તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • If The Situation In Delhi Does Not Improve, A Complete Lockdown May Take Place, Kejriwal Called An Urgent Meeting

ફરી લોકડાઉન ભણી:મુંબઈ પછી કોરોનાના કેપિટલ દિલ્હીમાં સ્થિતિ નહીં સુધરે તો લાગી શકે છે સંપૂર્ણ લોકડાઉન, કેજરીવાલે બોલાવી અર્જન્ટ મીટિંગ

નવી દિલ્હી2 મહિનો પહેલા
કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે એક રિવ્યૂ મીટિંગ બોલાવી છે.
  • દિલ્હીમાં નાઇટ કફર્યૂ અને વીકેન્ડ કફર્યૂ પહેલેથી જ લાગુ છે
  • શુક્રવારે રાત્રે 10 વાગ્યાથી લાગેલો કફર્યૂ સોમવારે સવારે 6 વાગ્યા સુધી યથાવત્

કોરોનાના કહેર વચ્ચે દિલ્હીમાં નાઈટ કર્ફ્યૂ પહેલેથી જ લાગુ છે. અને હવે કેજરીવાલ સરકારની નવી જાહેરાત બાદ વીકેન્ડ કર્ફ્યૂ પણ લાગુ કરાયો છે. શુક્રવારે રાત્રે 10 વાગ્યાથી શરૂ થયેલો કર્ફ્યૂ સોમવારે સવારે 6 વાગ્યા સુધી યથાવત્ રહેશે. આજે પહેલા વીકેન્ડ કર્ફ્યૂનો પહેલો દિવસ છે. વીકેન્ડ કર્ફ્યૂ આગામી દિવસોમાં આ રીતે જ ચાલુ રહેશે, જ્યાં સુધી કોઈ નવા આદેશ જાહેર ન થાય.

તો બીજી બાજુ, કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે એક રિવ્યૂ મીટિંગ બોલાવી છે. આ મીટિંગમાં કોવિડ-19 મેનેજમેન્ટ માટે નોડલમંત્રી મનીષ સિસોદિયા, હેલ્થ મિનિસ્ટર સત્યેન્દ્ર જૈન તેમજ અન્ય મહત્ત્વપૂર્ણ અધિકારી સામેલ થશે. ત્યારે આ બેઠક બાદ દિલ્હીમાં સંપૂર્ણ લોકડાઉન લાગુ કરાશે એવી ચર્ચાએ જોર પકડ્યું છે.

દિલ્હીમાં આવી શકે છે સંપૂર્ણ લોકડાઉન
દિલ્હીના CMની રિવ્યૂ મીટિંગમાં રાજધાનીમાં સંપૂર્ણ લોકડાઉનને લઈને ચર્ચા થઈ શકે છે. એવી શક્યતા છે કે જો વીકેન્ડ કર્ફ્યૂથી કોરોનાના કેસમાં કોઈ ઘટાડો નહીં થાય તો દિલ્હીમાં સંપૂર્ણ લોકડાઉન લગાડવામાં આવી શકે છે. આ પહેલાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બે વાત મુખ્ય રીતે જણાવી હતી કે લોકડાઉન કોઈ સમાધાન નથી તેમજ જો મામલો રોકાતો નથી તો લોકડાઉન પર વિચાર કરવામાં આવી શકે છે. જે રીતે દિલ્હીમાં એકાએક આટલી ઝડપથી કેસ વધી રહ્યા છે એ દૃષ્ટિએ લાગી રહ્યું છે કે દિલ્હી સરકાર બીજા ઓપ્શન પર વિચારવામાં વધુ સમય નહીં લગાડે.

રાજધાનીમાં છેલ્લા 24 કલાકમાં 19 હજારથી વધુ કેસ
દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 19,486 નવા કેસ નોંધાયા છે, જ્યારે 141 લોકોનાં મોત કોરોનાને કારણે થયા છે. બેકાબૂ થઈ ગયેલા કોરોનાએ સરકારની ઊંઘ હરામ કરી દીધી છે. તો નાગરિકોમાં પણ જોરદાર ડર જોવા મળી રહ્યો છે. વીકેન્ડ લોકડાઉન પહેલાં જ દિલ્હી પોલીસના જવાનો રસ્તાઓ પર તહેનાત જોવા મળી રહ્યા હતા અને 10 વાગતાં જ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી.

દિલ્હીમાં વીકેન્ડ કર્ફ્યૂનો અમલ શરૂ
દિલ્હીમાં શુક્રવારે રાતથી વીકેન્ડ કર્ફ્યૂની અમલવારી શરૂ થઈ ગઈ છે, ત્યારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે "કોરોનાને પગલે આજે અને આવતીકાલે દિલ્હીમાં કર્ફ્યૂ છે. મહેરબાની કરીને એનું પાન કરો. આપણે બધાએ મળીને કોરોનાને હરાવવાનો છે."

વીકેન્ડ કર્ફ્યૂમાં આ છૂટ યથાવત્
વીકેન્ડ કર્ફ્યૂમાં એકદમથી જ તમામ વસ્તુઓ પર પ્રતિબંધ નથી મૂકવામાં આવ્યો. જરૂરી વસ્તુઓ, સેવાઓની ખપત પૂરી થઈ રહે એ માટે વીકેન્ડ કર્ફ્યૂમાં છૂટ આપવામાં આવી છે, પરંતુ આ દરમિયાન દિલ્હીમાં મોલ, જિમ, સ્પા, ઓડિટોરિયમ, એસેમ્બ્લી હોલ, એન્ટરટેઈનમેન્ટ પાર્ક અને અન્ય એવી જગ્યાઓ જે કોરોનાની મહામારી સમયે જરૂરી નથી એને સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે, જ્યારે થિયેટરને 30 ટકાની ક્ષમતા સાથે ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે. બીજી બાજુ, રેસ્ટોરાંમાં બેસીને ખાવા પર પ્રતિબંધ છે, જોકે હોમ ડિલિવરી પર કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નથી. ખાસ વાત એ છે કે આ વીકેન્ડ કર્ફ્યૂ દરમિયાન બસ, ઓટો, ટેક્સી, મેટ્રો જેવાં સાર્વજનિક વાહનો પર પ્રતિબંધ લગાવવામાં નથી આવ્યો, પરંતુ આ વાહનોનો ઉપયોગ તેઓ જ કરી શકશે જેને કર્ફ્યૂમાં બહાર નીકળવાની મંજૂરી છે.

અન્ય સમાચારો પણ છે...