દારૂનું વેચાણ અને કમાણી વધારવા માટે અનેક રાજ્યોએ પ્રયોગ કર્યા છે. છત્તીસગઢ, ઝારખંડમાં સરકારે કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ કરીને પોતે જ દારૂનું વેચાણ શરૂ કર્યું. તેને કારણે છત્તીસગઢની કમાણી અને વેચાણ બંને વધ્યું, પરંતુ ઝારખંડને ફાયદો થયો નથી. રાજસ્થાને શોર્ટ ટર્મ માટે લાઇસન્સ આપ્યા, એક્સાઇઝ ડ્યૂટી ઘટાડી.
પંજાબે લાઇસન્સ ફીસ અને અન્ય અનેક ફેરફાર કર્યા તો તેમનું વેચાણ અને કમાણીમાં વૃદ્ધિ જોવા મળી. વાસ્તવમાં, રાજ્યોની આવકમાં એક્સાઇઝ ડ્યૂટીનો હિસ્સો સતત વધી રહ્યો છે. તેમાં દારૂના વેચાણ પર ટેક્સની મહત્વની ભૂમિકા છે. RBIના આંકડા અનુસાર 2013-14માં રાજ્યોની આવકમાં એક્સાઇઝ ડ્યૂટીનો હિસ્સો 11.4% હતો, જે 2022-23માં વધીને 14.1% પર પહોંચી શકે છે.
છત્તીસગઢમાં 2016-17 સુધી દારૂનું વેચાણ કોન્ટ્રાક્ટરો કરતા હતા. ત્યારે દારૂનું ઓછુ વેચાણ થતું હતું. પરંતુ જ્યારથી સરકારે પોતે જ વેચાણ શરૂ કર્યું તો વપરાશ અને કમાણી વધ્યા. અધિકારીઓના દાવા અનુસાર 2022-23માં વેચાણનો રેકોર્ડ તૂટશે અને ટાર્ગેટથી 30% વધુ વેચાણ થશે. ઝારખંડમાં આ વર્ષે દારૂથી ફાયદો થઇ રહ્યો નથી. રાજ્ય સરકારે આ નાણાકીય વર્ષે 2310 કરોડ રૂપિયાની આવકનું લક્ષ્યાંક રાખ્યું હતું, પરંતુ 1607 કરોડની જ કમાણી થઇ છે, જ્યારે મહિનાથી ઓછો સમય વધ્યો છે. પંજાબમાં પહેલી વાર આપની સરકાર સત્તામાં આવી. તેમણે 65% ટાર્ગેટ વધાર્યો અને દરો ઘટાડ્યા. તેનાથી સરકારને બે ફાયદા થયા. પહેલી ચોરી રોકાઇ અને માત્ર 7 મહિનામાં જ ગત વર્ષના મુકાબલે આવકમાં 37%નો વધારો થયો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.