વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદનો સરવે કરાવવા માટે વારાણસી કોર્ટના આદેશ વિરૂદ્ધ મુસ્લિમ પક્ષની અરજી પર સુપ્રીમ કોર્ટે કેટલાંક મહત્વના નિર્દેશ આપ્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે પરિસરમાં જે જગ્યાએ શિવલિંગ મળ્યું છે, તે જગ્યાને સુરક્ષિત રાખવામાં આવે. પરંતુ કોર્ટે એમ પણ કહ્યું કે લોકોને નમાઝ અદા કરવાથી ન રોકવામાં આવે. મુસ્લિમ પક્ષ દ્વારા લોબિંગ કરી રહેલા હુફૈઝા અહમદીને સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ અરજી પૂજા-અર્ચના માટેની છે, ન કે માલિકી હક્કની ત્યારે આ અંગે અહમદીએ કહ્યું હતું કે એવામાં ત્યાંની સ્થિતિ જ બદલી જશે.
જસ્ટિસ ચંદ્રચૂડે નિર્દેશ આપ્યા- જો શિવલિંગ મળ્યું છે તો અમારે સંતુલન જાળવી રાખવું પડશે. અમે DMને નિર્દેશ આપીશું કે તેઓ તે જગ્યાની સુરક્ષા કરે પરંતુ મુસ્લિમોને નમાઝ અદા કરતા ન રોકવામાં આવે.
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન શું શું થયું....
મામલાની સુનાવણી ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બેંચ કરી રહી છે. મુસ્લિમ પક્ષે સર્વે પર રોક લગાડવા માટે હાઈકોર્ટમાં પણ અપીલ કરી હતી, પરંતુ તેને ફગાવી દેવામાં આવી હતી. જે બાદ સુપ્રીમો કોર્ટ અરજી દાખલ કરાઈ હતી.
SCએ તાત્કાલિક રોકનો ઈનકાર કર્યો હતો
સુપ્રીમ કોર્ટે 13 મેનાં રોજ વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વે પર તાત્કાલિક રોક લગાડવાનો ઈનકાર કર્યો હતો. કોર્ટ મામલાની લિસ્ટિંગ માટે તૈયાર થઈ ગયું હતું. કોર્ટે કહ્યું હતું કે મામલા સાથે જોડાયેલાં તમામ દસ્તાવેજ જોયા બાદ જ કોઈ નિર્ણય લઈ શકાય છે.
સર્વે દરમિયાન શિવલિંગ મળ્યું, કોર્ટે જગ્યા સીલ કરવાનું કહ્યું
વારાણસી કોર્ટના આદેશ પછી 3 દિવસમાં સરવેનું કામ પુરું થયું છે. તો ત્રીજા દિવસે સોમવારે સર્વે દરમિયાન જ્ઞાનવાપી પરિસરની અંદર શિવલિંગ મળ્યું. જે બાદ હિન્દુ પક્ષની અપીલ પર વારાણસી કોર્ટે DMને આદેશ આપ્યા કે જે જગ્યાએ શિવલિંગ મળ્યું છે તે જગ્યા તાત્કાલિક સીલ કરવામાં આવે.
ત્યાં કોઈ પણ વ્યક્તિના પ્રવેશવા દેવામાં ન આવે. કોર્ટે DM, પોલીસ કમિશનર અને CRPF કમાન્ડન્ટને જગ્યાને સંરક્ષિત અને સુરક્ષિત રાખવા માટે વ્યક્તિગત રીતે જવાબદારી આપી છે. જે બાદ પ્રશાસનની ટીમ ત્યાં પહોંચી અને કોર્ટના આદેશ અનુસાર 9 તાળા મારીને તે જગ્યા સીલ કરી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.