તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • If Students Do Not Come In Uniform, Principal Says, They Should Come Without Wearing Clothes From Tomorrow, Complaint Under Pocso Act

MPમાં પ્રિન્સીપાલનો વાણી વિલાસ:વિદ્યાર્થિનીઓ યુનિફોર્મમાં ના આવી તો કહ્યું, કાલથી કપડાં પહેર્યા વગર જ આવજો, પૉક્સો એક્ટ હેઠળ ફરિયાદ

રાજગઢ22 દિવસ પહેલા
છાત્ર-છાત્રાઓએ પ્રિન્સિપાલ વિરૂદ્ધ સ્કૂલથી પોલીસ સ્ટેશન સુધી રેલી કાઢી અને ફરિયાદ દાખલ કરાવી.
  • પ્રિન્સીપાલ ફરાર, શિક્ષણ વિભાગે કર્યા સસ્પેન્ડ

મધ્યપ્રદેશના રાજગઢમાં શિક્ષક દિવસના એક દિવસ પહેલાંની ઘટનાએ શિક્ષકની ગરિમાને લાંછન લગાડ્યું છે. સરકારી સ્કૂલની કેટલીક વિદ્યાર્થિનીઓ શાળામાં યુનિફોર્મના બદલે કેઝ્યુઅલ કપડાં પહેરીને પહોંચી હતી. વિદ્યાર્થિનીઓને યુનિફોર્મમાં ના જોતાં પ્રિન્સીપાલ ભડકી ગયા હતા. આરોપ એવો છે કે, પ્રિન્સીપાલે ત્યાં સુધી વાણી વિલાસ કર્યો કે, કાલથી કપડાં પહેર્યા વગર જ સ્કૂલે આવજો. છોકરાઓને તમે જ બગાડી રહી છો.

પ્રિન્સીપાલના બેફામ વાણી વિલાસથી ગુસ્સે ભરાયેલી વિદ્યાર્થિનીઓ અને વિદ્યાર્થીઓએ સ્કૂલથી પોલીસ સ્ટેશન સુધી રેલી કાઢી હતી અને ફરિયાદ પણ દાખલ કરાવી હતી. પોલીસે રવિવારે FIR નોંધીને પ્રિન્સીપાલ રાધેશ્યામ માલવીય સામે પૉક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધી છે. પ્રિન્સીપાલ હાલમાં ફરાર છે અને શિક્ષણ વિભાગે તેને સસ્પેન્ડ કરી દીધો છે.

આરોપી આચાર્ય રાધેશ્યમા માલવીય ફરાર છે.શિક્ષણ વિભાગનું કહેવું છે કે તેમના વિરૂદ્ધ વિભાગીય કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે
આરોપી આચાર્ય રાધેશ્યમા માલવીય ફરાર છે.શિક્ષણ વિભાગનું કહેવું છે કે તેમના વિરૂદ્ધ વિભાગીય કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે

આ બનાવ રાજગઢ જિલ્લાના માચલપુર હાયર સેકન્ડરી સ્કૂલનો છે. અહીંયા 11 અને 12મા ધોરણની વિદ્યાર્થિનીઓ યુનિફૉર્મના બદલે અલગ અલગ કપડાં પહેરીને સ્કૂલે પહોંચી હતી. વિદ્યાર્થિનીઓને કેઝ્યુઅલ કપડાંમાં જોઈને પ્રિન્સીપાલરાધેશ્યામ માલવીયનો પિત્તો ગયો હતો અને ઉગ્રતાથી કહ્યું કે, યુનિફોર્મ કેમ નથી પહેર્યો ? જાવ, યુનિફોર્મ પહેરીને આવો. જવાબમાં વિદ્યાર્થિનીઓએ કહ્યું કે યુનિફોર્મ સિવાઈને હજુ આવ્યો નથી. આ જવાબથી પ્રિન્સીપાલ વધારે લાલચોળ બની ગયા અને વાણી વિલાસ કરી બેઠા.

વાલીઓની સામે ફરી ગયા
આ બનાવની જાણ થતાં જ વિદ્યાર્થિનીઓના પરિવારજનો સ્કૂલે પહોંચી ગયા હતા. વાલીઓએ પ્રિન્સીપાલને તેમના શબ્દો વિષે પૂછ્યું તો તેમને વાત ફેવી નાંખી અને કહ્યું કે મેં વિદ્યાર્થિનીઓને માત્ર યુનિફોર્મ પહેરીને આવજો, એટલું જ કહ્યું હતું.

પ્રિન્સીપાલ સામે કડક પગલાં લેવાશે
રાજગઢ જિલ્લાના શિક્ષણાધિકારી બી.એસ. બિસોરીયાએ કહ્યું કે, આ સમગ્ર ઘટના અંગે માહિતી મેળવવામાં આવી છે. પ્રિન્સીપાલ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ પણ નોંધાઈ ચુકી છે. તેમને સસ્પેન્ડ કરવા માટે ખાતાકીય કાર્યવાહી કરવામાં આવશે અને કડક પગલાં લેવાશે.

અન્ય સમાચારો પણ છે...