તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • If The New Agricultural Laws Are Not Implemented, The Income Of Farmers Will Not Be Doubled

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નીતિ આયોગના સભ્યોનો દાવો:નવા કૃષિ કાયદા લાગુ નહીં થાય, તો ખેડૂતોની આ‌વક બમણી નહીં થાય

નવી દિલ્હી2 મહિનો પહેલા
 • કૉપી લિંક

નીતિ આયોગના સભ્ય રમેશ ચંદે નવા કૃષિ કાયદા તાત્કાલિક લગાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. તેમણે કહ્યું કે, જો આ કાયદા લાગુ નહીં થાય, તો 2022 સુધી ખેડૂતોની આવક બમણી નહીં થઈ શકે. કૃષિ કાયદા મુદ્દે ચાલતા વિવાદનો ઉકેલ ફક્ત ‘એક હાથે આપો, બીજા હાથે લો’ના ભાવથી જ આવશે. જો આપણે એવું વિચારીશું કે, દબાણ કરીને માંગ મનાવી લઈશું, તો કોઈ જ ઉકેલનહીં આવે. સરકારે ખેડૂત નેતાઓને વિકલ્પ આપ્યો છે. સરકાર નવા કૃષિ કાયદાની દરેક બાબતે ચર્ચા કરવા તૈયાર છે. સરકાર એક-બે વર્ષ કાયદાનો અમલ રોકવા પણ તૈયાર છે. ખેડૂત નેતાઓએ આ પ્રસ્તાવ પર વિચાર કરવો જોઈએ. જે જોગવાઈઓ ખેડૂતોને તેમની વિરુદ્ધ લાગે છે, તેને સરકારના ધ્યાને લાવવી જોઈએ અને પછી તેમાં ફેરફારની માંગ કરવી જોઈએ.

નોંધનીય છે કે, ત્રણ કૃષિ કાયદા રદ કરવાની માંગ સાથે પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના ખેડૂતો નવેમ્બર મહિનાથી દિલ્હીની સરહદોએ દેખાવ કરી રહ્યા છે. તેઓ સરકાર સાથે અત્યાર સુધી 11 બેઠક કરી ચૂક્યા છે. ખેડૂતોની મુખ્ય માંગ ટેકાના ભાવ ફરજિયાત કરવાની છે, જે મુદ્દે સંમતિ નથી સધાઈ શકી.

કૃષિમાં આધુનિકીકરણ સમયની માગ
દર મહિને રવિવારે રેડિયો પર આવતા ‘મન કી બાત’ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર કૃષિ કાયદાનો મુદ્દો છેડ્યો. તેમણે કહ્યું કે, ભારતના કૃષિ ક્ષેત્રમાં આધુનિકીકરણ સમયની માંગ છે. તેમાં પહેલેથી જ મોડું થઈ ચૂક્યું છે. આપણે ઘણું બધું ગુમાવી ચૂક્યા છીએ. હવે વધુ મોડું ના કરી શકાય. કૃષિ ક્ષેત્રમાં રોજગારી સર્જન અને ખેડૂતોની આવક વધારવા તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો