• Gujarati News
  • National
  • If The Security Guard Was Late In Opening The Gate, He Got Down From The Car, Slapped Him, Threatened To Cut Him Off.

નોઈડાની મહિલા પ્રોફેસરનો થપ્પડ મારતો VIDEO:સિક્યોરીટી ગાર્ડે ગેટ ખોલવામાં મોડું કર્યું તો કારમાંથી નીચે ઉતરી થપ્પડો મારી,કાપી નાખવાની ધમકી આપી

16 દિવસ પહેલા

નોઈડામાં ફરી એકવાર થપ્પડ મારતી મહિલાનો વીડિયો સામે આવ્યો છે. તેણે ગાર્ડને એક પછી એક 3 લાફા ઝીંક્યા. ગાર્ડનો માત્ર એક જ વાંક હતો કે તેણે ગેટ ખોલવામાં મોડું કર્યું હતું. ગુસ્સામાં કારમાંથી ઉતરેલી મહિલાએ ગાર્ડને થપ્પડ મારવાનું શરૂ કરી દીધું .એટલું જ નહીં, તે ગાર્ડને એ રીતે ધમકાવતી જોવા મળે છે કે ત્યાં ઉભેલા તેના અન્ય ગાર્ડની પણ ,સાથીને બચાવવાની હિંમત ન કરી શક્યા. જો કે આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. આ સમગ્ર ઘટના શનિવારે નોઈડાના ફેઝ-3માં સેક્ટર 121ની ક્લિઓ કાઉન્ટી સોસાયટીની છે. આરોપી મહિલાનું નામ સુતાપા દાસ છે. જણાવવામાં આવી રહ્યું છે કે મહિલા દિલ્હી યુનિવર્સિટીમાં પ્રોફેસર છે. સિક્યોરીટી ગેટ ખોલવામાં વિલંબ થતા મહિલા ગુસ્સે થઈ ગઈ અને જ્યારે તે ગાર્ડ પાસે આવ્યો ત્યારે મહિલા તેને કંઈ પણ પૂછ્યા વગર તેને મારવા લાગી.આ કેસમાં પીડિત ગાર્ડ સચિને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી હતી.

અન્ય સમાચારો પણ છે...