાં મૃતદેહોને અંતિમસંસ્કાર માટે લવાયા હતા. - Divya Bhaskar
આ તસવીર રાંચીના હરમુ મુક્તિધામની છે, રવિવારે અહીં મોટી સંખ્યામાં મૃતદેહોને અંતિમસંસ્કાર માટે લવાયા હતા.
  • માર્ચમાં 5 સ્મશાન અને 2 કબરસ્તાનમાં 347 મૃતદેહના અંતિમસંસ્કાર થયા હતા, એપ્રિલમાં 10 દિવસમાં 289 મૃતદેહ પહોંચ્યા

ઝારખંડનાં રાંચીમાં કોરોના દરમિયાન થનારાં મોતનો રેકોર્ડ તૂટી ગયો છે. છેલ્લા 10 દિવસમાં રાંચીનાં સ્મશાન અને કબરસ્તાનમાં અચાનક મૃતદેહો આવવાની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ ગયો છે. રવિવારે રેકોર્ડ 60 મૃતદેહોના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા છે, એમાંથી 12 મૃતદેહો કોરોના સંક્રમિતોના હતા, જેમના અંતિમસંસ્કાર ઘાઘરામાં સામૂહિક બનાવીને કરવામાં આવ્યા હતા. એ સિવાયના 35 મૃતદેહો પાંચ સ્મશાનઘાટમાં સળગાવવામાં આવ્યા અને 13 મૃતદેહોને રાતુ રોડ અને કાંટાટોલી કબરસ્તાનમાં દફન કરવામાં આવ્યા. સૌથી વધારે મૃતદેહોના અંતિમસંસ્કાર હરમુ મુક્તિધામમાં કરવામાં આવ્યા છે.

મૃતકોની સંખ્યા એટલી વધારે થઈ ગઈ હતી કે મુક્તિધામમાં ચિતા સળગાવવાની જગ્યા ઓછી પડવા લાગી હતી. લોકોએ કલાકો સુધી રાહ જોવી પડી હતી. એ પછી પણ જગ્યા ના મળી તો લોકો ખુલ્લામાં ચિતા સળગાવવા લાગ્યા હતા. સ્મશાનમાં જગ્યા ના રહેવાને કારણે મુક્તિધામના સામેના રસ્તા પર વાહન પાર્કિંગમાં જ મૃતદેહો રાખીને અંતિમક્રિયા થવા લાગી હતી. સ્થિતિ એવી થઈ ગઈ હતી કે મોડી સાંજ સુધી મુક્તિધામમાં ઘણા લોકો મૃતદેહો લઈને તેમનો વારો ક્યારે આવશે એની રાહ જોતા હતા.

મૃતકનાં પરિવારજનોની પીડા એવી કે લોકોને મૃતદેહો સળગાવવા માટે કરગરવું પડ્યું
મૃતદેહોના અંતિમસંસ્કાર કરવા માટે લોકોએ નિગમ-પ્રશાસનને કરગરવું પડ્યું હતું. મોક્ષધામમાં ઈલેક્ટ્રિક મૃતદાહ મશીન ખરાબ થતાં મારવાડી સહાયક સમિતિના પદાધિકારીઓ પાસે થોડી જ વારમાં પાંચ ફોન આવ્યા હતા. દરેકની એક જ માગ હતી કે- અંતિમસંસ્કારની વ્યવસ્થા ઝડપથી કરાવવામાં આવે.

આવું દૃશ્ય ક્યારેય નથી જોયું
હરમુ મુક્તિધામમાં વર્ષોથી મૃતદેહોના અંતિમસંસ્કાર કરતાં રાજુ રામે કહ્યું હતું કે આવું દૃશ્ય આજ સુધી ક્યાંય નથી જોયું. લોકો જ્યાં ગાડીઓ પાર્ક કરતા હતા ત્યાં અર્થીઓની લાઈન લાગી છે. એમ્બ્યુલન્સમાંથી મૃતદેહો કાઢીને રસ્તા પર જ રાખવામાં આવ્યા છે. અંતિમસંસ્કાર પહેલાંની કોઈ વિધિ કરવામાં નથી આવતી.

લોડ વધતાં મોક્ષધામના બંને મશીન ખરાબ
કોરોનાથી મોતનો આંકડો વધ્યો તો હરમુ મોક્ષધામમાં મૃતદાહ કરતાં બંને મશીનો ઠપ થઈ ગયાં. ગેસથી ચાલતું આ મશીન જરૂર કરતાં વધારે ગરમ નથી થઈ શકતું. ત્યાર પછી મારવાડી સહાયક સમિતિએ સ્પષ્ટ કહી દીધું છે કે જ્યાં સુધી મશીન સરખું નહીં થાય ત્યાં સુધી તેમાં અંતિમસંસ્કાર નહીં કરી શકાય. આ શહેરનું એકમાત્ર મોક્ષધામ છે, જ્યાં કોરોના સંક્રમિતોના અંતિમસંસ્કાર કરવામાં આવે છે.
બપોરે 2 વાગ્યા સુધી અહીં કોરોના સંક્રમિતોના 12 મૃતદેહની લાઈન હતી. મોડી સાંજ સુધી મશીન સરખું થયું નહોતું તો નગર નિગમે સંક્રમિત મૃતદેહોને ઘાઘરામાં અંતિમસંસ્કાર કરવાનું નક્કી કર્યું હતું. ત્યાર પછી મોડી રાતે ઘાઘરા સ્મશાન ઘાટ પર એકસાથે સામૂહિક ચિતા પર અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...