• Gujarati News
  • National
  • If The Old Man's Family Did Not Come, The Daughter Performed The Son's Duty By Giving A Mask

મુસ્લિમ પરિવારે હિન્દુને કાંધી આપી:વૃદ્ધાના પરિવારજનો ના આવ્યા, તો પુત્રીએ મુખાગ્નિ આપીને પુત્રની ફરજ બજાવી

16 દિવસ પહેલા

મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં આજે એક માનવતાનો કિસ્સો જોવા મળ્યો છે. જેમાં એક હિંદુ વૃદ્ધાને મુસ્લિમ ચાર ભાઈઓએ કાંધ આપી હતી. તે વૃદ્ધાને માન, સમ્માન સાથે અંતિમ સંસ્કાર કર્યા હતા. સાંપ્રદાયિક સદભાવના બતાડી છે. આ બનાવે જાતી અને ધર્મના નામે લોકોને એકબીજા સામે લડાવનારાને તમાચો માર્યો છે.

ચાલો જાણીએ આ સ્ટોરી વિશે...
ગ્વાલિયરની 90 વર્ષના વૃદ્ધા, તેમનું નામ રામદેહી મહૌર. ગુરુવારે તેમનું અવસાન થયું હતું. તેમના પરિવારના લોકોએ પહેલાથી જ સંબંધો કાપી નાખ્યા હતા. તેમની કાંધ આપનારું કોઈ નહોતું. જેના પછી મુસ્લિમ પરિવારના ચાર ભાઈઓ આગળ આવ્યા હતા. તેઓએ વૃદ્ધાને કાંધી આપીને મુક્તિધામ લઈ ગયા હતા. ત્યાં દિલ્હીથી આવેલી દીકરીએ વૃદ્ધ માતાની અંતિમ સંસ્કાર કર્યા હતા. દિલ્હીથી પુત્રીના આગમન સુધી, મુસ્લિમ પરિવારે હિન્દુ વૃદ્ધ મહિલાની સંભાળ લીધી, તેમની સેવા કરી અને જ્યારે તેમનું અવસાન થયું, ત્યારે સંપૂર્ણ રીત-રિવાજ અને માન-સમ્માન સાથે અંતિમ સંસ્કાર કર્યા હતા.

હિન્દુ વૃદ્ધાને ચાર મુસ્લિમ ભાઈઓએ કાંધ આપી હતી.
હિન્દુ વૃદ્ધાને ચાર મુસ્લિમ ભાઈઓએ કાંધ આપી હતી.

આ ઘટના ગ્વાલિયરની નવી રેલવે કોલોનીમાં આવેલી દરગાહ કોમ્પ્લેક્સની છે. વૃદ્ધ મહિલા દરગાહ પરિસરમાં જ રહેતી હતી. 90 વર્ષના રામદેહી મહૌરના પરિવારમાં તેમની એક પુત્રી શીલા મહૌર (45) સિવાય કોઈ નથી. તે પણ દિલ્હીમાં રહે છે. રામદેહી પહેલા તેના ભાઈઓ સાથે રહેતા હતા, પરંતુ થોડા વર્ષો પહેલા તેના ભાઈઓના મૃત્યુ બાદ તે નિરાધાર બની ગયા હતા. ભત્રીજાઓએ તેમને ખાવાનું પણ આપતા નહોતા. તેઓને બેરહેમીથી માર મારતા હતા, થોડા મહિના પહેલા તેમને ઘરમાંથી કાઢી મૂક્યા હતા.

પરિવારોએ કાઢી નાખ્યા પછી મહાનગર પાલિકાના કર્મચારી શાકિર ખાનનો પરિવાર વૃદ્ધ મહિલાનો સહારો બન્યો હતો. આ પરિવારે દરગાહ પરિસરમાં જ તેમના રહેવાની વ્યવસ્થા કરી હતી. ત્યાં બનાવેલા રૂમમાં વૃદ્ધના રહેવાની તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સાથે તેમને ભોજન પણ આપવામાં આવ્યું હતું. દિલ્હીમાં દીકરી શીલા સાથે રોજ વાત કરતી હતી. વૃદ્ધ મહિલાનું ગુરુવારે અચાનક અવસાન થયું હતું. તેમના અંતિમ સંસ્કારનું સંકટ તોળાઈ રહ્યું હતું.

મુસ્લિમ ભાઈઓ કાંધ આપી
વૃદ્ધ મહિલાના મૃત્યુ પછી શાકિર ખાને વૃદ્ધાની પુત્રીને દિલ્હીમાં જાણ કરી હતી. તેના સગાંવહાલાં અને ભત્રીજાઓને પણ જાણ કરી હતી. માતાના મૃત્યુના સમાચાર મળતા જ પુત્રી ગ્વાલિયર પહોંચી ગઈ હતી, પરંતુ 100થી 200 મીટરના અંતરે રહેતા ભત્રીજાઓ આવ્યા નહોતા. જ્યારે મૃતકની પુત્રી ઘરે આવી વિચાર આવ્યો કે કાંધ આપવા માટે ચાર જણા જોશે. અને મુખાગ્નિ કોણ આપશે, કારણ કે આમાં પુત્ર કે ભત્રીજો અગ્નિ આપે છે. જ્યારે આ માટે કોઈ ના આવ્યું, ત્યારે શાકિર ખાને પણ આ ફરજ નિભાવી હતી. તેમના ભાઈઓ મફદૂત ખાન, માસૂમ ખાન, ઈરફાન ખાન સાથે, તેમણે માત્ર વૃદ્ધોના કાંધ આપી હતી, સાથે જ બેન્ડ સાથે તેમની અંતિમયાત્રા પણ કાઢી હતી. જેથી એવું ન લાગે કે મૃતકનું પોતાનું કોઈ નથી.

આ 90 વર્ષના રામદેહી મહૌર છે. તેમનું આવસાન થયું હતું.
આ 90 વર્ષના રામદેહી મહૌર છે. તેમનું આવસાન થયું હતું.

પુત્રીએ પુત્રની ફરજ નિભાવી
જ્યારે મૃતદેહ સ્મશાનભૂમિ પર પહોંચ્યો, ત્યારે સંકટ આવ્યું કે અંતિમ સંસ્કાર કોણ કરશે, કારણ કે આ ફરજ પુત્ર અથવા ભાઈ, ભત્રીજાની છે. પણ આ ત્રણેય જ વડીલો ન હતા. આના પર, વૃદ્ધાની 45 વર્ષની પુત્રીએ નક્કી કર્યું કે તે તેની માતા માટે પુત્રની ફરજ નિભાવશે. બધાએ તેના નિર્ણયની પ્રશંસા કરી હતી. આ પછી, શીલાએ તેની માતાના અંતિમ સંસ્કારને પ્રગટાવીને તમામ વિધિઓ પૂર્ણ કરી હતી.

મનુષ્યને મદદ કરવી જોઈએ, દરેક ધર્મ આ જ શીખવે છે
વૃદ્ધ મહિલાની સંભાળ લેનાર અને તેના મૃત્યુ પછી અર્થીને ખભા આપનાર શાકિર કહે છે કે આપણે માણસ છીએ અને તે પણ માણસ હતા. એક વ્યક્તિએ બીજી વ્યક્તિને મદદ કરવી જોઈએ, આ જ હિંદુ અને મુસ્લિમ ધર્મ શીખવે છે. આપણે એક છીએ અને એક જ રહીશું.

આજે મને મારા ભાઈ મળ્યા
પુત્રની ફરજ બજાવનાર શીલા કહે છે કે માતા માટે હું એકમાત્ર પુત્રી હતી અને પુત્ર પણ હતો. તેથી જ મેં તેમના અંતિમ સંસ્કારની સંપૂર્ણ ફરજ બજાવી છે. આ વિસ્તારના લોકોએ અલગ ધર્મના હોવા છતાં ઘણી મદદ કરી છે. મને લાગ્યું કે મને મારો પરિવાર મળી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...