તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ખેડૂત અને સરકાર વચ્ચે બુધવારે સાતમા રાઉન્ડની વાતચીતમાં બે મુદ્દાઓ પર સહમતી બની. જો કે બે મોટા મુદ્દા- કૃષિ કાયદાને પરત લેવાની માગ અને મિનિમમ સપોર્ટ પ્રાઈઝ એટલે કે MSP પર લીગલ ગેરન્ટીને લઈને હજુ પણ મનમેળ થયો નથી. આ વચ્ચે, ખેડૂતોના એક મોટા સંગઠને ભારતીય કિસાન યુનિયન-BKU બાકી યુનિયનોથી અલગ વલણ અપનાવ્યું છે. માનવામાં આવે છે કે જો ખેડૂત સંગઠનો વચ્ચે રાર વધી તો સરકાર અન્ય બે મુદ્દા કે જેનું સમાધાન હજુ બાકી છે તેના પર નરમ વલણ નહીં અપનાવે.
ખેડૂત સંગઠનોમાં અંદરોઅંદરની તૂટના સમાચારો હવે સામે આવવા લાગ્યાં છે. જે ખેડૂત સંગઠન ભારતીય ખેડૂત યુનિયન-BKU અલગ વલણ અપનાવે છે, તેનો જનાધાર ઘણો જ વધારે છે. તેને સૌથી મોટા ખેડૂત સંગઠનોમાંથી એક માનવામાં આવે છે. ટિકરી બોર્ડર પર આ સંગઠન સૌથી વધુ એક્ટિવ છે. આ સંગઠનનો મંચ અન્યના સંયુક્ત સંગઠનોથી અલગ લાગેલો છે.
BKU તે જ સંગઠન છે જેની માગમાં વિદ્યાર્થી નેતાઓ અને રાજકીય કેદિઓને છોડી મુકવાનો મુદ્દો સામેલ છે. હાલમાં જ આ સંગઠનના મંચ પર દિલ્હી રમખાણના આરોપીઓના પોસ્ટર પણ જોવા મળ્યા હતા. જેને કારણે આ વિવાદોથી ઘેરાય ગયું હતું. એવા પણ સમાચાર સામે આવી રહ્યાં છે કે અન્ય સંગઠનોએ ઉગ્રાહાં ગ્રુપથી અંતર રાખવાનું શરૂ કરી દીધું છે.
અંદરોઅંદરનો ટકરાવ વધી શકે છે
માનવામાં આવે છે કે આવનારા દિવસોમાં ખેડૂત સંગઠનો વચ્ચે અંદરોઅંદરની માથાકૂટ વધી શકે છે, કેમકે અનેક સંગઠન કૃષિ કાયદામાં મોટા ફેરફાર કરવાના સરકારના પ્રસ્તાવ પર સહમતી વ્યક્ત કરી શકે છે. હાલ બાકીના ખેડૂત સંગઠનો ત્રણેય કાયદાઓને સંપૂર્ણપણે રદ કરવાની પોતાની માગને લઈને કોઈ પણ સમજૂતી કરવા તૈયાર નથી દેખાતા. તેમનું કહેવું છે કે જો નવા કાયદાઓ રદ ન થયા તો આંદોલન યથાવત જ રહેશે.
ખેડૂતો નેતાઓને પણ લાગી રહ્યું છે કે સરકાર ઝુકશે નહીં
મોટા ખેડૂત નેતા ુગરનામ ચઢૂંની માને છે કે આગામી બેઠકમાં સરકાર અન્ય માગ પર પણ માની જાય, તે કહેવું મુશ્કેલ છે. હજુ પણ આંદોલનની બે સૌથી મોટી માગ માનવામાં નથી આવી. MSP પર લેખિત ગેરંટી અને ત્રણેય નવા કાયદાને રદ કરવાની માગ પર સરકારે હજુ કોઈ સંકેત આપ્યાં નથી. આગામી બેઠકમાં પણ સરકાર આ મુદ્દે તૈયાર થશે તેવું જોવા નથી મળી રહ્યું.
ચઢૂંની કહે છે કે 4 જાન્યુઆરીએ થનારી બેઠકમાં પણ જો સરકાર માત્ર નવા કાયદામાં સંશોધનનો જ પ્રસ્તાવ રાખશે તો તેનો કોઈ ફાયદો નથી કેમકે આ કાયદાને સંપૂર્ણપણે રદ થતાં પહેલાં ખેડૂત પોતાનું આંદોલન પરત નહીં ખેંચે.
આ વચ્ચે ખેડૂત નેતા દલ્લેવાલનું કહેવું છે કે બુધવારની બેઠકમાં સરકારનું વલણ ઘણું જ નરમ જોવા મળ્યું અને આશા છે કે આગામી બેઠકમાં સરકાર અન્ય માગો પર રાજી થઈ શકે છે.
ખેડૂતોએ ટ્રેક્ટર રેલી રદ કરી, પરંતુ બોર્ડર પર અડગ રહેશે
31 જાન્યુઆરીએ ખેડૂત એક મોટી ટ્રેક્ટર રેલી કરવાના હતા, પરંતુ સરકાર સાથે થયેલી હકારાત્મક વાતચીને જોતા ખેડૂતોએ તેને રદ કરી દીધી છે. ખેડૂત નેતાઓનું કહેવું છે કે 4 જાન્યુઆરીએ થનારી બેઠકમાં જો સરકાર બાકીની શરતો પર સહમતી નહીં સાધે તો તેઓ રેલી કરશે. ખેડૂત નેતાઓનું કહેવું છે કે બુધવારની વાતચીત પછી પણ આંદોલનમાં કોઈ ફેરફાર નહીં થાય અને નવા વર્ષથી પણ તેઓ દિલ્હીની બોર્ડર પર જ અડગ રહેશે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.