• Gujarati News
  • National
  • If The Network Was Not Found In The Village, The Family Took The Elderly To The Hill By Lying On The Cot, If The Network Came Here, They Got 750 Rupees

પેન્શનમાં ટેન્શન:ગામમાં નેટવર્ક ના મળતાં 75 વર્ષની મહિલાને ખાટલા પર બેસાડી પહાડ પર લઈ ગયા, 3 કિમી ચઢ્યા પછી મળ્યું 750નું પેમેન્ટ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજસ્થાનના સિરોહી જિલ્લાના આબુરોડ જિલ્લામાં નેટવર્ક ના મળવું મોટી સમસ્યા છે. અહીંના ભાખર વિસ્તારમાં રેશન અને પેન્શન માટે આદિવાસીઓને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અહીંના રતોલા ફલી ગામમાં ગુરુવારે 75 વર્ષનાં મોતરી ગરાસિયાને 3 કિમી ચઢ્યા પછી રૂ. 750નું પેન્શન મળ્યું છે.

હકીકતમાં પોસ્ટમેન આધાર ઈનેબલ્ડ મશીન લઈને પેન્શન આપવા માટે પહોંચ્યા હતા, પરંતુ ગામમાં નેટવર્ક મળતું નહોતું. આ સંજોગોમાં મોતલીનાં પરિવારજનોએ તેમને ખાટલા પર બેસાડીને પહાડ પર લઈ જવા પડ્યાં હતાં. પોસ્ટમેન પણ તેમની સાથે ચાલતો રહ્યો અને વચ્ચે-વચ્ચે કનેક્ટિવિટી ચેક કરતા હતા, પરંતુ 3 કિમી ચઢ્યા પછી નેટવર્ક મળી શક્યું અને ત્યારે મહિલાના અંગૂઠાની છાપ લઈને તેમને પેન્શનની ચુકવણી કરવામાં આવી છે.

વૃદ્ધ મહિલાને ખાટલામાં પહાડ ચઢાવતાં પરિવારજનો
વૃદ્ધ મહિલાને ખાટલામાં પહાડ ચઢાવતાં પરિવારજનો

ભાખર વિસ્તારમાં 24 ગામમાં નેટવર્કની સૌથી મોટી મુશ્કેલી
આબુરોડ જિલ્લાના ભાખર વિસ્તારનાં 24 ગામમાં નેટવર્કની સૌથી મોટી મુશ્કેલી છે. આ વિસ્તારમાં જાયદરા, ઉપલા ટાકિયા, નીચલા ટાકિયા, નીચલા ખજેડા, ઉપલા ખજેડા, દાનબોર, પાબા, રણોરા, ભમરિયા, બૂજા, જામબૂડી, બૌસા, કલોરા, ઉપલીબોરા, નીચલીબોરા, મીણ, મીનતલેટી રાડા, મથારા ફલી, વેરાફલીસ સાતખેજડા અને ક્યારી જેવાં ગામોમાં આજે પણ નેટવર્ક મળતું નથી.

અન્ય સમાચારો પણ છે...