તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • If The Conditions Are Right, Six More Covid Vaccines Will Be On The Market Soon, The Vaccine Will Be Launched Only After All The Procedures And Trials.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેશમાં વેક્સિનની તૈયારી:સ્થિતિ યોગ્ય રહેશે તો ટૂંક સમયમાં કોવિડની વધુ છ વેક્સિન બજારમાં આવશે, તમામ પ્રક્રિયા અને ટ્રાયલ બાદ જ વેક્સિન લોંચ થશે

6 દિવસ પહેલા
(પ્રતિકાત્મક તસવીર)
  • કોવિશીલ્ડ અને કોવેક્સિનને મંજૂરી મળવા સાથે વધુ છ જેટલી વેક્સિન ટ્રાયલની પ્રક્રિયા હેઠળ છે
  • સ્પૂતનિક અને જોનસન એન્ડ જોનસન ઉપરાંત દેશમાં અન્ય ચાર વિવિધ કંપનીની વેક્સિનનો ટ્રાયલ ચાલી રહ્યો છે

દેશમાં જે પ્રકારે કોરોનાના કેસ વધી રહ્યા છે તેને જોતા સરકાર શક્ય એટલા વધારે લોકોને કોવિડ વેક્સિન લગાવી મહામારીથી બચાવવામાં આવે તેવા પ્રયત્ન કરી રહી છે. દેશમાં વધુ છ જેટલી વેક્સિન ટ્રાયલની પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે. ટૂંક સમયમાં આ ટ્રાયલ પૂરા થઈ જશે. ટ્રાયલ પૂરા થયા બાદ તબક્કાવાર રીતે તેની યોગ્ય તપાસ કર્યાં બાદ બજારમાં રજૂ કરવામાં આવશે.

દેશમાં સતત વધી રહેલા કેસની સ્થિતિને જોતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગયા સપ્તાહે સેન્ટ્રલ ડ્રગ ઓથોરિટીના અધિકારીઓ સાથે એક બેઠક યોજી હતી. આ બેઠકમાં ડ્રગ રેગ્યુલેટરના નિષ્ણાતોની સમિતિના તમામ સભ્યો ઉપરાંત કેન્દ્રીય ઔષધ માનક નિયંત્રણ સંગઠનના અગ્રણી અધિકારીઓએ પણ ભાગ લીધો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સમિતિએ દેશમાં ઝડપભેર લોંચ થનારી વેક્સિન અને તેની સંપૂર્ણ તપાસ અંગેની માહિતી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓ સમક્ષ રજૂ કરી છે.

દરમિયાન અધિકારીઓએ જણાવ્યું છે કે કોવિશીલ્ડ અને કોવેક્સિનને મંજૂરી મળવા સાથે વધુ છ જેટલી વેક્સિન ટ્રાયલની પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે. અંદાજ પ્રમાણે આગામી કેટલાક મહિનામાં આ તમામ વેક્સિન તબક્કાવાર રીતે કાયદાકીય પ્રક્રિયાને પૂરી કર્યાં બાદ બજારમાં રજૂ કરવામાં આવશે.

સૌથી પહેલા બજારમાં આવશે સ્પૂતનિક વેક્સિન
ગયા સપ્તાહે યોજાયેલી બેઠકમાં સ્પૂતનિક વેક્સિનને બજારમાં લોંચ કરવાની પ્રક્રિયાને અત્યારે તો અટકાવવામાં આવેલ છે. વેક્સિનને તૈયાર કરનારી કંપની ડો.રેડ્ડીઝના અધિકારીઓએ વેક્સિન લોંચ કરતા પહેલાની પ્રક્રિયા હેઠળ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી, પણ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય હેઠળ આવતી કેન્દ્રીય ઔષધિય માનક નિયંત્રણ સંગઠનની નિષ્ણાતોની સમિતિએ વેક્સિન તૈયાર કરનારી કંપની પાસેથી વધુ માહિતી માંગી છે.

દવા બનાવતી કંપનીના સૂત્રોએ જણાવ્યું કે જે પણ જાણકારી કંપની પાસેથી માંગવામાં આવી હતી તે જલ્દીથી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય સમક્ષ રજૂ કરવામાં આવશે. જેથી આ વેક્સિનને કોવિડ-19થી બચાવવા માટે બજારમાં જલ્દીથી રજૂ કરી શકાય.

સ્પૂતનિક,જોનસન એન્ડ જોનસન સહિત અન્ય ચાર કંપનીની વેક્સિનનો ટ્રાયલ હેઠળ
સ્પૂતનિક અને જોનસન એન્ડ જોનસન ઉપરાંત દેશમાં અન્ય ચાર વિવિધ કંપનીની વેક્સિનનો ટ્રાયલ ચાલી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આગામી 4થી 6 મહિનાની અંદર તેના ટ્રાયલ પૂરા થઈ જશે અને તેમને પણ બજારમાં રજૂ કરવામાં આવશે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે કેન્દ્ર સરકારની સંપૂર્ણ તૈયારી છે કે આ વર્ષના અંત ભાગ સુધીમાં ભારત વિશ્વનું સૌથી મોટું કોવિડ-19 વેક્સિનનું ઉત્પાદનકર્તા બનવા ઉપરાંત સમગ્ર વિશ્વને વેક્સિનથી સુરક્ષિત પણ કરી શકે. આ માટે મંત્રાલયે વેક્સિનને મોનિટર કરનારી IDRC સતત દેખરેખ રાખી રહી છે.

વર્ષના અંત ભાગ સુધીમાં બજારમાં આઠ વેક્સિન હશે
જે પ્રમાણે દેશમાં કોવિડના કેસ સતત વધી રહ્યા છે તેને જોતા સ્વાસ્થ્ય મંત્રાલયે એ બાબત પર ભાર આપી રહ્યું છે કે વધુને વધુ સંખ્યામાં વેક્સિન બજારમાં આવે અને લોકો તે લગાવીને સુરક્ષિત બને. વેક્સિન લોંચિંગની પ્રક્રિયા સાથે જોડાયેલા એક અધિકારીએ જણાવ્યું કે આ વર્ષના અંત ભાગ સુધીમાં ઓછામાં ઓછી આઠ જેટલી કંપનીની વેક્સિન ઉપલબ્ધ બની જશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

વધુ વાંચો